ધર્મ-પુરાણ

ચિશ્તી જમ્મનશાહ (પહેલા)

ચિશ્તી જમ્મનશાહ (પહેલા) (જ. અમદાવાદ; અ. 27 સપ્ટેમ્બર 1535) : ફારસી સંતકવિ. મૂળ નામ જમાલુદ્દીન. પણ જમ્મનશાહ તરીકે પ્રખ્યાત છે. તેમની ગણના ગુજરાતના નામાંકિત ચિશ્તી ઓલિયામાં થાય છે. બીજા ખલીફા ઉમર ફારૂકના વંશજ હોવાથી તેઓ ફારૂકી શેખ પણ કહેવાય છે. પિતા શેખ મહમૂદ રાજન ચિશ્તી પાસેથી ધાર્મિક શિક્ષણ અને સૂફી…

વધુ વાંચો >

ચિંતામણિ પાર્શ્વનાથનું મંદિર

ચિંતામણિ પાર્શ્વનાથનું મંદિર : અમદાવાદની પૂર્વે આવેલા સરસપુરમાં મુઘલ બાદશાહ જહાંગીરના સમયમાં શેઠ શાંતિદાસ ઝવેરીએ બંધાવેલું જૈનમંદિર. આ મંદિર કાલાંતરે નામશેષ થઈ ગયું છે. પણ તે વિશે ઈ. સ. 1638માં જર્મન પ્રવાસી મેન્ડેલ્સ્લોએ કરેલી નોંધ મહત્વની છે. તે લખે છે કે આ વિસ્તારમાં સર્વોત્તમ બાંધકામો પૈકીના એક એવા આ મંદિરના…

વધુ વાંચો >

ચુ-સી

ચુ-સી (જ. 1130; અ. 1200) : મધ્યકાલીન ચીનનો પ્રખર દાર્શનિક. તેના સમય સુધીમાં પ્રાચીન ચીનના મહાત્મા કૉન્ફ્યૂશિયસે આપેલા સિદ્ધાંતો અને નિયમોના અર્થઘટન તથા અમલ વિશે ઘણા વિવાદો ચાલ્યા હતા. ચુ-સીએ આ વિવાદોનું નિરાકરણ લાવીને કૉન્ફ્યૂશિયસવાદને એક વ્યવસ્થિત દાર્શનિક પદ્ધતિનું આખરી સ્વરૂપ આપ્યું, જેને તે સમયની રાજસત્તા શુંગ વંશે પણ માન્ય…

વધુ વાંચો >

ચેંગચુન

ચેંગચુન (જ. 1148, ચી-સીઆ; અ. 1227, બેજિંગ) : મધ્યકાલીન ચીનનો તાઓપંથી પ્રસિદ્ધ સંત અને દાર્શનિક. તેની વિદ્વત્તાની કીર્તિ તે સમયના મૉંગોલ વિજેતા ચંગીઝખાન સુધી પહોંચી હતી. તેણે ખેડેલા પ્રવાસની કથા તેના શિષ્ય અને સાથી લી ચીહ ચાંગે લખી છે. આ પ્રવાસકથામાં ચીનની મહાન દીવાલ અને કાબુલ (અફઘાનિસ્તાન) વચ્ચેના અને પીળા…

વધુ વાંચો >

ચૈતન્ય મહાપ્રભુ

ચૈતન્ય મહાપ્રભુ (જ. 27 ફેબ્રુઆરી 1485, નવદ્વીપ, જિ. કૃષ્ણનગર, પશ્ચિમ બંગાળ; અ. 9 જુલાઈ 1533) : મધ્વ ગૌડ સંપ્રદાયના સ્થાપક અને નામસંકીર્તનના પ્રવર્તક. વિદ્યાવ્યાસંગી જગન્નાથ મિશ્ર અને શચીદેવીનું 10મું સંતાન. ચૈતન્યનું નાક્ષત્ર નામ વિશ્વંભર, ડાક-નામ નિમાઈ. ગૌર વર્ણના હતા તેથી ગૌરહરિ, ગૌરાંગ કે ગોરાચાંદ નામે ઓળખાયા. આચાર્ય તરીકે નિમાઈ પંડિત.…

વધુ વાંચો >

ચોર્યાશી વૈષ્ણવોંકી વાર્તા

ચોર્યાશી વૈષ્ણવોંકી વાર્તા : લલ્લુભાઈ છગનલાલ દેસાઈ (1882થી 1971) રચિત શ્રીમદ્ વલ્લભાચાર્યજીના એકનિષ્ઠ અનુયાયીઓના પ્રેરક જીવનપ્રસંગોની ઝાંખી કરાવતું પુસ્તક. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સત્સંગીઓમાં આ પુસ્તકનું આદરભર્યું સ્થાન છે. શ્રી મહાપ્રભુજીના સેવકોની સંખ્યા 84 અને શ્રી ગુસાંઈજીના સેવકોની સંખ્યા 252 હતી. એમને વિશેની વાર્તાઓ પહેલાં મૌખિક રીતે શ્રી ગોકુલનાથજી રજૂ કરતા. એમાં…

વધુ વાંચો >

જન્માષ્ટમી

જન્માષ્ટમી : સમગ્ર ભારતમાં ભક્તિભાવ, ઉત્સાહ અને ધામધૂમથી ઊજવાતો શ્રીકૃષ્ણનો જન્મદિન. યદુ વૃષ્ણિવંશીય વસુદેવના આઠમા પુત્ર અને વિષ્ણુના અવતાર. શ્રીકૃષ્ણનો જન્મ મથુરામાં કંસ રાજાના કારાગૃહમાં (અમાસાન્ત માસ ગણના અનુસાર) શ્રાવણ વદ 8 (પૂર્ણિમાન્ત માસગણના અનુસાર ભાદ્રપદ વદ 8)ની મધ્યરાત્રિએ બુધવારે થયો હતો. તે વખતે ચંદ્ર રોહિણી નક્ષત્રમાં હતો. કંસે પોતાની…

વધુ વાંચો >

જપ

જપ : વિધિવિધાનપૂર્વક કોઈ મંત્રને અનેકવાર ઉચ્ચારવો તે. મન સમક્ષ વારંવાર જપાતા મંત્રના અર્થની આકૃતિ ખડી થાય તે રીતે મંત્ર જપાય. શાસ્ત્રમાં જપના 3 પ્રકારો માનવામાં આવ્યા છે : (1) માનસ જપ, (2) ઉપાંશુ જપ અને (3) વાચિક જપ. મનથી જપ કરવામાં આવે એટલે મંત્રનો અર્થ મન સમક્ષ ખડો થાય…

વધુ વાંચો >

જપજી

જપજી : ગુરુ નાનકદેવની એક ખાસ બાની. માનાર્થે જી શબ્દ જપ શબ્દની સાથે જોડવામાં આવે છે. તેને જપજી કે જપજીસાહેબ પણ કહેવામાં આવે છે. આ ગુરુબાની શીખ સમુદાયના નિત્યનિયમનું મૂળ અંગ છે અને ગુરુ ગ્રંથસાહેબની શરૂઆતમાં આવે છે. જપજીનાં 38 પદો છે અને દરેક પદને પૌડી (પગથિયું) કહેવામાં આવે છે.…

વધુ વાંચો >

જમદગ્નિ

જમદગ્નિ : ઉત્તર વૈદિક કાળના ઋષિ. ભૃગુ ઋષિના કુળમાં જન્મેલા ઋચીક અને ગાધિરાજાની પુત્રી સત્યવતીના પુત્ર. આ ઋષિના નામનો સીધો ઉલ્લેખ વૈદિક સાહિત્યમાં નથી મળતો; પરંતુ તૈત્તિરીય સંહિતા –કૃષ્ણ યજુર્વેદ(7-1-9-1)માં એના બે વંશજોનો નામોલ્લેખ કર્યા વિના પરોક્ષ નિર્દેશ થયેલો જોવા મળે છે. પંચવિંશ બ્રાહ્મણ(21-10-6)માં બતાવ્યા પ્રમાણે આ ‘ઔર્વ’ ભાઈઓ હતા.…

વધુ વાંચો >