પ્રહલાદ છ. પટેલ
વિક્રમ સારાભાઈ
વિક્રમ સારાભાઈ (જ. 12 ઑગસ્ટ 1919, અમદાવાદ; અ. 31 ડિસેમ્બર 1971, કોવલમ [ત્રિવેન્દ્રમ]) : ભારતના પરમાણુ અને અવકાશયુગની તાસીર બદલનાર ભૌતિકવિજ્ઞાની; ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા (PRL), અમદાવાદ કાપડ ઉદ્યોગ સંશોધન સંગઠન (ATIRA), ભારતીય પ્રબંધન સંસ્થા (IIM) તથા સામાજિક વિજ્ઞાન કેન્દ્ર (CSC) જેવી આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત સંસ્થાઓના સર્જક; પ્રગતિશીલ ઉદ્યોગપતિ; કલા, વિજ્ઞાન અને…
વધુ વાંચો >વિગ્નર, યૂજીન પૉલ
વિગ્નર, યૂજીન પૉલ (જ. 17 નવેમ્બર 1902, બુડાપેસ્ટ; અ. 1995) : મૂળભૂત સમમિતિ(symmetry)ના સિદ્ધાંતની શોધ અને અનુપ્રયોગ દ્વારા પારમાણ્વિક ન્યૂક્લિયસ અને મૂળભૂત કણોની શોધમાં મહત્વનો ફાળો આપનાર અમેરિકન ભૌતિકવિજ્ઞાની. ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાન ક્ષેત્રે તેમનાં ઘણાં પ્રદાનો છે જેમાં સમતા સંરક્ષણના સિદ્ધાંતના સંરૂપણ(Formulation)નો સમાવેશ થાય છે. તે માટે 1963માં તેમને ગોએપ્પેટમેયર…
વધુ વાંચો >વિજ્ઞાન અને ટેક્નૉલૉજીનો વિકાસ
વિજ્ઞાન અને ટેક્નૉલૉજીનો વિકાસ : એક સમયે કાર્ય કરવા માટે સ્નાયુબળનો ઉપયોગ કરવો પડતો હતો. ત્યારબાદ હસ્તપ્રયોગી કૌશલ્યનો વારો આવ્યો અને અત્યારે તે માટે બુદ્ધિ-શક્તિના પ્રયોજનનો સમય ચાલી રહ્યો છે. પંક્તિઓ વચ્ચે વાંચતાં વિજ્ઞાન અને ટેક્નૉલૉજી આધારિત વિકાસના ઇતિહાસની ઝલક મળી રહે છે. આજે એક તરફ થોડાક લોકોને માટે મૂડીનું…
વધુ વાંચો >વિજ્ઞાન અને સમાજ
વિજ્ઞાન અને સમાજ : વિજ્ઞાનનો સમાજ સાથે સંબંધ કાળાંતરે બદલાતો રહ્યો છે. તેથી સમાજ ઉપર વિજ્ઞાનના પ્રભાવની અસરો પણ બદલાતી રહી છે. તે જાણવાસમજવા માટે વિજ્ઞાનના ઇતિહાસની ભૂમિકા તરફ દૃષ્ટિ કરવી આવશ્યક છે. વિજ્ઞાનની વિકાસકથાનું લંબાણે નિરૂપણ ન કરતાં એટલું તો જરૂરથી કહી શકાય તેમ છે કે વિજ્ઞાનનો ઇતિહાસ અતીત…
વધુ વાંચો >વિજ્ઞાન-નીતિ અને વિજ્ઞાન-વિકાસ – ભારતના સંદર્ભે
વિજ્ઞાન-નીતિ અને વિજ્ઞાન-વિકાસ – ભારતના સંદર્ભે : રોટી, કપડાં, મકાન, શિક્ષણ, સ્વાસ્થ્ય અને સંચારણ જેવી અન્ય સુવિધાઓને આધારે માણસના ચહેરાને ચમકતો રાખી શકાય તે રીતે વિજ્ઞાનશક્તિના આયોજનની રૂપરેખા. આમ તો, આર્થિક આયોજન અને રાજકીય નીતિના પાયામાં વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી રહેલાં હોય છે. આથી જ તો, ટૅક્નૉલૉજી-આધારિત રાજ્યવ્યવસ્થાને ‘ટેક્નૉક્રસી’ તરીકે ઓળખવામાં…
વધુ વાંચો >વિજ્ઞાન-મેળો
વિજ્ઞાન-મેળો : શાળાના વિદ્યાર્થીઓ અને તેમને સમકક્ષ યુવાનોમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ કેળવવા, જિજ્ઞાસાને સંતોષવા તથા સુષુપ્ત શક્તિઓનું અનાવરણ કરવા તક મળી રહે તેવા હેતુથી કરવામાં આવતું આયોજનબદ્ધ પ્રદર્શન. આઝાદી બાદ રાષ્ટ્રના વિકાસ માટે વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીની નીતિ ઘડી કાઢવામાં આવી. તે માટે રાષ્ટ્રીય પ્રયોગશાળાઓ અને સંશોધનસંસ્થાઓ ઊભી કરવામાં આવી. તે…
વધુ વાંચો >વિજ્ઞાનશિક્ષણની સંશોધનપદ્ધતિ
વિજ્ઞાનશિક્ષણની સંશોધનપદ્ધતિ : વિજ્ઞાનશિક્ષણની સરળતા અને અસરકારકતા માટે આવશ્યક ચિંતિત સંશોધનાત્મક અભ્યાસ. વીસમી સદીમાં વિજ્ઞાને માનવજીવન ઉપર જબરદસ્ત પ્રભાવ પાડ્યો છે. વિજ્ઞાનથી અત્યારે સ્વાસ્થ્ય, સંચારણ, પરિવહન અને પાવર દ્વારા માણસનો ચહેરો બદલાઈ રહ્યો છે. એક અદ્યતન ઓરડામાં બેઠે બેઠે વિજ્ઞાનનાં પરિણામો દૃષ્ટિગોચર થાય છે. પરિસર પણ વિજ્ઞાનની પ્રજાતિ કરાવે છે.…
વધુ વાંચો >વિદ્યુત
વિદ્યુત સ્થિર અને ગતિ કરતા વિદ્યુતભારો, તેમની વચ્ચે પ્રવર્તતાં બળોને લીધે થતી ક્રિયા, તેમના વડે ઉદ્ભવતાં વિદ્યુત અને ચુંબકીય તથા તદનુષંગે વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીની પ્રગતિને તથા માનવ-વિકાસને ઐતિહાસિક વળાંક આપનાર ભૌતિકવિજ્ઞાનના નિસબતરૂપ વિષયોનું ક્ષેત્ર. તેમાં નીચેનાં મહત્વનાં ક્ષેત્રોનો સમાવેશ થાય છે : વિદ્યુતકીય ઇજનેરી : એકદિશી (D.C.) અને ઊલટસૂલટ (A.C.)…
વધુ વાંચો >વિરિયલ સિદ્ધાંત
વિરિયલ સિદ્ધાંત : સાંખ્યિકીય (statistical) સમતોલનમાં હોય તેવા ગુચ્છ(cluster)ની કુલ સ્થિતિજ ઊર્જા તારાગુચ્છોની ગતિજ ઊર્જા કરતાં બરાબર બમણી થાય તેવી સ્થિતિ. તારાગુચ્છમાં, સ્થિતિજ ઊર્જા ગુચ્છના કેન્દ્ર તરફ લાગતા સમાસ (કુલ) ગુરુત્વાકર્ષણબળ ઉપર આધાર રાખે છે. જેમ જેમ તારક ગુચ્છમાં ગતિ કરતો હોય તેમ, ગુચ્છના કેન્દ્રથી બનતા તેના અંતર મુજબ તેની…
વધુ વાંચો >વિલ્સન, ચાર્લ્સ થૉમ્સન રીઝ
વિલ્સન, ચાર્લ્સ થૉમ્સન રીઝ (જ. 14 ફેબ્રુઆરી 1869, ગ્લેનકોર્સ, સ્કૉટલૅન્ડ; અ. 15 નવેમ્બર 1959, કર્લોટસ, પીબલશાયર) : બાષ્પના ઘનીભવન દ્વારા વિદ્યુતભારિત કણોનો પથ દૃશ્યમાન થાય તેવી પદ્ધતિ શોધવા બદલ (એ. એચ. કૉમ્પટનની ભાગીદારીમાં) 1927નો નોબેલ પુરસ્કાર મેળવનાર બ્રિટિશ ભૌતિકવિજ્ઞાની. સ્કૉટલૅન્ડના ભૌતિકવિજ્ઞાની વિલ્સને માન્ચેસ્ટરમાં રહીને જીવવિજ્ઞાનનો અભ્યાસ કર્યો. સમયાંતરે તે કેમ્બ્રિજ…
વધુ વાંચો >