નાટ્યકલા

રૂપકસંઘ

રૂપકસંઘ (સ્થાપના : 1944) : અમદાવાદની 1940ના દાયકાની એક મહત્વની નાટ્યમંડળી. અમદાવાદના કેટલાક અગ્રણી સંસ્કારસેવકોએ નાટ્યકલાના ઉત્કર્ષ માટે આ સંસ્થા સ્થાપી હતી. ધનંજય ઠાકર, ધીરુભાઈ ઠાકર, વિષ્ણુપ્રસાદ જોશી, સૂર્યકાન્ત શાહ, જીવણલાલ શાહ, પ્રદ્યુમ્ન ભટ્ટ વગેરે તેના સ્થાપક સભ્યો હતા. આ સંસ્થાની વિશેષતા એ હતી કે તેના સભ્યોના ત્રણ વર્ગ પાડેલા…

વધુ વાંચો >

રૅટિગન, ટેરન્સ મર્વિન (સર)

રૅટિગન, ટેરન્સ મર્વિન (સર) (જ. 10 જૂન 1911, લંડન; અ. 30 નવેમ્બર 1977, હેમિલ્ટન, બર્મૂડા) : લોકપ્રિય બ્રિટિશ નાટ્યકાર. પિતા રાજદ્વારી નોકરીમાં. શિક્ષણ હૅરો અને ટ્રિનિટી કૉલેજ, ઑક્સફર્ડમાં. 25 વર્ષની વયે તેમનું પ્રતિષ્ઠિત પ્રહસન, ‘ફ્રેન્ચ વિધાઉટ ટિયર્સ’ (1936) વેસ્ટ એન્ડ થિયેટરમાં ભજવાયેલું. ‘વ્હાઇલ ધ સન શાઇન્સ’ (1943) પણ તેમનું પ્રસિદ્ધ…

વધુ વાંચો >

રેડગ્રેવ, સર માઇકલ (સ્કુડામોર્ડ)

રેડગ્રેવ, સર માઇકલ (સ્કુડામોર્ડ) (જ. 20 માર્ચ 1908, બ્રિસ્ટલ, ઇંગ્લૅન્ડ; અ. 21 મે 1985, ડેનહામ, બકિંગહામશાયર) : બ્રિટિશ રંગમંચ અને ફિલ્મના અભિનેતા. કેમ્બ્રિજ ખાતે અભ્યાસ. પહેલાં શિક્ષક બન્યા. 1934માં તેમણે લિવરપૂલ પ્લેહાઉસ ખાતે અભિનય કારકિર્દી શરૂ કરી. તે પછી નૅશનલ થિયેટરમાં જોડાયા અને ત્યાં હૅમ્લેટ, લિયર, અંકલ વેન્યા અને મિ.…

વધુ વાંચો >

રેડિયો સિટી મ્યૂઝિક હૉલ – અમેરિકા

રેડિયો સિટી મ્યૂઝિક હૉલ, અમેરિકા : વિશ્વનું સૌથી મોટું ઇનડૉર થિયેટર. તેમાં 6,000 બેઠકો છે. 1932માં તે ન્યૂયૉર્ક સિટીના રૉકફેલર સેન્ટરમાં ખુલ્લું મુકાયું હતું. આ થિયેટરની ડિઝાઇન, સેન્ટરના સ્થપતિઓની ટુકડીઓના સહયોગથી ડૉનલ્ડ ડેસ્કીએ તૈયાર કરી હતી. તેનું વિશાળ સ્ટેજ (44 × 21 મી.) તમામ પ્રકારની ટૅકનિકલ પ્રયુક્તિઓથી સુસજ્જ કરાયું છે. થિયેટર…

વધુ વાંચો >

રૈના, એમ. કે.

રૈના, એમ. કે. (જ. 1950) : મૂળે કાશ્મીરી અને હિન્દી થિયેટરના જાણીતા નટ-દિગ્દર્શક. રાષ્ટ્રીય નાટ્ય સંસ્થા (નૅશનલ સ્કૂલ ઑવ્ ડ્રામા), નવી દિલ્હીના 1970ના સ્નાતક. તેમણે અત્યાર સુધીમાં લગભગ સોએક નાટકોમાં અભિનય અને દિગ્દર્શન કર્યાં છે, જેમાં ‘કબીરા ખડા બાઝાર મેં’, ‘પરાઈ કૂખ’, ‘કભી ના છોડેં ખેત’, ‘અંધા યુગ’ વગેરેનો સમાવેશ…

વધુ વાંચો >

રોબસન, પૉલ (બ્સ્ટીલ)

રોબસન, પૉલ (બ્સ્ટીલ) (જ. 1898, પ્રિન્સટન, ન્યૂ જર્સી; અ. 1976) :  પ્રસિદ્ધ ગાયક અને અભિનેતા. પ્રારંભમાં તેમને અમેરિકાના ‘બાર’ ખાતે પ્રવેશ મળ્યો હતો; પરંતુ 1921માં ન્યૂયૉર્ક શહેરમાં તેમણે રંગભૂમિ-કારકિર્દીનો પ્રારંભ કર્યો. 1922માં તેમણે બ્રિટનની રંગભૂમિ પર અભિનય આપ્યો. આફ્રિકન-અમેરિકન અભિનેતા તરીકે તેમને જે સફળતા મળી તેવી અને તેટલી લોકચાહના તેમને…

વધુ વાંચો >

રૉય, તરુણ

રૉય, તરુણ (જ. 1927; અ. 1988) : બંગાળી નાટ્યકાર, નટ અને દિગ્દર્શક. બંગાળમાં મુક્તાકાશ (open air) થિયેટરની જગ્યા અને એ પ્રકારની નાટ્ય-રજૂઆતોની પ્રણાલીમાં બાદલ સરકાર ઉપરાંત અનેક થિયેટરો અને નામો સંકળાયેલાં છે, તેમાં તરુણ રૉયનું નામ પણ આવે. જોકે તરુણ રૉયે મુક્તાંગણ સૌવાનિકનાં મુક્તાકાશી નાટ્યનિર્માણો ઉપરાંત નાના પ્રેક્ષકગણ માટેની રંગભૂમિ…

વધુ વાંચો >

રૉયલ નાટક મંડળી (1919થી 1929)

રૉયલ નાટક મંડળી (1919થી 1929) : ગુજરાતી વ્યવસાયી રંગભૂમિની નામાંકિત નાટ્યસંસ્થા. મહાશંકર વેણીશંકરે ભટ્ટે 1919માં મુંબઈના એડ્વર્ડ થિયેટરમાં તે શરૂ કરી હતી. કવિ મૂળશંકર હરિનંદ મૂલાણી-રચિત નાટકો ‘ભાગ્યોદય’ (1919), ‘એક જ ભૂલ’ (1920), ‘કોકિલા’ (1926) તથા કવિ જામન-લિખિત ‘ભૂલનો ભોગ’ (1921), ‘સોનેરી જાળ’ (1922), ‘એમાં શું ?’, ‘રાજરમત’ (1923), ‘એ…

વધુ વાંચો >

રૉસીની, જ્યૉઆકિનો ઍન્તોનિયો (Rossini, Gioacchino Antonio)

રૉસીની, જ્યૉઆકિનો ઍન્તોનિયો (Rossini, Gioacchino Antonio) (જ. 29 ફેબ્રુઆરી 1792, પેસારો, ઇટાલી; અ. 13 નવેમ્બર 1668, પૅરિસ નજીક પેસી, ફ્રાન્સ) : કૉમિક ઑપેરા માટે પ્રખ્યાત ઇટાલિયન ઑપેરાસર્જક. ગુસેપે રૉસીની (Giuseppe Rossini) નામના ગરીબ ટ્રમ્પેટ-વાદક અને ઑપેરામાં ગૌણ પાત્રો ભજવતી આના ગ્યીદારિની નામની ગાયિકાનો તે પુત્ર. એથી રૉસીનીના બાળપણની શરૂઆત જ…

વધુ વાંચો >

લક્ષ્મીકાન્ત નાટક સમાજ

લક્ષ્મીકાન્ત નાટક સમાજ (1917 થી 1938) : ગુજરાતી વ્યવસાયી રંગભૂમિની જાણીતી મંડળી. ચંદુલાલ હરગોવનદાસ શાહે એની સ્થાપના કરી. નાટ્યલેખક પ્રભુલાલ દ્વિવેદીરચિત નાટકો ‘અરુણોદય’ (1921), ‘માલવપતિ’ (1924), ‘પૃથ્વીરાજ’ (29 એપ્રિલ 1925), ‘સિરાજુદ્દૌલા’ (1926), ‘સમરકેસરી’ (12 જુલાઈ 1933), ‘યુગપ્રભાવ’ (4 ઑગસ્ટ 1934) અને ‘સજ્જન કોણ ?’ (17 જુલાઈ 1936) તથા મણિલાલ ‘પાગલ’નું…

વધુ વાંચો >