ધર્મ-પુરાણ
સરસ્વતી (દેવી)
સરસ્વતી (દેવી) : હિંદુ ધર્મમાં મનાયેલી વિદ્યાની દેવી. તે વાણીની અધિષ્ઠાત્રી છે. તે શારદા નામે પણ ઓળખાય છે. ‘સરસ્વતી’ પદનો વ્યુત્પત્તિગત અર્થ પણ આ જ છે. ‘સરસ્’ એટલે ‘વિદ્યા’ અને ‘વત્’ એટલે ‘થી યુક્ત’. તેથી ‘સરસ્વત્’ એટલે ‘વિદ્યાથી યુક્ત’ અને તેનું સ્ત્રીલિંગરૂપ ‘સરસ્વતી’ થાય છે, જેનો અર્થ છે વિદ્યાવાળી એટલે…
વધુ વાંચો >સરસ્વતી (બૌદ્ધ મૂર્તિવિધાન)
સરસ્વતી (બૌદ્ધ મૂર્તિવિધાન) : બૌદ્ધ ધર્મમાં અપનાવાયેલ જ્ઞાન અને વિદ્યાકલાની દેવી સરસ્વતીનાં પૂજન માટે પ્રચલિત વિવિધ મૂર્તિસ્વરૂપ. બૌદ્ધ ધર્મના તાંત્રિક સંપ્રદાયોમાં તેનું મહત્વ વિશેષ છે. બૌદ્ધ ધર્મમાં આ દેવી એક મુખવાળી અને દ્વિભુજ તેમજ ત્રણ મુખ અને ષડ્ભુજાવાળી હોવાનું પણ વર્ણન મળે છે. તે જ્ઞાનદાતા દેવી હોવાથી મંજુશ્રી અને પ્રજ્ઞાપારમિતાની…
વધુ વાંચો >સરસ્વતીપુરાણ
સરસ્વતીપુરાણ : પૌરાણિક રીત પ્રમાણે લખાયેલું ગુજરાતના રાજા સિદ્ધરાજ જયસિંહનું ચરિત્ર. સત્યપુર(સાંચોર)ના પંડિત દામોદરે, એના પુત્રે કે એના શિષ્યે તે લખ્યું હોવાનું અનુમાન છે. તેમાં સિદ્ધરાજના જન્મસમયે થયેલ આકાશવાણી દ્વારા તેના જીવનનો નિચોડ આપ્યો છે. તેના જીવનનાં મુખ્ય કાર્યો જણાવતાં લેખક કહે છે કે, ‘‘આ કુમાર સર્વજિત થશે અને સર્વ…
વધુ વાંચો >સર્વધર્મસમભાવ
સર્વધર્મસમભાવ : વિવિધ ધર્મોને સમાન ગણી તેમાંનાં શ્રેષ્ઠ તત્ત્વોના સમન્વયથી ઉદ્ભવતી વિભાવના, જેની રાજકીય અભિવ્યક્તિ બિનસાંપ્રદાયિકતાના રૂપમાં ભારતીય બંધારણે માન્ય રાખી છે. ગાંધીજીના એકાદશ વ્રતોમાંનું એક વ્રત, સમન્વય : ભારતીય સંસ્કૃતિનું સર્વોચ્ચ ધ્યેય. આર્યોએ ભારતવર્ષમાં આવી સંસ્કૃતિનું નિર્માણ કર્યું, ત્યારે આ દેશમાં કેટલીક જાતિઓ રહેતી હતી. આર્યોના આગમન બાદ નિગ્રોથી…
વધુ વાંચો >સર્વાસ્તિવાદ
સર્વાસ્તિવાદ : બૌદ્ધ ધર્મનો સાંપ્રદાયિક સિદ્ધાન્ત. બુદ્ધનિર્વાણ પછી લગભગ 140 વર્ષે બુદ્ધસંઘના બે ભાગ પડી ગયા મહાસાંઘિક અને સ્થવિરવાદ. મહાસાંઘિક ઉદારપંથીઓનું જૂથ હતું અને સ્થવિરવાદ અનુદારપંથીઓનું. આ સંઘભેદ પછી 100થી 130 વર્ષમાં સ્થવિરવાદની અનેક ઉપશાખાઓ થઈ. તેમાંની એક સર્વાસ્તિવાદ છે. મથુરા અને ઉત્તરાપથ – વિશેષત: કાશ્મીર અને ગાંધાર – તેનાં…
વધુ વાંચો >સર્વેશ્વરવાદ
સર્વેશ્વરવાદ : જે છે તે બધું જ ઈશ્વર છે એવો એક દાર્શનિક મત. સર્વ એટલે જગત. અર્થાત્ જગત એ જ ઈશ્વર છે અને ઈશ્વર એ જ જગત છે. આ મતે જગત અને ઈશ્વર વચ્ચે અભેદ છે. આ મત પ્રમાણે ઈશ્વરે જગતનું નિર્માણ કર્યું છે, અને તેથી તે ઈશ્વરમય છે. ગૌડપાદાચાર્યે…
વધુ વાંચો >સવિતા
સવિતા : વેદમાં રજૂ થયેલા દેવ. કદૃશ્યપ અને અદિતિના બાર પુત્રો, જે આદિત્યો કહેવાય છે તે પૈકીનો એક આદિત્ય. સૂર્ય, વિવસ્વાન્, પૂષા, અર્યમા, વરુણ, મિત્ર, ભગ વગેરે દેવોને ઋગ્વેદમાં સ્વતંત્ર ને અલગ જ દેવ માન્યા છે છતાં તે બધા એક જ સૂર્ય કે સવિતૃદેવનાં વિભિન્ન રૂપો જણાય છે. ‘સવિતા’ શબ્દ …
વધુ વાંચો >સહજયાન
સહજયાન : બૌદ્ધ ધર્મની એક શાખા. બૌદ્ધ ધર્મની તાંત્રિક સાધનામાં સરહપાદ અને લુઇપાદ જેવા સિદ્ધાચાર્યોએ સહજયાન પ્રવર્તાવ્યો. એમણે પોતાની રચનાઓ લોકભાષામાં કરી. સહજયાનના સિદ્ધાંતોમાં મહાસુખને પરમ તત્ત્વ ગણવામાં આવ્યું છે. સાધક પરમાવસ્થા પ્રાપ્ત થતાં મહાસુખમાં એવો લીન થઈ જાય છે કે જાણે પોતે મહાસુખમય બની જાય છે. મહાસુખ તત્ત્વ અનિર્વચનીય…
વધુ વાંચો >સહજિયા પંથ
સહજિયા પંથ : મધ્યકાલીન ભારતનો એક ધાર્મિક પંથ. બંગાળમાં સહજિયા પંથનો પ્રસાર વિવિધ સ્તરોના લોકોમાં જોવા મળે છે. આ પંથના અનુયાયીઓ દિવ્ય પ્રેમના રાગાનુગી (માધુર્ય ભાવ) આદર્શમાં શ્રદ્ધા ધરાવે છે. આથી તેઓ વૈધિક કે બાહ્ય પૂજા-ભક્તિને મહત્ત્વ આપતા નથી. સહજિયા પંથના ગ્રંથ ‘રૂપાનુગભજનદર્પણ’માં ‘સહજ’ સંજ્ઞાને આ પ્રમાણે સમજાવવામાં આવી છે…
વધુ વાંચો >સહજોબાઈ
સહજોબાઈ (જ. 1683, ડેહરા, મેવાત, રાજસ્થાન; અ. 1763 : દિલ્હીના સંત ચરણદાસનાં શિષ્યા. આજીવન બ્રહ્મચારી રહી સંતજીવન ગુરુઆશ્રમમાં ગાળ્યું. તેમણે ‘સહજપ્રકાશ’ ગ્રંથની રચના 1743માં કરેલી. ‘શબ્દ’ અને ‘સોલહતત્વપ્રકાશ’ પણ એમની રચનાઓ મનાય છે. ગુરુની મહત્તા, નામ-માહાત્મ્ય, અજપાજપ, સંસારનું મિથ્યાત્વ, સંસાર-પ્રપંચથી દૂર રહેવાની ચેતવણી, કામ, ક્રોધ, લોભ, મોહ-માન વગેરેનો ત્યાગ કરવો,…
વધુ વાંચો >