કાકતી, ઉગ્ર (જ. 1945, ગુવાહાતી) : અસમિયા નાટ્યકાર. ગૌહતી વિશ્વવિદ્યાલયમાં જ અંગ્રેજી વિષયમાં એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી એમણે પત્રકાર તરીકે કામ કર્યું અને નાટ્યલેખન, દિગ્દર્શન અને અભિનયન પણ સાથે સાથે કર્યું. તેમની વિશેષતા રંગમંચ પર સફળ થાય એવાં ‘ઍબ્સર્ડ’ નાટકોની રચના છે. એમનાં મુખ્ય નાટકો છે ‘ઇન્ટરવ્યૂ’, ‘પહેલા તારીખ’ અને ‘આહા’. એ નાટકોમાં એમણે સાંપ્રત જીવનની અસંગતતાઓને કુશળતાથી નિરૂપી છે. એમનાં નાટકો રંગમંચ પર સફળ નીવડ્યાં છે. એમનાં ‘ઇન્ટરવ્યૂ’ અને ‘પહેલા તારીખ’ને રાજ્યસંચાલિત નાટ્યહરીફાઈમાં પારિતોષિક પ્રાપ્ત થયાં છે.

ઈન્દિરા ગોસ્વામી