ધર્મ-પુરાણ

સાક્ષાત્કાર

સાક્ષાત્કાર : ઇષ્ટ/આધ્યાત્મિક તત્ત્વની અપરોક્ષ અનુભૂતિ. માનવ પોતાના જીવનમાં કશુંક ઇષ્ટ પામવા ઇચ્છે છે. નિજ સ્વરૂપનું પરિવર્તન ઇચ્છે છે. તે માટે તે વિવિધ સાધનો અપનાવે છે. જીવનમાં ખરેખર પ્રાપ્ત કરવા જેવો જો કોઈ પરમ ઉદ્દેશ હોય તો તે છે પરમ તત્ત્વના સાક્ષાત્કારનો – આધ્યાત્મિક અનુભવના તત્ત્વદર્શનનો. કોઈ પણ સાધનની કૃતાર્થતા…

વધુ વાંચો >

સાક્ષી ગોપાલ

સાક્ષી ગોપાલ  : જગન્નાથપુરીથી 20 કિમી. દૂર આ પ્રસિદ્ધ મંદિર આવેલું છે. મુખ્ય મંદિરના ગર્ભગૃહમાં ગોપાલની મોટી મનોહર મૂર્તિ પ્રતિષ્ઠિત છે. નિકટમાં રાધિકાજીનું મંદિર છે. સાક્ષી ગોપાલ મંદિરને લગતી એક કથા પ્રચલિત છે. એક વૃદ્ધે યાત્રા પ્રસંગે એક યુવાનની સેવા લીધી અને યુવાનની સેવાથી પ્રસન્ન થઈ એને પોતાની દીકરી સાથે…

વધુ વાંચો >

સાધના

સાધના : સાધના એટલે ઇષ્ટ સિદ્ધિ માટેનો અતિત્વરાયુક્ત વ્યાપાર. સામાન્યત: ‘આરાધના’, ‘ઉપાસના’ અને ‘સાધના’ પર્યાય જેવા છે. આરાધનામાં ઇષ્ટને પ્રસન્ન કરવાનો શ્રદ્ધાયુક્ત પ્રયત્ન છે. ઉપાસનામાં ઇષ્ટની વધુ નજીક જવા માટે નવધા ભક્તિ કે વિશેષ ક્રિયાન્વિતિ અપેક્ષિત છે; જ્યારે સાધનાનો પથ અતિ દુર્ગમ છે. આ માટે ગુરુકૃપા, દીક્ષા, દીક્ષાવિધિ પછી ગુરુના…

વધુ વાંચો >

સામાયિક

સામાયિક : જૈનોની છ આવશ્યકોમાંની એક આવશ્યક ક્રિયા. આ સામાયિક ક્રિયાથી સમતાભાવની પ્રાપ્તિ થાય છે. આત્માને કષાયનો અભાવ થાય, રાગ-દ્વેષની પરિણતિ ઓછી થાય તે માટે સામાયિક કરવામાં આવે છે. શ્રાવક અને શ્રાવિકા તે સમયે સર્વ પ્રકારની સંસાર-ભાવના છોડીને આ ક્રિયા કરે છે. શુદ્ધ, પવિત્ર અને જ્ઞાનાદિ ગુણોના વાતાવરણવાળા સ્થળે બે…

વધુ વાંચો >

સાલબેગ

સાલબેગ (16મી-17મી સદી) : ઓરિસાના સંત. તેઓ જન્મે પઠાણ હતા. તેમના પિતા સૂબેદાર જહાંગીર કુલીખાન અથવા લાલબેગ હતા અને માતા પુરી જિલ્લાના ડંડા મુકુંદપુર ગામનાં હિંદુ વિધવા હતાં. સાલબેગની નાની વયે લાલબેગનું અવસાન થતાં તેમનાં માતાએ તેમને ઉછેર્યા. સુલતાન જહાંગીરે લાલબેગને સૂબેદાર તરીકે ઓરિસાનો હવાલો સોંપેલો અને તે હિંદુ ધર્મસ્થાનોનો…

વધુ વાંચો >

સાવોનારોલા જિરોલામો

સાવોનારોલા, જિરોલામો (Savonarola Girolamo) (જ. 1452, ફેરારા, ઇટાલી; અ. 1498, ફ્લૉરેન્સ, ઇટાલી) : રેનેસાંસ-વિરોધી વિચારધારા ધરાવવા માટે જાણીતા રેનેસાંસ-યુગના પ્રખર રૂઢિચુસ્ત ડૉમિનિકન ખ્રિસ્તી સાધુ અને પાદરી. પંદરમી સદીના ફ્લૉરેન્સના રાજકારણમાં એમણે મહત્ત્વનો ફાળો આપ્યો હતો. જિરોલામો સાવોનારોલા ફ્લૉરેન્સના એક પ્રામાણિક અને નિષ્ઠાવાન પાદરી હોવા સાથે લિયૉનાર્દો દ વિન્ચી અને માઇકેલૅન્જેલોના…

વધુ વાંચો >

સાંઈબાબા

સાંઈબાબા (જ. ? ; અ. 15 ઑક્ટોબર 1918, શિરડી) : ભારતની અગ્રણી આધ્યાત્મિક વિભૂતિ, સમાજસેવક અને માનવતાવાદી સત્પુરુષ. તેમના જીવન વિશે નક્કર અને પ્રમાણભૂત માહિતી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી, પરંતુ દાસગણુ-કૃત ‘સંતકથામૃત’ શીર્ષક હેઠળના તેમના જીવનચરિત્રમાં ઉલ્લેખિત કેટલીક છૂટીછવાઈ માહિતી તથા તેમના કેટલાક અગ્રણી શિષ્યોને તેમણે પોતે કહેલી માહિતીને આધારે…

વધુ વાંચો >

સાંકૃત્યાયન રાહુલ

સાંકૃત્યાયન, રાહુલ (જ. 9 એપ્રિલ 1893, પન્દ્રાહા, જિ. આઝમગઢ, ઉત્તર પ્રદેશ; અ. એપ્રિલ 1963) : સર્વતોમુખી સર્જક પ્રતિભા ધરાવનાર નવલકથાકાર, નાટ્યકાર, નિબંધકાર, ચરિત્રલેખક, ચિંતક તથા વિશ્વયાત્રી. મૂળ નામ કેદારનાથ પાંડેય. બાળપણમાં જ્ઞાનપિપાસાથી પ્રેરાઈને ગૃહત્યાગ કર્યો. મૂળ નામ બદલીને બિહારમાં રામઉદારદાસ નામ ધારણ કરી વૈષ્ણવ સાધુ બની ગયા. પછી હિન્દુ ધર્મનો…

વધુ વાંચો >

સાંખ્યદર્શન

સાંખ્યદર્શન : સૌથી પ્રાચીન ભારતીય દર્શન. આ દર્શનના પ્રવર્તક કપિલ મુનિ હતા. તેઓ શ્રેષ્ઠ સિદ્ધ અને ભગવાનની વિભૂતિ હતા એમ ભગવદગીતા કહે છે. આ દર્શનનાં સૂત્રો પાછળથી રચાયેલાં છે તેથી કપિલે ‘તત્વસમાસ’ જેવા ગ્રંથની રચના કરી હશે અને તેમણે આ દર્શનને પ્રવર્તાવેલું એમ કહી શકાય. પ્રસ્તુત દર્શનનું નામ સાંખ્ય પડવાનું…

વધુ વાંચો >

સાંચીનો સ્તૂપ

સાંચીનો સ્તૂપ : આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધ બૌદ્ધ સ્થાપત્ય. મધ્યપ્રદેશમાં વિદિશા અર્થાત્ વર્તમાન ભીલસાથી સાડાપાંચ માઈલ દૂર સાંચીનું સ્થળ આવેલું છે. આ સ્થળે મોટી સંખ્યામાં બૌદ્ધ સ્થાપત્યના અવશેષો આવેલા છે, જે ‘ભીલસા ટૉપ્સ’ના નામે ઓળખાય છે. અહીં આવેલા ત્રણ સ્તૂપો પૈકી સૌથી મોટો સ્તૂપ જગપ્રસિદ્ધ છે. સાંચીનો અસલ સ્તૂપ ઈંટેરી હતો અને…

વધુ વાંચો >