નાટ્યકલા
કાકતી, ઉગ્ર
કાકતી, ઉગ્ર (જ. 1945, ગુવાહાતી) : અસમિયા નાટ્યકાર. ગૌહતી વિશ્વવિદ્યાલયમાં જ અંગ્રેજી વિષયમાં એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી એમણે પત્રકાર તરીકે કામ કર્યું અને નાટ્યલેખન, દિગ્દર્શન અને અભિનયન પણ સાથે સાથે કર્યું. તેમની વિશેષતા રંગમંચ પર સફળ થાય એવાં ‘ઍબ્સર્ડ’ નાટકોની રચના છે. એમનાં મુખ્ય નાટકો છે ‘ઇન્ટરવ્યૂ’, ‘પહેલા તારીખ’ અને…
વધુ વાંચો >કાકુ
કાકુ : ઉચ્ચારણનો સાભિપ્રાય લહેકો. એથી વક્તવ્યમાં અર્થપરિવર્તન થાય, કટાક્ષ કે ગુપ્ત અર્થ પ્રગટ થાય કે વેધકતા ઉમેરાય. કાવ્યશાસ્ત્રમાં શબ્દોની વ્યંજનાપ્રવૃત્તિનો તેમજ વ્યાજસ્તુતિ જેવા અલંકારોનો આધાર. નાટ્યશાસ્ત્ર (અ. 17) અનુસાર નાટ્યપાઠનાં સૌંદર્યવિધાયક છ લક્ષણોમાં કાકુ મુખ્ય છે; બાકીનાં પાંચેય તેનું સમર્થન કરે. કાકુ બે પ્રકારનો : નાટ્યપાઠનો અભિધાનો અર્થ વત્તેઓછે…
વધુ વાંચો >કાતરિયું ગેપ
કાતરિયું ગેપ : અદી મર્ઝબાનનું લોકપ્રિય પારસી પ્રહસન. 1954ના અંતમાં અદી મર્ઝબાન અમેરિકાની કૅલિફૉર્નિયાની પેસેડેના અકાદમીમાં અભ્યાસ કરી પરત આવ્યા પછી ભારતીય વિદ્યાભવન કલાકેન્દ્રમાં નાટ્યવિભાગના વડા નિમાયા. ત્યારબાદ તેમણે રજૂ કરેલું ત્રીજું, સહુથી સરસ અને હેતુલક્ષી પ્રહસન હતું. કૉફમૅન હાર્ટનાં બે નાટકો ‘મિ. વૉશિંગ્ટન સ્લેપ્ટ હિયર વન નાઇટ’ના રૂપાંતર ‘પીરોજા…
વધુ વાંચો >કાત્રક, સોરાબજી મહેરવાનજી
કાત્રક, સોરાબજી મહેરવાનજી (જ. 1870; અ. 1929 ?) : ગુજરાતી રંગભૂમિના નટ અને દિગ્દર્શક. તેમના પિતા પારસી ધર્મગુરુ હતા અને તેમની ઇચ્છા સોરાબજીને મોબેદ (ધર્મગુરુ) બનાવવાની હતી. સોરાબજી અભ્યાસમાં મૅટ્રિક સુધી પહોંચી શક્યા નહિ પણ વાચનના ખૂબ શોખીન હતા. શેક્સપિયરનું ‘હૅમ્લેટ’ નાટક તેમણે મોડી રાતે ઘર બહાર ગલીના ફાનસના અજવાળે…
વધુ વાંચો >કાબરાજી, કેખુશરો નવરોજી
કાબરાજી, કેખુશરો નવરોજી (જ. 21 ઑગસ્ટ 1842, મુંબઈ; અ. 25 એપ્રિલ 1904, મુંબઈ) : પારસી પત્રકાર, નાટ્યકાર, દિગ્દર્શક અને સમાજસુધારક. લેખન અને પત્રકારત્વનો બહુ નાની વયે જ પ્રારંભ થયો, જેમાં તેમની સમાજને સુધારવાની ધગશ જોવા મળે છે. ચૌદ વર્ષની વયે ‘મુંબઈ ચાબૂક’ જેવા ચોપાનિયામાં બાળલગ્ન, કજોડાં વગેરે જેવા વિષયો પર…
વધુ વાંચો >કાબુકી નાટ્ય
કાબુકી નાટ્ય : જાપાની નાટ્યપ્રકાર. વાસ્તવિક નિરૂપણ અને શૈલીગત નિરૂપણના સમૃદ્ધ મિશ્રણથી રંજિત સંગીત, નૃત્ય, મૂક અભિનય અને ઝળકાટભર્યા મંચ-સન્નિવેશ અને પરિવેશના અંશોથી સભર છે. અત્યારની જાપાની ભાષામાં આ શબ્દ ત્રણ વર્ણ(alphabets)માં આલેખાય છે, જેમાં ‘કા’ એ ગીત, ‘બુ’ એ નૃત્ય અને ‘કી’ એ ચાતુરી કે ચાતુર્ય (skill) સૂચવે છે.…
વધુ વાંચો >કારંથ, બી. વી.
કારંથ, બી. વી. (જ. 19 સપ્ટેમ્બર 1929, ઉડિપી, કર્ણાટક; અ. 1 સપ્ટોમ્બર 2002 બેંગાલુરુ, કર્ણાટક) : સુપ્રસિદ્ધ ભારતીય નટ, દિગ્દર્શક અને સંગીતજ્ઞ. પૂરૂં નામ બાબુકોડી વેંક્ટરામન કારંથ. નાનપણથી જ નાટકની લગની લાગી હતી એટલે સાવ નાની વયે ઘેરથી ભાગી જઈને બૅંગલોરની ગુબ્બી વિરન્ના નાટક કંપની નામની વિખ્યાત નાટકમંડળીમાં જોડાઈ ગયા.…
વધુ વાંચો >કાર્લોફ, બોરિસ
કાર્લોફ, બોરિસ (જ. 23 નવેમ્બર 1887, લંડન; અ. 2 ફેબ્રુઆરી 1969, મીડહર્સ્ટ, સસેક્સ, ઇંગ્લૅન્ડ) : હૉલીવુડના વિખ્યાત ચલચિત્રઅભિનેતા તથા રંગમંચકલાકાર. મૂળ નામ વિલિયમ હેન્રી પ્રૅટ અથવા ચાર્લ્સ એડ્વર્ડ પ્રૅટ. શિક્ષણ ઓપિંગહામ અને લંડન યુનિવર્સિટી ખાતે. ઇંગ્લૅન્ડના રાજદ્વારી ક્ષેત્રે કારકિર્દી ઘડવાની ઇચ્છા ધરાવતા હતા, પરંતુ 1909માં 21 વર્ષની વયે પ્રથમ કૅનેડા…
વધુ વાંચો >કાલ આજ તે ભાલક (1972)
કાલ, આજ તે ભાલક (1972) : પંજાબી લેખક હરચરણસિંઘનું 1973માં કેન્દ્રીય સાહિત્ય અકાદમી પારિતોષિકપ્રાપ્ત નાટક. પ્રવર્તમાન રાજકીય ભ્રષ્ટાચાર વિશે ગંભીર કટાક્ષવાળું હળવું પ્રહસન. પથભ્રષ્ટ ધાર્મિક ઉપદેશક મહંત ચરણદાસની તમામ ઇચ્છાઓ સ્વપ્નમાં પરિપૂર્ણ થાય છે. તે પ્રધાન બને છે અને ભૌતિક આનંદની તેની એષણા સંતોષે છે. આ નાટકની પશ્ચાદભૂમિકામાં નાટ્યલેખકે લોકનાટ્ય…
વધુ વાંચો >