થૉમસ પરમાર
એલિફન્ટા
એલિફન્ટા : મુંબઈથી 8 કિમી. દૂર અરબી સમુદ્રમાં આવેલો ટાપુ. ત્યાં આવેલી શૈવ ગુફાઓ અને તેમાંનાં શિલ્પોને કારણે, વિશેષ તો ત્રિમુખધારી મહેશની મૂર્તિને લીધે પ્રસિદ્ધ છે. ગેટ વે ઑવ્ ઇન્ડિયાએથી સ્ટીમલૉન્ચ દ્વારા ત્યાં જવાની વ્યવસ્થા છે. આ ટાપુ 5.2 ચોકિમી.નો વિસ્તાર ધરાવે છે. તેનું સ્થાનિક નામ ઘારાપુરી છે. આ નામ…
વધુ વાંચો >ઑબલિસ્ક
ઑબલિસ્ક : સૂર્યના પ્રતીક તરીકે ઇજિપ્તમાં બાંધવામાં આવતો સ્તંભ. તે ગ્રૅનાઇટ પથ્થરની એક જ શિલામાંથી બાંધવામાં આવતો એકાશ્મક સ્તંભ (monolithic pillar) છે. ઉપર જતાં ક્રમશ: તેની પહોળાઈ ઘટતી જતી. તેનો આકાર સમચોરસ કે લંબચોરસ રાખવામાં આવતો. પિરામિડ આકારની તેની ટોચ સોનાના ઢોળવાળી બનાવાતી. સ્તંભ પર સામાન્ય રીતે હાયરૉગ્લિફિક લિપિમાં લેખ…
વધુ વાંચો >ઓરિસાનું સ્થાપત્ય
ઓરિસાનું સ્થાપત્ય : ઓરિસામાં શૈલાત્મક (rock-cut) અને ઇમારતી (structural) – બંને પ્રકારનું સ્થાપત્ય આવેલું છે. શૈલાત્મક સ્થાપત્ય ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદીનું છે અને તે જૈન ગુફાઓને સ્વરૂપે છે. ઇમારતી પ્રકારના સ્થાપત્યમાં મંદિરોનો સમાવેશ થાય છે. તેમનો સમય ઈ. સ. 800-1250નો છે. કટકની પાસે આવેલી ગુફાઓ શૈલાત્મક…
વધુ વાંચો >કક્ષાસન
કક્ષાસન : મંદિર-સ્થાપત્યનો એક ભાગ. કક્ષાસન ચંદ્રાવલોકન તરીકે પણ ઓળખાય છે. બેસવા માટેની ઊંચી કલાત્મક પથ્થરની બેઠકને કક્ષાસન કહે છે. કેટલાંક મંદિરના મંડપમાં કે શૃંગાર-ચોકીમાં, તો ક્યારેક બંનેમાં કક્ષાસનની રચના જોવા મળે છે. મંડપ કે શૃંગાર-ચોકીના પડખેના સ્તંભોને અડીને કક્ષાસન બાંધેલું હોય છે. બેઠકને અડીને ગોઠવેલી ઢળતી પથ્થરની નાની દીવાલ…
વધુ વાંચો >કબર
કબર : શબને દફનાવ્યા બાદ તે સ્થાને તેની પર કરવામાં આવતું સ્મારક. તે બાંધકામની ર્દષ્ટિએ કાચું કે પાકું પણ હોઈ શકે. જે માનવ-સમાજમાં શબને દફનાવવાનો રિવાજ છે ત્યાં કબર પ્રકારનું આ સ્થાપત્ય અસ્તિત્વમાં આવ્યું છે. ઇજિપ્તના પિરામિડો એક રીતે જોઈએ તો કબરો જ છે. કારણ કે તે શબને માટે બાંધવામાં…
વધુ વાંચો >કુંભલગઢનો કિલ્લો
કુંભલગઢનો કિલ્લો : રાજસ્થાનનો પ્રસિદ્ધ કિલ્લો. કુંભલગઢ રાજસ્થાનમાં ઉદેપુરની વાયવ્યે 80 કિમી. દૂર અરવલ્લીની ટેકરીઓમાં આવેલો છે. તેના વ્યૂહાત્મક સ્થાનને લીધે રાજસ્થાનના કિલ્લાઓમાં તે બીજા ક્રમે આવે છે. રાણા કુંભાએ 1443–1458 દરમિયાન પ્રસિદ્ધ સ્થપતિ મંડનની દેખરેખ નીચે તે બંધાવ્યો હતો. માળવા અને ગુજરાતના સુલતાનોએ તેને જીતવા અનેક પ્રયત્નો કર્યા હતા;…
વધુ વાંચો >કૈલાસનાથ મંદિર – કાંચી
કૈલાસનાથ મંદિર, કાંચી : પલ્લવશૈલીનું જાણીતું મંદિર. આ મંદિરનું અન્ય નામ ‘રાજસિંહેશ્ર્વગૃહમ્’ છે. પલ્લવ રાજા રાજસિંહે 700માં તેનું બાંધકામ શરૂ કરાવ્યું હતું અને તેના પુત્ર મહેન્દ્રવર્મા ત્રીજાએ પૂરું કરાવ્યું હતું. મુખ્ય મંદિર અને પ્રાકાર (કોટ) રાજસિંહે બંધાવેલાં; બાકીનો ભાગ તથા પ્રાંગણની આગળ આવેલું ગજપૃષ્ઠમંદિર મહેન્દ્રવર્માએ બંધાવેલાં. પલ્લવ શૈલીનાં સર્વ લક્ષણો…
વધુ વાંચો >કૈલાસમંદિર
કૈલાસમંદિર : ઇલોરાની ગુફા નં. 16માં આવેલું મંદિર. ખડકમાંથી કોરેલા સ્થાપત્યમાં જગતભરમાં કૈલાસગુફા અગ્રસ્થાને છે. તેની રચના મંદિરના ગોપુરમ્ જેવી છે. મંદિરની સમગ્ર શિલ્પસમૃદ્ધિ એક જ ખડકમાંથી કંડારેલી છે. આ ગુફામાં પ્રવેશતાં જ સામે પાષાણનો પડદો છે, જેના ઉપર શિવ અને વિષ્ણુની પ્રચંડ મૂર્તિઓ કોરેલી છે; 82.8 મીટર લાંબો અને…
વધુ વાંચો >ગુફા
ગુફા : શૈલાત્મક (rock-cut) પ્રકારનું સ્થાપત્ય. ગુફા બે પ્રકારની હોય છે – કુદરતી અને માનવસર્જિત. કુદરતી રીતે કોઈ ખડક(Rock)માં મોટું પોલાણ થઈ ગયું હોય તે કુદરતી ગુફા છે. ગુફા માટે ‘ગુહા’ શબ્દ પણ પ્રયોજાય છે. પ્રાગૈતિહાસિક કાલની અનેક આવી કુદરતી ગુફાઓ પ્રાપ્ત થઈ છે. આદિમાનવ આ પ્રકારની ગુફાઓનો ઉપયોગ પોતાના…
વધુ વાંચો >ગ્વાલિયરનો કિલ્લો
ગ્વાલિયરનો કિલ્લો : મધ્યપ્રદેશનું જાણીતું દુર્ગસ્થાપત્ય. વર્તમાન ગ્વાલિયર શહેર બહાર આવેલા 91.4 મીટર (300 ફૂટ) ઊંચા ડુંગર પર આ કિલ્લો આવેલો છે. અનુશ્રુતિ પ્રમાણે આ કિલ્લાની પ્રાચીનતા ઈ. સ.ની 8મી સદી સુધી જાય છે. સૂરજસેન નામના એક સરદારને કુષ્ઠરોગ થયો હતો. ગ્વાલિય નામના એક સાધુએ તેને ત્યાં આવેલા એક તળાવનું…
વધુ વાંચો >