પ્રભુદયાલ શર્મા
રગ્બી
રગ્બી : એક પાશ્ચાત્ય રમત. રગ્બી રમતને ‘રગ્બી ફૂટબૉલ’ પણ કહેવામાં આવે છે. આ રીતે રગ્બી રમતનો ઇતિહાસ ફૂટબૉલની રમત જેટલો જ જૂનો છે. આ રમતની શરૂઆત રોમન લોકોની ‘દારપસ્ટમ’ રમતમાંથી થઈ છે. રગ્બી રમતમાં ખેલાડી પગ ઉપરાંત હાથનો પણ ઉપયોગ કરી શકે છે તેથી પ્રેક્ષકો માટે તે ખૂબ જ…
વધુ વાંચો >રફાલ, નડાલ
રફાલ, નડાલ (જ. 3 જૂન 1986, મેનેકોર, મેજોર્કા) : સ્પેનના મહાન ટેનિસ-ખેલાડી. તેમણે સતત અને સખત મહેનત કરીને રોજર ફેડરરને પાછળ રાખી 18 ઑગસ્ટ, 2008ના રોજ ટેનિસ-જગતના ‘વર્લ્ડ નંબર વન’ ખેલાડી બન્યા હતા; એટલું જ નહિ, પણ 2008ની બેઇજિંગ ઑલિમ્પિક્સમાં ભાગ લઈ ચૅમ્પિયન બન્યા હતા. 2008માં તેઓ પ્રથમ વાર ‘વિમ્બલ્ડન…
વધુ વાંચો >રંગાસ્વામી કપ
રંગાસ્વામી કપ : હૉકીમાં પુરુષ-ખેલાડીઓને રાષ્ટ્રીય ચૅમ્પિયન બનવા બદલ આપવામાં આવતો કપ. આ કપની શરૂઆત 1928માં કરવામાં આવી હતી. ઇન્ડિયન હૉકી ફેડરેશનની સ્થાપના 7 નવેમ્બર 1925ના રોજ ગ્વાલિયર મુકામે કરવામાં આવી હતી. દેશમાં પુરુષોની હૉકીમાં સર્વશ્રેષ્ઠ ટીમ કઈ છે તે જાણવા માટે તેમજ દેશમાં હૉકી-રમતનો વિકાસ થાય તે દૃષ્ટિએ રાષ્ટ્રીય…
વધુ વાંચો >રાજશ્રી, રાજકુમારી
રાજશ્રી, રાજકુમારી (જ. 5 જૂન 1953, બીકાનેર, રાજસ્થાન) : બીકાનેરના મહારાજા ડૉ. કર્ણસિંહનાં સુપુત્રી. તેમના પિતા મહારાજા ડૉ. કર્ણસિંહ નિશાનબાજી(શૂટિંગ)માં વિશ્વવિખ્યાત ખેલાડી હતા; એટલું જ નહિ, પણ તેમણે પાંચ ઑલિમ્પિક્સમાં નિશાનબાજીમાં ભારતનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. આ રીતે રાજશ્રી રાજકુમારીનો જન્મ શૂટિંગ-પ્રિય રાજઘરાનામાં થયો હતો અને તેથી જ જ્યારે રાજશ્રી…
વધુ વાંચો >રાજા, ભલીન્દ્રસિંઘ
રાજા, ભલીન્દ્રસિંઘ : ભારતમાં ઑલિમ્પિક ચળવળને પ્રોત્સાહન આપનાર તથા રમતગમતના સફળ આયોજક. 1960માં તેઓ ભારતીય ઑલિમ્પિક સંઘ(Indian Olympic Association)ના પ્રમુખ ચૂંટાયા હતા અને વર્ષો સુધી પ્રમુખ તરીકે તેમણે ભારતમાં ઑલિમ્પિક રમતોત્સવ પ્રતિ સદ્ભાવના જાગ્રત થાય તે માટેના પ્રયત્નો કર્યા હતા. રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ ‘ઑલિમ્પિક ભાવના’ વિકસાવવાના ફળસ્વરૂપે તેમની આંતરરાષ્ટ્રીય…
વધુ વાંચો >રામમૂર્તિ
રામમૂર્તિ (જ. 1878, વીરઘટ્ટમ, આંધ્રપ્રદેશ; અ. 1938) : વિશ્વની મહાન શક્તિશાળી વ્યક્તિઓમાંની એક. રામમૂર્તિ જેટલી શક્તિ ધરાવનાર વ્યક્તિઓ વર્ષોમાં નહિ, પરંતુ યુગોમાં એકાદ જન્મે છે. એમના શરીરમાં અદભુત શક્તિ હતી; દા.ત., તેઓ પોતાની છાતી પર હાથી ઊભો રાખી શકતા હતા; ચાલતી મોટર રોકી શકતા હતા; ઊભી રહેલી ટ્રેન જવા નહોતા…
વધુ વાંચો >રામાનુજન કપ
રામાનુજન કપ : ટેબલટેનિસ રમતમાં શ્રેષ્ઠ દેખાવ કરવા બદલ એનાયત કરવામાં આવતો કપ. આ કપ ખૂબ જ પ્રતિષ્ઠિત છે. ટેબલટેનિસ બંધ ઓરડામાં રમાતી વિશ્વની ખૂબ જ લોકપ્રિય રમત છે અને અત્યારે તો આ રમતને ઑલિમ્પિક્સમાં પણ સ્થાન પ્રાપ્ત થયું છે. ટેબલટેનિસની રમત ભાઈઓ તથા બહેનો મનોરંજન માટે તેમજ સ્પર્ધા માટે…
વધુ વાંચો >રૂપસિંઘ
રૂપસિંઘ (જ. 8 સપ્ટેમ્બર 1910; અ. 16 ડિસેમ્બર 1977) : ભારતીય હૉકીના મહાન ખેલાડી તથા ‘હૉકીના જાદુગર’, ધ્યાનચંદના નાના ભાઈ. રૂપસિંઘને આજે પણ વિશ્વના શ્રેષ્ઠ ‘ઇનસાઇડ-લેફ્ટ-ફૉરવર્ડ’ ખેલાડી ગણવામાં આવે છે. બંને ભાઈઓ વચ્ચે ખૂબ જ તાલમેળ હોવાથી આજે પણ હૉકીમાં ધ્યાનચંદ અને રૂપસિંઘની જોડીને અમર ગણવામાં આવે છે. 1932માં લૉસ…
વધુ વાંચો >રોવર્સ કપ
રોવર્સ કપ : ફૂટબૉલ માટેનો ખૂબ જ લોકપ્રિય રાષ્ટ્રીય કક્ષાનો કપ. આ કપની શરૂઆત 1891માં થઈ હતી. પ્રથમ રોવર્સ કપ જીતવાનું શ્રેય પ્રથમ બટૅલિયન વૉર્સેસ્ટર રેજિમેંટને જાય છે. આજે તો રોવર્સ કપની પ્રતિષ્ઠા ફૂટબૉલમાં રાષ્ટ્રીય કક્ષાની ‘સંતોષ ટ્રોફી’ જેવી છે. દર વર્ષે રમાતી આ ટ્રોફી જીતવા માટે સમગ્ર દેશની ફૂટબૉલ…
વધુ વાંચો >લક્ષ્મીબાઈ કૉલેજ ઑવ્ ફિઝિકલ એજ્યુકેશન, ગ્વાલિયર
લક્ષ્મીબાઈ કૉલેજ ઑવ્ ફિઝિકલ એજ્યુકેશન, ગ્વાલિયર : એશિયા ખંડની મોટામાં મોટી શારીરિક શિક્ષણની તાલીમ સંસ્થા. આ સંસ્થાની શરૂઆત ઑગસ્ટ 1957માં ગ્વાલિયરમાં થઈ હતી. એટલે કે જ્યારે ભારતમાં 1857માં થયેલ ‘સ્વાતંત્ર્ય-સંગ્રામ’ની શતાબ્દીની ઉજવણી થતી હતી તે સમયે આ સંસ્થા સ્થપાઈ હતી. ભારતનાં મહાન વીરાંગના મહારાણી લક્ષ્મીબાઈનું મૃત્યુ ગ્વાલિયરમાં થયું હતું અને…
વધુ વાંચો >