ધર્મ-પુરાણ
ખલીફા
ખલીફા : મુસ્લિમોના ધાર્મિક અને દુન્યવી બાબતોના વડા. મહમ્મદ પયગંબરના 632માં મૃત્યુ બાદ તેમના વારસો તરીકે તેઓ મુસ્લિમ કોમની રાજકીય, દુન્યવી અને ધાર્મિક બાબતો અંગે નિર્ણાયક સત્તા ધરાવતા હતા. પ્રારંભના ખલીફાઓની ચૂંટણી થતી પણ પાછળથી આ પદ વંશપરંપરાગત બની ગયું. તેમને ધાર્મિક બાબતો અંગે અર્થઘટન કરવાની સત્તા ન હતી પણ…
વધુ વાંચો >ખંડોબા
ખંડોબા : મહારાષ્ટ્ર તથા કર્ણાટકના બહુજનસમાજના અત્યંત લોકપ્રિય કુળદેવ. તેમને મલ્લારિ, મલ્લારિ-માર્તંડ, મ્હાળસાકાન્ત, મૈલાર, મૈરાળ આદિ નામોથી ઓળખવામાં આવે છે. આ બંને રાજ્યોની લગભગ બધી ન્યાતોમાં તેમના ઉપાસકો સાંપડે છે. મુસલમાનોમાં પણ તેમના પૂજકો છે અને તે મલ્લુખાન નામથી ઓળખાય છે. ઔરંગઝેબે તેને અજમતખાન એટલે કે અત્યંત પવિત્ર પુરુષના નામથી…
વધુ વાંચો >ખારાવાલા, અમરદાસબાપુ
ખારાવાલા, અમરદાસબાપુ (રામાયણી) (જ. ઈ. સ. 1923, કુંભણ, તા. પાલિતાણા, જિ. ભાવનગર) : રામાયણના પ્રખ્યાત કથાકાર. અમરદાસજીનો જન્મ સંસ્કારી અને ભાવિક કુટુંબમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ કુંભણમાં. ઘૂંટી દામનગર પાસેના ખારા ગામે મોસાળમાં પરબની જગાની ગાદી મળતાં ત્યાં ગયા. પછી ‘ખારાવાલા’ તરીકે પ્રખ્યાત થયા. અભ્યાસ સાત ચોપડી. લોકજીવનની શાળામાં –…
વધુ વાંચો >ખારિજી (બહુવચન ખ્વારિજ = વિખૂટા પડનારા)
ખારિજી (બહુવચન ખ્વારિજ = વિખૂટા પડનારા) : ઇસ્લામના સૌથી જૂના સંપ્રદાયના અનુયાયી. તેમણે માત્ર શ્રદ્ધા અથવા કર્મ પર આધારિત રાજ્ય વિશે પ્રશ્નો પ્રસ્તુત કર્યા. ઇસ્લામના રાજકીય ઇતિહાસમાં તેમના સતત બળવાની માહિતી મળે છે; પરિણામે કેટલાક પ્રાંતો થોડા વખત માટે તેમના કબજા હેઠળ આવેલા તેથી હજરત અલીની ખિલાફતનાં છેલ્લાં બે વર્ષોમાં…
વધુ વાંચો >ખાલસા
ખાલસા : શીખોનો સંપ્રદાય. ખાલસા એટલે શુદ્ધ માર્ગ. આ સંપ્રદાયની સ્થાપના દશમા અને છેલ્લા ગુરુ ગોવિંદસિંહે 1699માં કરી હતી. ખાલસા દ્વારા તેમણે શીખોને સંગઠિત બની ધાર્મિક તેમજ નૈતિક શૌર્ય દાખવવા આજ્ઞા કરી અને સિંહના જેવું મર્દાનગીભર્યું જીવન ગુજારવાનો આદેશ આપ્યો. આ બાબતની સ્મૃતિ સતત તાજી રહે એ માટે પુરુષોના નામના…
વધુ વાંચો >ખોજા
ખોજા : શિયા સંપ્રદાયની એક મુસલમાન કોમ. તેમના ધાર્મિક વડા આગાખાન છે. આ કોમ લોહાણામાંથી ધર્માંતર કરી ઇસ્લામ ધર્મ સ્વીકારવાથી બની હોવાનું મનાય છે. આ કોમ સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે વેપારી કોમ છે, જ્યારે ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં મુખ્યત્વે ખેતી કરનાર કોમ છે. મુંબઈ જેવા શહેરમાં દૂધનો ધંધો કરે છે. ગુજરાત ઉપરાંત…
વધુ વાંચો >ખ્યાતિ
ખ્યાતિ : ખ્યાતિ એટલે જ્ઞાન. તેના પ્રસિદ્ધિ, પ્રશંસા, કથન, અભિવ્યક્તિ આદિ અન્ય અર્થો છે. તેમાંના પ્રશંસા આદિ અર્થો વ્યવહારમાં પ્રસિદ્ધ છે. દર્શનોમાં ખ્યાતિ શબ્દ જ્ઞાનના અર્થમાં પ્રસિદ્ધ છે. દર્શનોમાં આ શબ્દની જે વિવિધ અર્થચ્છાયાઓ છે તેમાં સૂક્ષ્મ તર્ક દ્વારા વિવિધ પાસાંઓનું દર્શન સૂચવાયું છે. દર્શનોમાં મુખ્યત્વે પાંચ પ્રકારની ખ્યાતિઓ ગણાવી…
વધુ વાંચો >ખ્રિસ્તી ધર્મ
ખ્રિસ્તી ધર્મ સેમેટિક ધર્મો પૈકીનો એક ધર્મ. આ ધર્મની સ્થાપના ઈસુ ખ્રિસ્તે કરી હતી. ખ્રિસ્તી ધર્મ યહૂદી ધર્મમાંથી પ્રગટ્યો હતો. એટલે કહેવાય છે કે, Christianity was a child of Judaism. શરૂઆતમાં રોમન સામ્રાજ્ય તરફથી ખ્રિસ્તી ધર્મને ઘણી કનડગત સહેવી પડી; પરંતુ ઈ.સ. 314માં સમ્રાટ કૉન્સ્ટન્ટાઇને ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો ત્યારથી તે…
વધુ વાંચો >ખ્વાજા દાના સાહેબ
ખ્વાજા દાના સાહેબ (જ. -; અ. 1607, સૂરત) : સોળમી સદીના સૂરતના મુસ્લિમ વિદ્વાન, સંત અને શિક્ષક. તેઓ એમના કેટલાક શિષ્યો સાથે બુખારાથી અજમેર થઈને આશરે ઈ. સ. 1549(હી. સં. 956)માં સૂરત આવ્યા અને ત્યાં જ વસ્યા. તેઓ ગરીબ, અપંગ, નિરાધાર અને હાજી લોકોની સેવા કરતા. પોતે પણ હાજી હતા.…
વધુ વાંચો >ખ્વાજા મોહંમદ માસૂમ સરહિન્દી
ખ્વાજા મોહંમદ માસૂમ સરહિન્દી (જ. 7 મે 1599, સરહિંદ; અ. 17 ઑગસ્ટ 1668, સરહિંદ) : ભારતમાં ખ્યાતિ પામેલ સૂફી સિલસિલામાંના એક સુપ્રસિદ્ધ સૂફી વિદ્વાન. તેઓ મુજદ્દદ અલ્ફસાની શેખ અહમદ સરહિન્દીના પુત્ર હતા. 14 વર્ષની ઉંમરે જરૂરી શિક્ષણ મેળવીને તેઓ અધ્યાત્મ તરફ વળ્યા. પ્રભુ પ્રત્યેની તેમની શ્રદ્ધા અને ઊંડી ભક્તિભાવનાના કારણે…
વધુ વાંચો >