પ્રવીણચંદ્ર પરીખ

ધર્મનાથપ્રાસાદ

ધર્મનાથપ્રાસાદ (કાવી) : ખંભાતના નાગર વણિક બડુઆના પુત્ર કુંવરજીએ વિ. સં. 1654 (ઈ. સ. 1598)માં કાવીમાં કરાવેલો ‘રત્નતિલક’ નામનો બાવન જિનાલયવાળો ધર્મનાથપ્રાસાદ. તે વહુના દેરાસર તરીકે વિશેષ ઓળખાય છે. સાસુ-વહુનાં દેરાં નામે મંદિરસંકુલમાં આવેલું આ દેરાસર મૂળ ગર્ભગૃહ, અંતરાલ, ગૂઢ મંડપ, ચોકીઓ, ભમતી અને બાવન દેવકુલિકાઓ ધરાવે છે. મંદિર પૂર્વ-પશ્ચિમ…

વધુ વાંચો >

ધર્મ-નિરપેક્ષ શિલ્પો

ધર્મ-નિરપેક્ષ શિલ્પો : ધર્મ નિરપેક્ષ શિલ્પો ભારતમાં ઘણા પ્રાચીન કાળથી ધાર્મિક ઇમારતો પર ગૌણ સાધનો તેમજ શોભાત્મક પ્રતીકો તરીકે અલ્પમૂર્ત, અર્ધમૂર્ત રૂપે અને કવચિત અધિમૂર્ત સ્વરૂપે પણ પ્રયોજાયાં છે. ભરહુત, સાંચી અને અમરાવતીનાં સ્મશાન-સ્મારકો(સ્તૂપો)માં ઘણી રસિક રીતે બાજુબાજુમાં દૈવી અને ધર્મનિરપેક્ષ વિષયો નિરૂપતાં દૃશ્યોનો સમાવેશ થાય છે. આ પ્રથા ચાલુ…

વધુ વાંચો >

ધાતુશિલ્પ (નિર્માણ પદ્ધતિ)

ધાતુશિલ્પ (નિર્માણ પદ્ધતિ) : શિલ્પોમાં ધાતુનો પ્રયોગ પથ્થર અને માટીને મુકાબલે ઓછો થયેલો જોવા મળે છે. અલબત્ત, ધાતુશિલ્પો પણ છેક હડપ્પા સભ્યતાના કાળથી મળે છે પણ ત્યારબાદ એના નમૂના ઈ. સ. પૂર્વે 1લી સદીથી અત્યાર સુધી સિલસિલાબદ્ધ મળે છે. ધાતુશિલ્પો બનાવવાની પદ્ધતિનું ‘માનસાર’, ‘અભિલશિતાર્થ-ચિંતામણિ’ અને ‘માનસોલ્લાસ’ જેવા ગ્રંથોમાં વર્ણન મળે…

વધુ વાંચો >

ધ્રુવદેવી

ધ્રુવદેવી : ધ્રુવદેવી ઉર્ફે ધ્રુવસ્વામિનીદેવી ગુપ્તસમ્રાટ ચંદ્રગુપ્ત બીજા(વિક્રમાદિત્ય : 381 થી 412)ની મહારાજ્ઞી હતી. વિશાખદત્ત-કૃત ‘દેવીચંદ્રગુપ્તમ્’ નાટકના ત્રુટિત અંશમાંથી તેમજ બીજાં કેટલાંક સાધનોમાંથી તેની વિગત મળે છે. તે પરથી જણાય છે કે પ્રથમ એ ગુપ્તસમ્રાટ રામગુપ્ત(ઈ. સ. 380 થી 81)ની રાણી હતી. રામગુપ્ત પર શક રાજાનું આક્રમણ થતાં તેનો સામનો…

વધુ વાંચો >

નક્ષિસપુર

નક્ષિસપુર : સૌરાષ્ટ્રના ચાલુક્ય રાજ્યનું પાટનગર. દક્ષિણ સૌરાષ્ટ્રમાં નવમી સદીમાં કનોજના પ્રતિહાર રાજાઓના સામંત ચાલુક્ય રાજા બલવર્મા અને અવનિવર્મા બીજો સંભવત: નક્ષિસપુરમાં રાજ્ય કરતા હતા. એ રાજાઓનાં અનુક્રમે ઈ. સ. 893 અને ઈ. સ. 900નાં મળેલાં તામ્રપત્રોમાં નક્ષિસપુર–ચોર્યાશી નામના પરગણામાં આવેલાં ‘જયપુર’ અને ‘અંવુલ્લક’ નામે ગામો કણવીરિકા નદીને કાંઠે આવેલ…

વધુ વાંચો >

નરવર્મા

નરવર્મા (ઈ. સ. 1095 આશરે) : ભારતમાં માળવાના પરમાર વંશનો રાજા. તેના મોટા ભાઈ લક્ષ્મણદેવ પછી ધારની ગાદીએ  ઈ. સ. 1095માં કે તે પૂર્વે આવેલો. એના 38 વર્ષના રાજ્યકાલ દરમિયાન એ સમકાલીન ચંદેલા રાજા સલક્ષણવર્મા, ચોળ રાજા વિક્રમ અને ગુજરાતના ચૌલુક્ય રાજા સિદ્ધરાજ જયસિંહ સાથે અથડામણમાં આવેલો અને સિદ્ધરાજે તેને…

વધુ વાંચો >

નવલખા મંદિર

નવલખા મંદિર (ઈ. સ. અગિયારમી કે બારમી સદી) : નમૂનેદાર સ્થાપત્યનું પંચાંગી મંદિર. ઘૂમલી(જિ. જામનગર)નું નવલખા મંદિર અગિયારમી-બારમી સદીનાં સૌરાષ્ટ્રનાં મંદિરોમાં એનાં સમૃદ્ધ અને નમૂનેદાર સ્થાપત્યને કારણે અનોખી ભાત પાડે છે. ગુજરાતભરનાં મંદિરોમાં સૌથી વિશાળ જગતી ધરાવતું આ મંદિર 45.72  30.48 મી.ની જગતી પર પૂર્વાભિમુખે ઊભું છે. આ વિશાળ જગતી…

વધુ વાંચો >

નસબનામ-એ-જાડેજા

નસબનામ-એ-જાડેજા : આ ફારસી ગ્રંથ કચ્છના જાડેજા વંશના રાજવીઓનો ઈ. સ. 1819 સુધીનો ઇતિહાસ ધરાવે છે. આ ગ્રંથ ઈ. સ. 1878માં ભુજ પરગણાના વેરાગામના વતની કુંવરજી જાદવજી ઉપાધ્યાયે ગુજરાતી ભાષામાં મૌખિક લખાવ્યો હતો. આ મહત્ત્વના ઇતિહાસનો કચ્છના એ વખતના આસિસ્ટંટ રેસિડન્ટ વૉલ્ટેરના આદેશથી ફારસીમાં તરજુમો કરવામાં આવેલો. આ પુસ્તકની એકમાત્ર…

વધુ વાંચો >

નાહટા, ભંવરલાલ

નાહટા, ભંવરલાલ (જ. 19 સપ્ટેમ્બર 1911, બીકાનેર; અ. 11 ફેબ્રુઆરી 2002, કૉલકાતા) : જૈન વાઙ્મય, ઇતિહાસ, ધર્મ અને દર્શનના વિદ્વાન. બીકાનેરના જાણીતા શ્રેષ્ઠી પરિવારમાં જન્મ. પિતા ભૈરુદાનજી અને માતા તીજાદેવી. કાકા અગરચંદજી નાહટા પ્રસિદ્ધ વિદ્વાન. ચૌદ વર્ષની વયે જતનકંવર સાથે લગ્ન. પારસકુમાર અને પદમસિંહ નામે બે પુત્રો અને શ્રીકાંતા અને…

વધુ વાંચો >

નિગમ–આગમ

નિગમ–આગમ : શાક્તતંત્રોમાં વક્તા-શ્રોતાને આધારે પ્રવર્તતા બે પ્રકાર. જ્યાં શાક્ત ઉપાસના જ્ઞાન, આચરણ, વિધિ વગેરેનું નિરૂપણ દેવી કે શિવા કરે છે અને શિવ શિષ્યની માફક તે બોધ સાંભળે છે, સમજે છે અને શીખે છે તેને ‘નિગમ’ કહેવામાં આવે છે, જ્યારે વક્તા સ્વયં શિવ હોય અને શિવા સાંભળતાં હોય એવું શાક્તતંત્ર…

વધુ વાંચો >