નીલા ઉપાધ્યાય
સક્રિયકૃત આપંક પ્રક્રમ
સક્રિયકૃત આપંક પ્રક્રમ (activated sludge process) : મલિન જળનો નિકાલ કરતાં પહેલાં તેની માવજત કરવાની પદ્ધતિ. મલિન જળની માવજત માટે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે; જેમાં પ્રાથમિક, દ્વિતીયક અને અંતિમ માવજત-પદ્ધતિઓનો સમાવેશ થાય છે. સક્રિયકૃત આપંક પ્રક્રમ દ્વિતીયક માવજત-પદ્ધતિનો પ્રકાર છે. આ પ્રક્રમમાં મલિન જળને પ્રાથમિક ઠારણ બાદ હવા-ટાંકીમાંથી પસાર…
વધુ વાંચો >સમૃદ્ધીકરણ પદ્ધતિ
સમૃદ્ધીકરણ પદ્ધતિ : સૂક્ષ્મજીવોના સંવર્ધન કે ઓળખ માટે સંતૃપ્ત માધ્યમ તૈયાર કરવાની પદ્ધતિ. આ પદ્ધતિનો ઉપયોગ કુદરતમાં જટિલ મિશ્રણમાં રહેલા વિવિધ પ્રકારના સૂક્ષ્મજીવોના અલગીકરણ અને અભ્યાસ માટે થાય છે. સમૃદ્ધીકરણ પદ્ધતિની શોધ સરગેઈ વિનોગ્રાડ્સ્કી (Sergei Winogradsky) અને માર્ટિનસ વિલિયમ બેઇજરિંક (Martinus Willium Beijerinch) નામના વૈજ્ઞાનિકોએ કરી હતી. તેઓ માઇક્રોબિયલ ઇકૉલૉજીના…
વધુ વાંચો >સહાયક (Helper/adjuvant)
સહાયક (Helper/adjuvant) : પ્રતિજન (antigen) સાથે શરીરમાં દાખલ કરવામાં આવતા યજમાનની રોગપ્રતિકારકતા વધારનારો એક પ્રકારનો પદાર્થ. આવા સહાયકો પ્રતિજનની પ્રતિદ્રવ્ય (antibody) ઉત્પન્ન કરવાની ક્ષમતા ઓછી હોય અથવા પ્રતિજનની અલ્પપ્રાપ્યતા હોય ત્યારે ખાસ વપરાય છે. આવા પદાર્થોનો ઉપયોગ મુખ્યત્વે રોગપ્રતિકારકતા વધારવા માટે કરવામાં આવે છે. હાલમાં અનેક પ્રકારના સહાયકો ઉપલબ્ધ છે.…
વધુ વાંચો >સંખ્યાત્મક વર્ગીકરણ
સંખ્યાત્મક વર્ગીકરણ : જીવાણુઓના વર્ગીકરણની એક પદ્ધતિ. આ પદ્ધતિની શોધ માઇકેલ એડેન્સન નામના વૈજ્ઞાનિકે કરી હતી. તેથી આ પદ્ધતિને ‘એડેન્સોનિયલ વર્ગીકરણ પદ્ધતિ’ પણ કહેવામાં આવે છે. આ પદ્ધતિમાં જેમનું વર્ગીકરણ કરવાનું છે તે જીવાણુઓનાં ઓછામાં ઓછાં 100થી 200 લક્ષણોનો અભ્યાસ કરવામાં આવે છે અને જીવાણુના અભિવ્યક્ત થતા દરેક લક્ષણ પર…
વધુ વાંચો >સી.ઓ.ડી. (કેમિકલ ઑક્સિજન ડિમાન્ડ)
સી.ઓ.ડી. (કેમિકલ ઑક્સિજન ડિમાન્ડ) : મલિન જળમાં રહેલા સકાર્બનિક અને અકાર્બનિક પદાર્થોના સંપૂર્ણ ઉપચયન માટે જરૂરી ઑક્સિજન-પ્રમાણ. મલિન જળમાં અનેક પ્રકારની અશુદ્ધિઓ રહેલી હોય છે. તેમાં મુખ્યત્વે કાર્બનિક અને અકાર્બનિક પદાર્થો તથા સૂક્ષ્મજીવોનો સમાવેશ થાય છે. તેથી આવા મલિન જળનો કોઈ પણ પ્રકારની માવજત વિના નિકાલ કરવામાં આવે તો વાતાવરણ…
વધુ વાંચો >સુપોષણ (Eutrophication)
સુપોષણ (Eutrophication) : દૂષિત પદાર્થોને કારણે જલાવરણમાં પોષક દ્રવ્યોની માત્રાના અતિરેકથી લીલ/સેવાળ વગેરેની નિરંકુશ અતિવૃદ્ધિ થતાં જલ-નિવસનતંત્રમાં ઉદભવતી વિકૃત પરિસ્થિતિ. નિસર્ગમાં આ પરિસ્થિતિ ચાલતી રહે છે; પરંતુ મનુષ્ય દ્વારા નિસર્ગ સાથે થતા હસ્તક્ષેપને કારણે અને પ્રદૂષણમાં થતા વધારાને કારણે સુપોષણની પ્રક્રિયા વધી રહી છે. કુદરતી પ્રક્રિયાને પરિણામે સરોવર તથા નદીના…
વધુ વાંચો >સેલ્યુલોઝ (સૂક્ષ્મજીવવિજ્ઞાન)
સેલ્યુલોઝ (સૂક્ષ્મજીવવિજ્ઞાન) : કુદરતમાં વિપુલ પ્રમાણમાં પ્રાપ્ત થતો કાર્બનિક પદાર્થ. તે ગ્લુકોઝ એકમોનો બનેલો હોઈ તેના એક અણુમાં 2000થી 15,000 જેટલા ગ્લુકોઝના એકમો હોય છે. તેનો અણુભાર 2 લાખથી 24 લાખ ડાલ્ટન જેટલો હોય છે. સામાન્ય રીતે સેલ્યુલોઝ પર સૂક્ષ્મજીવો કે ઉત્સેચકોની અસર થતી નથી; તેમ છતાં એવા સૂક્ષ્મજીવો અને…
વધુ વાંચો >સ્ટેનલી વેન્ડલ મેરેડીથ
સ્ટેનલી, વેન્ડલ મેરેડીથ (જ. 16 ઑગસ્ટ 1904, રીજવીલે, ઇન્ડિયાના, યુ.એસ.; અ. 15 જૂન 1971, સાલામાન્કા, સ્પેન) : અમેરિકન જીવવૈજ્ઞાનિક, વિષાણુ વૈજ્ઞાનિક તથા નોબેલ પારિતોષિક વિજેતા. વેન્ડલ મેરેડીથ સ્ટેનલી રીજવીલે, ઇન્ડિયાનામાં જન્મેલા સ્ટેનલીએ રસાયણવિજ્ઞાનમાં બી.એસસી. ડિગ્રી રીચમન્ડ, ઇન્ડિયાનાની અર્લહામ કૉલેજમાં મેળવી. ત્યાર બાદ યુનિવર્સિટી ઑવ્ ઇલિનૉયમાં 1927માં M.S. (એમ.એસ.) અને 1929માં…
વધુ વાંચો >સ્ટેફાયલોકોકસ
સ્ટેફાયલોકોકસ : જીવાણુઓની એક પ્રજાતિ. આ જીવાણુઓ ગ્રામઋણી ગોલાણુ છે. તેમનો વ્યાસ 1થી 2 માઇક્રોન (m) (1 મિલિમીટરનો 10–3મો ભાગ) છે. તેઓ હલનચલન કરી શકતા નથી અને ઝૂમખામાં રહે છે. (‘સ્ટેફાયલોકોકસ’નો અર્થ દ્રાક્ષનું ઝૂમખું થાય છે.) આ જીવાણુઓ ક્રમાનુસાર ત્રણ વખત સપાટી સાથે કાટખૂણે વિભાજન પામે છે અને સંતતિ જીવાણુઓ…
વધુ વાંચો >સ્પિરિલમ (spirillum)
સ્પિરિલમ (spirillum) : દૃઢ સર્પિલ આકારના જીવાણુ. સ્પિરિલમ કુંતલ આકારના, 1.4થી 1.7 માઇક્રોન વ્યાસ ધરાવતા અને 14થી 60 માઇક્રોન લંબાઈ ધરાવતા ગ્રામઋણી જીવાણુઓ છે. તેમાં કોષના એક અથવા બંને છેડે 10થી 30 કશાના ઝૂમખા રૂપે હોય છે, જેના દ્વારા તે પ્રચલન કરે છે. આ જીવાણુને અંધકારક્ષેત્ર માઇક્રોસ્કોપી અથવા ફેઝ કૉન્ટ્રાસ્ટ…
વધુ વાંચો >