પ્રમોદ રતિલાલ શાહ
ત્વચાકસોટી
ત્વચાકસોટી (skin test) : સૂક્ષ્મજીવજન્ય (microbial) રોગોના નિદાન માટે અને/અથવા મનુષ્યમાં તે (તે રોગો) સામે પ્રતિકારશક્તિ કેવી છે તેની ચકાસણી માટે કરવામાં આવતી કસોટી. આ કસોટીમાં રોગકારક શુદ્ધ સૂક્ષ્મજીવોનું સંવર્ધન અથવા સૂક્ષ્મજીવોએ ઉત્પન્ન કરેલ. વિષદ્રવ્ય અંત:ક્ષેપન દ્વારા પ્રતિજન (antigen) તરીકે પ્રવાહી સ્વરૂપે ચામડીમાં દાખલ કરવામાં આવે છે. અંત:ક્ષેપન કરેલ જગ્યાએ…
વધુ વાંચો >ત્વચારોગકારક ફૂગ
ત્વચારોગકારક ફૂગ (dermatophytes) : મનુષ્યમાં ચામડીના રોગો ઉપજાવતી ફૂગ. અપૂર્ણ પ્રકારની આ ફૂગ(fungi impefecti)નો સમાવેશ મોનિલિએસી કુળમાં કરવામાં આવ્યો છે. તે જમીનમાં રહે છે અને શરીરની ચામડી, વાળ, નખ વગેરેના સંપર્કમાં આવતાં ખસ, ખરજવું, દાદર જેવા રોગો કરે છે. આ ફૂગથી થતા રોગોનું જૂથ ક્વકજાલજન્ય ત્વચારોગ (dermatomycosis) તરીકે ઓળખાય છે.…
વધુ વાંચો >નીસેરિયા (Neisseria)
નીસેરિયા (Neisseria) : આકારે ગોળ (સહેજ મૂત્રપિંડ જેવા) એવી, બૅક્ટેરિયાની એક પ્રજાતિ. તેમાંના કેટલાક માનવશરીરમાં પ્રવેશીને રોગ ઉત્પન્ન કરે છે. તે હલનચલન કરતા નથી તેમજ બીજાણુ પણ ઉત્પન્ન કરતા નથી. ઑક્સિડેઝ અને કૅટાલેઝ કસોટી હકારાત્મક બતાવે છે. તે પીએચ. 7.4થી 7.6વાળા માધ્યમમાં 37° સે. તાપમાને વૃદ્ધિ પામી શકે છે. આ…
વધુ વાંચો >નોકાર્ડીઆ
નોકાર્ડીઆ : ઍક્ટિનોમાયસિટ્સ જૂથના જીવાણુની પ્રજાતિ. આ પ્રજાતિના જીવાણુ લાંબા, તંતુ આકારના, ફૂગને મળતા હોય છે. તે વાતજીવી છે. તેની વૃદ્ધિ વિભાજન દ્વારા થતી હોવાથી તે આકારમાં દંડાણુ અને ગોલાણુ આકારના બને છે. તે ગ્રામધની છે. જેમની કોષદીવાલમાં નોકાર્ડોમાયકૉલિક ઍસિડ નામનું દ્રવ્ય આવેલું હોય, એવી જાતિઓ ઍસિડપ્રતિકાર (acid fast) કરતી…
વધુ વાંચો >ન્યૂક્લિયો કૅપ્સિડ
ન્યૂક્લિયો કૅપ્સિડ : ન્યૂક્લીઇક ઍસિડ અને તેની ફરતે આવેલું પ્રોટીનનું બનેલું વિષાણુનું રક્ષણાત્મક કવચ (capsid). વિષાણુની આ વિશિષ્ટ રચનાને ‘ન્યૂક્લિયો કૅપ્સિડ’ કહે છે. વિષાણુ માત્ર ન્યૂક્લિયો કૅપ્સિડનું બનેલું હોય છે. સંપૂર્ણપણે વિકસિત એવા વિષાણુના ન્યૂક્લિયો કૅપ્સિડને ‘વિરિયૉન’ કહે છે. કેટલાંક વિરિયૉનમાં કૅપ્સિડની ફરતે એક વધારાનું આવરણ આવેલું હોય છે, જેને…
વધુ વાંચો >ન્યૂમોકોકસ
ન્યૂમોકોકસ : મનુષ્યમાં મુખ્યત્વે ગળા અને શ્વાસનળીના ન્યુમોનિયા તેમ જ ફેફસાના લોબર ન્યુમોનિયા રોગ ઉત્પન્ન કરતો જીવાણુ. વૈજ્ઞાનિક નામ સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિ. પહેલાં આ જીવાણુ ડિપ્લોકોકસ ન્યુમોનિ તરીકે જાણીતો હતો. આ જીવાણુની શોધ 1881માં પાશ્ચર અને સ્ટનબર્ગે કરી. લૅક્ટોબૅસિલેસી કુળની સ્ટ્રેપ્ટોકોક્સ પ્રજાતિનો આ જીવાણુ ગ્રામધની(gram positive) ગ્રામ પૉઝિટિવ હોય છે. તેનો…
વધુ વાંચો >પ્રજીવ (protozoa)
પ્રજીવ (protozoa) માત્ર એક સસીમકેન્દ્રી કોષ(eukaryote)નું બનેલું શરીર ધરાવતાં સૂક્ષ્મજીવી પ્રાણીઓનો સમૂહ. સામાન્યપણે તેમને એકકોષી સજીવો તરીકે ઓળખવામાં આવે છે; પરંતુ પ્રારૂપિક પ્રાણીકોષની જેમ તે માત્ર એક જ વિશિષ્ટ કાર્ય કરવાને બદલે, શરીરની તમામ દેહધાર્મિક ક્રિયાઓનું સંચાલન કરે છે. આ કારણસર ઘણા વિજ્ઞાનીઓ પ્રજીવને અકોષીય (acellular) કહે છે. અત્યાર સુધીમાં…
વધુ વાંચો >ફૂગ
ફૂગ ક્લૉરોફિલરહિત, સુકોષકેન્દ્રી (cukaryotic), એકકોષી અથવા બહુકોષી, ઘણુંખરું તંતુમય સુકાય (thallus) ધરાવતા, મૃતોપજીવી (saprobes) કે પરોપજીવી (parasites) બીજાણુધારક સજીવો. તે બહુ થોડા અપવાદો બાદ કરતાં સૅલ્યુલોસ અથવા કાઇટિનની અથવા બંનેની કે અન્ય કાર્બોદિતોની બનેલી કોષદીવાલ ધરાવે છે. મિસિતંતુ (mycelium) : તેનો સુકાય આધારતલમાં બધી દિશામાં ફેલાતા જાલમય બહુશાખિત તંતુઓનો બનેલો…
વધુ વાંચો >ફૂગનાશકો (fungicides)
ફૂગનાશકો (fungicides) : ફૂગનો નાશ કરતાં આર્થિક અગત્યનાં રસાયણો. આ ફૂગનાશકો મુખ્યત્વે વનસ્પતિ-રોગ-નિયંત્રણ માટે વપરાતાં હોય છે. વનસ્પતિ-રોગ-નિયંત્રણમાં વપરાતાં વિવિધ રસાયણો કાર્બનિક કે અકાર્બનિક પ્રકારનાં હોય છે. દરેકની સૂક્ષ્મજીવનાશક કાર્યપદ્ધતિ જુદી જુદી હોય છે. કેટલાંક રસાયણો સૂક્ષ્મ જીવને જરૂરી ઉત્સેચકોને નિષ્ક્રિય કરી, ચયાપચયની અગત્યની ક્રિયામાં અવરોધ ઊભો કરી, તેમનો નાશ…
વધુ વાંચો >ફૉસ્ફેટેઝ કસોટી (phosphatase test)
ફૉસ્ફેટેઝ કસોટી (phosphatase test) : દૂધ બરાબર પાશ્ર્ચરિત થયું છે કે નહિ તેમજ પાશ્ચરિત કરેલા દૂધમાં ફરી કાચું દૂધ ઉમેરાઈ ગયું છે કે કેમ તેની તપાસ માટે કરવામાં આવતી કસોટી. પશુની દૂધગ્રંથિમાં ફૉસ્ફેટેઝ ઉત્સેચકનો સ્રાવ થતો હોય છે. આ ઉત્સેચક ફૉસ્ફૉરિક ઍસિડના ક્ષારોનું જળ-વિઘટન (hydrolysis) કરતા હોય છે. આ ઉત્સેચકના…
વધુ વાંચો >