ત્વચારોગકારક ફૂગ (dermatophytes) : મનુષ્યમાં ચામડીના રોગો ઉપજાવતી ફૂગ. અપૂર્ણ પ્રકારની આ ફૂગ(fungi impefecti)નો સમાવેશ મોનિલિએસી કુળમાં કરવામાં આવ્યો છે. તે જમીનમાં રહે છે અને શરીરની ચામડી, વાળ, નખ વગેરેના સંપર્કમાં આવતાં ખસ,  ખરજવું, દાદર જેવા રોગો કરે છે. આ ફૂગથી થતા રોગોનું જૂથ ક્વકજાલજન્ય ત્વચારોગ (dermatomycosis) તરીકે ઓળખાય છે.

આ ફૂગની અગત્યની પ્રજાતિઓમાં એપિડર્મોફાયટોન; માઇક્રોસ્પોરમ; ટ્રાયકોફાયટોન; કેન્ડિડા વગેરે ગણાવી શકાય. વિવિધ ત્વચારોગકારક ફૂગથી થતા રોગ વિશેની માહિતી નીચેના કોઠામાં આપેલી છે :

ફૂગનું નામ રોગનું નામ રોગનું ટૂંકું વર્ણન
1. ઍપિડરમો ફાયટોન

ફ્લોકોસમ

એથેલેટ્રસ ફૂટ પગનાં અંગૂઠાના નખ અને

ચામડી પરનો ચેપ

2. માઇક્રોસ્પોરમ કેનિસ ટીનિયા કેપિટિસ બાળકોને ચામડી પર થતો

રોગ

3. ટ્રાઇકોફાયટોન રુબ્રુમ દાદર માથાના વાળ,ચામડી, નખ

વગેરે પર થતો ભીંગડાંનો

રોગ

4. કેન્ડિડા આલ્બીકન્સ કેન્ડિયાસીસ ચામડી, સ્નિગ્ધ ત્વચા,

યોનિ-ત્વચા પર થતો રોગ.

ત્વચારોગકારક ફૂગ પ્રયોગશાળામાં તૈયાર  કરેલ સંવર્ધન માધ્યમ પર વૃદ્ધિ દરમિયાન વિવિધ અલિંગી બીજાણુ (conidia) પ્રક્રિયા કરે છે જે ફૂગની ઓળખ માટે મદદરૂપ હોય છે.

પ્રમોદ રતિલાલ શાહ