ધર્મ-પુરાણ

સંઘ

સંઘ : જૈન અને બૌદ્ધ ધર્મમાં પ્રચલિત શબ્દ. ‘સંઘ’ શબ્દના શબ્દ-કોશોમાં ત્રણ અર્થ જોવા મળે છે, જ્યાં (1) સમૂહ, ટોળું. (2) એકીસાથે રહેતો માનવસમૂહ. (3) સતત સંપર્ક. ‘ભૂતવિશેષસંઘ’, ‘ગંધર્વયક્ષાસુરસંઘ’, ‘મહર્ષિસિદ્ધસંઘ’, ‘સિદ્ધસંઘ’, ‘સુરસંઘ’ અને ‘અવનિપાલસંઘ’ જેવા શબ્દો અનુક્રમે ગીતાના 11, 15 22 22 36 21 26 શ્લોકોમાં આવે છે. આમાં ‘ભૂતવિશેષસંઘ’માં…

વધુ વાંચો >

સંત

સંત : સારો ધાર્મિક માણસ. ‘સંત’ શબ્દના મૂળમાં સં. सत् શબ્દ છે, એ अस् (હોવું) બીજા ગણના ક્રિયાર્થક ધાતુનું વર્તમાન કૃદંત છે, જે ‘હોતું હોનાર’, ‘છેસ્થિતિ છે, વર્તમાન’ એવા અર્થ આપે છે. અતિ પ્રાચીન કાલથી ‘સદા વર્તમાન સત્ત્વ’ને માટે એ રૂઢ છે. ‘एकं सत् विप्रा बहुधा वदन्ति’ એ વેદવાક્ય ઘણું…

વધુ વાંચો >

સંત દેવચંદ્રજી

સંત દેવચંદ્રજી (જ. ઈ. સ. 1582, ઉમરકોટ, સિંધ, હાલ પાકિસ્તાન; અ. 1655) : પ્રણામી અથવા નિજાનંદ સંપ્રદાયના સ્થાપક. યુવાન વયે તેઓ આત્મજ્ઞાનની ખોજમાં સિંધ છોડીને કચ્છમાં આવ્યા. કચ્છમાં આશરે દસ વર્ષ સુધી નિવાસ કર્યા બાદ ત્યાંથી તેઓ જામનગર આવ્યા. જામનગરમાં કાનજી ભટ્ટ નામના પંડિત પાસેથી ભાગવતનું જ્ઞાન મેળવ્યું તથા નિજાનંદ…

વધુ વાંચો >

સંત પ્રાણનાથજી

સંત પ્રાણનાથજી (જ. 1618, જામનગર; અ. 1695, પન્ના, બુંદેલખંડ) : પ્રણામી અથવા નિજાનંદ સંપ્રદાયના સ્થાપક સંત દેવચંદ્રજીના પટ્ટ શિષ્ય. પિતા કેશવ ઠક્કર, માતા ધનબાઈ, જ્ઞાતિ લોહાણા. તેમનું બાળપણનું નામ મહેરાજ હતું. ઈ. સ. 1631માં દીક્ષા લઈ ‘પ્રાણનાથ’ નામ ધારણ કર્યું. તેઓ બુંદેલખંડના રાજા છત્રસાલના ગુરુ હતા. ઉત્તર ભારતમાં આ સંપ્રદાયનો…

વધુ વાંચો >

સંત મલૂકદાસ

સંત મલૂકદાસ (જ. 1574, કડા, અલાહાબાદ, ઉત્તરપ્રદેશ; અ. 1682) : મધ્યયુગીન હિંદી સંત કવિ. તેમના પિતાનું નામ સુંદરદાસ ખત્રી હતું. બાળપણથી જ તેમનામાં દૈવી પ્રેમ અને સંન્યાસ માટેની ઇચ્છાનાં લક્ષણો જોવા મળતાં હતાં. તેઓ કાવ્યની ‘નિર્ગુણ શાખા’ના મુખ્ય સંત છે. જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય, સત્ય, અહિંસા, કરુણા અને ક્ષમા તેમના કાવ્યના…

વધુ વાંચો >

સંત સુંદરદાસ

સંત સુંદરદાસ (જ. 1596, દ્યૌસાનગર, જયપુર રાજ્યની પ્રાચીન રાજધાની, રાજસ્થાન; અ. 1689, સાંગાનેર) : મધ્યયુગીન હિંદી સંત-કવિ. તેમનો જન્મ ખંડલેવાલ વૈશ્ય પરિવારમાં થયો હતો. તેમનાં માતાનું નામ સતી અને પિતાનું નામ પરમાનંદ હતું. તેમણે 6 વર્ષની વયે જ દાદૂ દયાલનું શિષ્યત્વ ગ્રહણ કરેલું. તેઓ ખૂબ સુંદર હોવાથી દાદૂ દયાળે તેમનું…

વધુ વાંચો >

સંન્યાસી

સંન્યાસી : પ્રાચીન ભારતીય ધર્મશાસ્ત્રમાં બતાવેલી આશ્રમવ્યવસ્થા પ્રમાણે ચોથા આશ્રમમાં રહેનારી વ્યક્તિ. ધર્મશાસ્ત્રમાં મનુષ્યજીવનને ચાર વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે. પ્રથમ બ્રહ્મચર્યાશ્રમમાં બાળક માબાપ, કુટુંબ અને સમાજની સહાયથી વિદ્યા પ્રાપ્ત કરે છે. બીજા ગૃહસ્થાશ્રમમાં વિદ્યા પ્રાપ્ત કરેલો તરુણ લગ્ન કરી ગૃહસ્થ બની માબાપ, કુટુંબ અને સમાજનાં ઋણો ચૂકવવા પ્રયત્ન કરે છે.…

વધુ વાંચો >

સંપ્રદાય

સંપ્રદાય : કોઈ એક વિચારધારાને અનુસરનારો વર્ગ. સામાન્ય રીતે કોઈ એક દાર્શનિક વિચારધારાને અનુસરનારા વર્ગ માટે ‘સંપ્રદાય’ શબ્દ પ્રયોજાય છે. સંપ્રદાય, મજહબ, પંથ વગેરે પર્યાયો છે. સંપ્રદાયો આચારભેદ, કર્મકાંડભેદ, માન્યતાભેદ અથવા વ્યક્તિ કે ગ્રંથના અનુસરણને કારણે અસ્તિત્વમાં આવે છે. सम्प्रदीयते यस्मिन् इति सम्प्रदाय​: । જેમાં આચાર, વિચાર, વ્યક્તિ, ગ્રંથ આદિને…

વધુ વાંચો >

સંભવનાથ તીર્થંકર

સંભવનાથ તીર્થંકર : જૈન ધર્મના ત્રીજા તીર્થંકર. જૈન પુરાણો અનુસાર બીજા તીર્થંકર અજિતનાથ પછી લાખો વર્ષો પછી સંભવનાથ થઈ ગયા. તીર્થંકર જન્મ પૂર્વેના જન્મમાં તેઓ ધાતકીખંડ દ્વીપના ઐરાવત-ક્ષેત્રની ક્ષેમપરા નામે નગરીમાં વિપુલવાહન નામે પ્રતાપી રાજા હતા. આ રાજાના હૈયામાં દયાધર્મનો નિવાસ હતો. એક વખત નગરમાં ભયંકર દુષ્કાળ પડ્યો. પ્રજાજનો ભૂખ…

વધુ વાંચો >

સંસ્કાર

સંસ્કાર : વ્યક્તિ કે પદાર્થને સુયોગ્ય કે સુંદર બનાવવાની ક્રિયા. ‘સંસ્કાર’ શબ્દ પ્રાચીન વૈદિક સાહિત્યમાં મળતો નથી. ઠ્ઠજ્ન્ ઉપસર્ગ સાથે ઇંદ્દ ધાતુથી ‘સંસ્કાર’ શબ્દ બન્યો છે. ઋગ્વેદ અને જૈમિનિ સૂત્રો જેવા ગ્રંથોમાં ‘સંસ્કાર’ શબ્દ પાત્ર, પવિત્ર કે નિર્મળ કાર્યના અર્થમાં પ્રયોજાયો છે. શબરે  (શ. બ્રા., 3. 1. 3) તંત્રવાર્તિક અનુસાર …

વધુ વાંચો >