ત્વચાકસોટી (skin test) : સૂક્ષ્મજીવજન્ય (microbial) રોગોના નિદાન માટે અને/અથવા મનુષ્યમાં તે (તે રોગો) સામે પ્રતિકારશક્તિ કેવી છે તેની ચકાસણી માટે કરવામાં આવતી કસોટી.

આ કસોટીમાં રોગકારક શુદ્ધ સૂક્ષ્મજીવોનું સંવર્ધન અથવા સૂક્ષ્મજીવોએ ઉત્પન્ન કરેલ. વિષદ્રવ્ય અંત:ક્ષેપન દ્વારા પ્રતિજન (antigen) તરીકે પ્રવાહી સ્વરૂપે ચામડીમાં દાખલ કરવામાં આવે છે.

અંત:ક્ષેપન કરેલ જગ્યાએ 18થી 72 કલાકમાં લાલ ચકામું દેખાય તો કસોટી હકારાત્મક ગણવામાં આવે છે. હકારાત્મક કસોટીથી દર્દીને આ રોગ થયો હોવાનું નિદાન થાય છે.

વિવિધ રોગો માટે ઉપયોગમાં લેવાતી ત્વચાકસોટીઓ

  રોગનું નામ રોગકારક સૂક્ષ્મજીવ ત્વચાકસોટી
1 ક્ષય માયક્રોબૅક્ટેરિયમ ક્ષય ટ્યૂબરક્યુલિન કસોટી
2 રક્તપિત્ત માયક્રોબેક્ટેરિયમ લેપ્રી લેપ્રોમિન કસોટી

(લેપ્રોપિન-લેપ્રસી વાળા

દર્દીની પેશીનો અર્ક)

3 બ્રુસેલોસિસ બ્રુસેલા એબોર્ટસ બ્રુસેલર્જિન કસોટી

તથા અન્ય જાતિ

4 હિસ્ટોપ્લાઝમોસિસ

(ફેફસાંનો રોગ)

હિસ્ટોપ્લાઝમા

કૅપ્સુલેટમ (ફૂગ)

હિસ્ટોપ્લાસ્મિન કસોટી
5 કાલાઝાર લાઇસમેનિયા ડોનોવાની લાઇસેમિન કસોટી

તથા અન્ય જાતિ (પ્રજીવ)

6 સ્કાર્લેટ ફીવર સ્ટ્રૅપ્ટોકોકસ પાયોજિનસ ડીક કસોટી
7 ડિફ્થેરિયા કોરિનબૅક્ટેરિયમ ડિફ્થેરી સીક કસોટી
8 લીમ્ફોગ્રેન્યુલોમા

વિનરમ

(જાતીય રોગ)

ક્લેમેડીઆ ટ્રેકોમેટીસ ફ્રી કસોટી

ઍલર્જીની તપાસમાં પણ ત્વચાકસોટી થાય છે.

પ્રમોદ રતિલાલ શાહ