પ્રવીણચંદ્ર પરીખ
કબીર
કબીર (મધ્યકાલીન ધાર્મિક આંદોલનના અગ્રણી) (ઈ. સ. 1398–1518) : સ્વામી રામાનંદના શિષ્યોમાં સર્વાધિક મહત્ત્વના સંભવતઃ એ સમયના સૌથી આગળ પડતા સંત. તેઓ માબાપે ત્યજી દીધેલા અનાથ બાળક હતા અને વારાણસીના નિરૂ નામના મુસલમાન વણકરે તેમને ઉછેર્યા હતા. તેમણે ગૃહસ્થ જીવન ગાળ્યું અને વણકરકાર કરીને પોતાનું ગુજરાન ચલાવ્યું. ભણ્યા ન હોવા…
વધુ વાંચો >કમળ (પ્રતીક)
કમળ (પ્રતીક) : ભારતીય કલા, ધર્મ અને દર્શનમાં કમળ એ સૌથી મહત્વનું પ્રતીક છે. અગાધ જલ પર તરતા પ્રાણનું એ પ્રતીક છે. આ પુષ્પ સૂર્યોદયના સમયે પોતાની પાંખડિયો વિકસાવે છે. સૂર્યને બ્રહ્મનું સ્વરૂપ માનવામાં આવે છે. આથી કમલ એ પ્રાણનું એવું રૂપ છે જે સમષ્ટિગત પ્રાણીઓના પ્રાણ અથવા જીવનને આહવાન…
વધુ વાંચો >કર્ણદેવ (કલચૂરિ)
કર્ણદેવ (કલચૂરિ) (અગિયારમી સદી) : ત્રિપુરી(વર્તમાન જબલપુર જિલ્લાનું તેવર)ના કલચૂરિ વંશના રાજા ગાંગેયદેવના પુત્ર. તેણે 1041થી 1070 દરમિયાન રાજ્ય કર્યું. તે હૂણ રાજકુમારી આવલ્લદેવી વેરે પરણ્યો હતો. તેણે ગુજરાતના ભીમદેવ સાથે મળીને માળવાના ભોજને હરાવેલો (1060). ચંદેલ્લાઓને હરાવવા ઉપરાંત દક્ષિણના રાજાઓને પણ તેણે પરાસ્ત કરી ‘ત્રિકલિંગાધિપતિ’નું બિરુદ મેળવેલું. ગુજરાતથી બંગાળ…
વધુ વાંચો >કર્દમ
કર્દમ : એક પ્રજાપતિ. પિતાનું નામ કીર્તિભાનુ અને પુત્રનું નામ અનેગ હતું. બ્રહ્મની છાયામાંથી કર્દમની ઉત્પત્તિ મનાય છે. કર્દમનાં લગ્ન સ્વાયંભુવ મનુની પુત્રી દેવહૂતિ સાથે થયાં હતાં, દેવહૂતિએ કપિલમુનિને જન્મ આપેલો. આ કપિલમુનિ સાંખ્યદર્શનના રચયિતા હતા. કહેવાય છે કે આવો સમર્થ પુત્ર પ્રાપ્ત કરવા માટે કર્દમ ઋષિએ વર્ષો સુધી વિકટ…
વધુ વાંચો >કલા (દૈવી)
કલા (દૈવી) : કલાશક્તિ કે વિભૂતિનું વ્યક્ત સ્વરૂપ. કોઈ પણ દેવતાની શક્તિ સોળ કળાઓમાં વિભાજિત હોય છે. જે દેવતામાં બધી કળાઓ વિદ્યામાન હોય તેમને ‘પૂર્ણકલા-મૂર્તિ’ કહેવામાં આવે છે. જે દેવતામાં 16 કરતાં એક-બે કળા ઓછી હોય તેમને ‘કલામૂર્તિ’ કહે છે, જ્યારે કલામૂર્તિ કરતાં પણ ઓછી કલા ધરાવનાર દેવતા ‘અંશમૂર્તિ’ અને…
વધુ વાંચો >કલા (ભારતીય વિભાવના)
કલા (ભારતીય વિભાવના) : ભારતીય સંસ્કૃતિ ધર્મપ્રધાન સંસ્કૃતિ છે. એમાં પ્રાચીન અને મધ્યકાલમાં કલાને ધર્મસાધનાના મહત્વના અંગ તરીકે સ્વીકારવામાં આવી હતી. આને લઈને ભારતીય કલામાં સૌંદર્યભાવનાની સાથોસાથ એક પ્રકારનું આધ્યાત્મિક બળ પણ વરતાય છે. ભારતીય કલા ધર્મપરાયણ હોવાથી ધર્માલયોમાં એ સોળે કળાએ ખીલેલી દૃષ્ટિગોચર થાય છે. કલાનું સર્જન બહુજન સમાજ…
વધુ વાંચો >કલ્પવૃક્ષ
કલ્પવૃક્ષ : માનવની સઘળી મનોકામના પૂર્ણ કરે એવું કાલ્પનિક વૃક્ષ. માનવમન અનેક અભિલાષાઓનું જન્મસ્થાન છે. એ ક્યારેક ધનધાન્યને ઝંખે છે, ક્યારેક સુવર્ણની અપિરિમિત રાશિને, ક્યારેક પૃથ્વી પરના આધિપત્યને કે ઇંદ્ર જેવા ઐશ્વર્યને, ક્યારેક અત્યંત સુંદર અને કમનીય સ્ત્રીને તો ક્યારેક અમિત વિદ્યા અને જ્ઞાનના ભંડારને, આમ માનવીની લિપ્સા-એષણા અપાર છે.…
વધુ વાંચો >કલ્બ
કલ્બ : બૌદ્ધિક ક્રિયાઓના આધારરૂપ અંતઃકરણનો ભાગ. સૂફીઓ એક ઉચ્ચતર આત્માનો સ્વીકાર કરે છે અને તેના ત્રણ વિભાગ કરે છે : કલ્બ, રૂહ અને સિર્ર. કલ્બનો અંતઃકરણની બુદ્ધિ સાથે યોગ છે. સૂફીઓ અનુસાર કલ્બ સ્થૂળ ભૌતિક જગત અને આધ્યાત્મિક જગત વચ્ચે રહેલું છે. દૃશ્યમાન જગતમાં અભિવ્યક્ત થનારા પરમાત્માવિષયક જ્ઞાનને તે…
વધુ વાંચો >કલ્યાણદાસજી
કલ્યાણદાસજી (જ. ?; અ. 1820, કહાનવા, તા. જંબુસર) : અવધૂતી સંત. ઊંડેલ(તા. ખંભાત)ના પાટીદાર કુટુંબમાં જન્મેલા આ સંતના જન્મ કે બચપણ વિશે માહિતી મળતી નથી. તેઓ અખાની શિષ્ય-પરંપરામાં ગણાતા જીતા મુનિ નારાયણના શિષ્ય અને નડિયાદવાળા સંતરામ મહારાજના ગુરુભાઈ હતા. સંપૂર્ણ વીતરાગી અવસ્થામાં રહેતા કલ્યાણદાસજી એક અલફી (કફની), એક ચીમટો અને…
વધુ વાંચો >કવિ કલ્પદ્રુમ (સાહિત્યસાર)
કવિ કલ્પદ્રુમ (સાહિત્યસાર) : રામદાસ (રાજકુમાર) દ્વારા રચિત કાવ્યશાસ્ત્રનો ગ્રંથ. તેની રચના ઈ. સ. 1844માં આગ્રામાં થઈ હતી. આ ગ્રંથ કાવ્યશાસ્ત્રના વ્યાપક સિદ્ધાંતોને આધારે રચાયેલો છે અને એમાં ધ્વનિ સિદ્ધાંત મુખ્યત્વે સ્વીકારાયો છે. મમ્મટના કાવ્યપ્રકાશની જેમ આ ગ્રંથમાં શાસ્ત્રનાં બીજાં અંગોનું પણ વિવેચન કરવામાં આવ્યું છે. આ રચનામાં કવિ-આચાર્યે સંસ્કૃત…
વધુ વાંચો >