સંવેગ (momentum) : પદાર્થના દળ અને તેના વેગનો ગુણાકાર. તેને ગતિના જથ્થા (quantity) તરીકે પણ, ગણી શકાય છે. વેગની જેમ સંવેગ પણ સદિશ રાશિ છે. સંવેગ વેગની દિશા ધરાવે છે.

સંવેગ જેનો એકમ કિલોગ્રામ – અને પારિમાણિક સૂત્ર MLT–1 છે. વધુ સ્પષ્ટતા ખાતર આ પ્રકારના સંવેગને રેખીય સંવેગ (linear momentum) કહે છે. પદાર્થ કે કણોના તંત્રનો રેખીય સંવેગ (કે વેગમાન) એ વ્યક્તિગત કણોના રેખીય સંવેગના સદિશ સરવાળા બરાબર થાય છે.

રેખીય સંવેગના ફેરફારનો દર પદાર્થ ઉપર લગાડેલા બળના સમપ્રમાણમાં હોય છે અને આવો ફેરફાર બળની દિશામાં હોય છે.

એટલે કે બળ જ્યાં a પ્રવેગ છે.

સંવેગનો બીજો પ્રકાર કોણીય સંવેગ (વેગમાન) છે. તેને કોઈક અક્ષની આસપાસના સંવેગની ચાકમાત્રા (moment of momentum) તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે. બીજી રીતે કોણીય સંવેગ (વેગમાન) એ જડત્વની ચાકમાત્રા (I) અને કોણીય વેગ(ω)નો ગુણાકાર છે.

આથી કોણીય સંવેગ L = Iω કોણીય વેગમાન છદ્મ સદિશ (pseudovector) રાશિ છે. કક્ષીય કોણીય વેગમાન છે, જેનો એકમ કિગ્રા. મીટર2/સેકન્ડ અને પારિમાણિક સૂત્ર ML2T–1 છે. અહીં એ કણનો સ્થાન (position) સદિશ અને  રેખીય વેગમાન છે. સમય સાથે કોણીય વેગમાનના ફેરફાર દરને ટૉર્ક (torque) કહે છે.

પ્રહલાદ છ. પટેલ