નગીનભાઈ જીવણલાલ શાહ
ભારતીય તત્વચિંતન
ભારતીય તત્વચિંતન જીવ, જગત અને ઈશ્વર વગેરે મૂળભૂત તત્વો વિશે પ્રાચીન ભારતના લોકોએ કરેલી વિચારણા. તત્વ એટલે બ્રહ્મ અને યાથાર્થ્યની સમજ. બ્રહ્મનો અર્થ ‘મૂળ કારણ’ કરી શકાય. આમ મૂળ કારણ, તેનું સ્વરૂપ, તેનો કાર્યવિસ્તાર, તેની કાર્યકરણપ્રક્રિયા, તેનો કાર્યથી ભેદ કે અભેદ, તેમજ જ્ઞાનનું સ્વરૂપ, તેની ઉત્પત્તિ, વસ્તુને યથાર્થપણે જાણવાનું સામર્થ્ય,…
વધુ વાંચો >માયાવાદ
માયાવાદ : ભારતીય તત્વજ્ઞાનમાં માયાવાદ નામે ઓળખાતો શંકરાચાર્યના કેવલાદ્વૈત વેદાન્તે ઘડેલો સિદ્ધાન્ત. એના પહેલાં સિદ્ધાન્તરૂપે તે જણાતો નથી. અલબત્ત, તેનાં કેટલાંક અંગો, બીજરૂપે પ્રાચીન કાળમાં આ કે તે વિચારધારામાં પ્રાપ્ત થાય છે. વળી, બધાં જ દર્શનો જગત પ્રત્યેની આસક્તિ દૂર કરવાના એક ઉપાય તરીકે જગત અસાર છે, મિથ્યા છે એવી…
વધુ વાંચો >મોક્ષ
મોક્ષ : ભારતીય દર્શનોનો સંસારનાં દુ:ખમાંથી છુટકારા વિશેનો ખ્યાલ. મોક્ષ એટલે મુક્તિ. કોની ? પોતાની (ચેતનની). શેમાંથી ? દુ:ખમાંથી. દુ:ખમુક્તિને મોક્ષ રૂપે સૌ ભારતીય ચિંતકો એકમતે સ્વીકારે છે. પરંતુ મતભેદ એ બાબતે રહ્યો છે કે મોક્ષાવસ્થામાં ચેતનને સુખ હોય છે કે નહિ ? ઉપરાંત, એ પણ વિવાદનો મુદ્દો રહ્યો છે…
વધુ વાંચો >યદૃચ્છાવાદ
યદૃચ્છાવાદ : ભારતીય તત્વજ્ઞાનનો એક મત. જગતના કારણની, વિશ્વવૈચિત્ર્યના કારણની ખોજ કરતાં કેટલાક ભારતીય ચિંતકોએ કર્મવાદના સ્થાને અન્ય વાદોની સ્થાપના કરી. ઉપનિષદોમાં, પાલિ પિટકોમાં અને જૈન આગમોમાં આ વાદોના ઉલ્લેખો છે. આ વાદો છે કાલવાદ, સ્વભાવવાદ, નિયતિવાદ, યચ્છાવાદ, ભૂતવાદ અને પુરુષવાદ. શ્વેતાશ્વતરોપનિષદના મંત્રમાં પણ તે ઉલ્લેખાયેલા છે : काल: स्वभावो…
વધુ વાંચો >યોગદર્શન
યોગદર્શન ભારતીય તત્વજ્ઞાનનાં 6 આસ્તિક દર્શનોમાંનું એક દર્શન. જેમને અવિવેક યા મિથ્યાદર્શનથી મુક્ત થવું છે, જેમને રાગાદિ ક્લેશોથી છૂટવું છે, જેમને કર્મના વિપાકોથી મુક્તિ જોઈએ છે, તેમને માટે મહર્ષિ પતંજલિનું યોગદર્શન અત્યંત ઉપયોગી છે. પતંજલિ ‘યોગ’નો અર્થ ‘ચિત્તવૃત્તિનિરોધ’ કરે છે; પરંતુ સંપ્રજ્ઞાત અવસ્થામાં આલંબન સિવાયના વિષયોની ચિત્તવૃત્તિઓનો નિરોધ અને આલંબન…
વધુ વાંચો >લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર (L. D. Institute of Indology)
લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર (L. D. Institute of Indology) : આગમ પ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજીની પ્રેરણાથી અને અમદાવાદના લાલભાઈ પરિવારના સક્રિય સહયોગથી શ્રેષ્ઠીવર્યશ્રી કસ્તૂરભાઈ લાલભાઈએ સને 1956માં લાલભાઈ દલપતભાઈની સ્મૃતિમાં આ સંસ્થાની સ્થાપના કરી. મુનિશ્રી પુણ્યવિજયજીએ દસ હજાર પ્રાચીન હસ્તપ્રતો અને સાત હજાર અપ્રાપ્ય પુસ્તકો સંસ્થાને શરૂઆતમાં ભેટ આપ્યાં હતાં.…
વધુ વાંચો >