ત્રિલોક સંઘાણી

ભીમાણી, હરીશ

ભીમાણી, હરીશ  (જ. 15 ફેબ્રુઆરી 1956, મુંબઈ) :  જાણીતા વૉઇસ-ઓવર આર્ટિસ્ટ, લેખક અને ઍન્કર. ‘મૈં સમય હૂં’ ભારતીય પ્રસારણ ઇતિહાસમાં સૌથી વધુ જાણીતો અવાજ ..આ અવાજ એટલે જ હરીશ ભીમાણી. દૂરદર્શનના સુવર્ણકાળમાં, બી. આર. ચોપરાની ટેલિવિઝન શ્રેણી ‘મહાભારત’નો  દબદબો  આપણામાં ઘણાએ એ સમયે અને બાદમાં કોવિડ કાળમાં નવી પેઢીએ પણ…

વધુ વાંચો >

ભીલ તગા રામ 

ભીલ તગા રામ  (જ. 17 એપ્રિલ 1960, મૂલસાગર, જિ. જેસલમેર) : પ્રસિદ્ધ પારંપરિક લોક- કલાકાર તગા રામ ભીલ રાજસ્થાનના રણ પ્રદેશના એક પ્રખ્યાત લોક સંગીતકાર છે જેમણે પશ્ચિમ ભારતના પરંપરાગત લોકસંગીતને પોતાનું જીવન સમર્પિત કર્યું છે. તેઓ ખાસ કરીને રાજસ્થાન, પંજાબ અને સિંધની લોકસંસ્કૃતિ સાથે વ્યાપકપણે સંકળાયેલા પરંપરાગત ‘ડબલ-વાંસળી વાદ્ય’…

વધુ વાંચો >

મિતાલી રાજ

મિતાલી રાજ (જ. 3 ડિસેમ્બર 1982, જોધપુર) : મહિલાક્રિકેટની સુપર સ્ટાર. જન્મ તમિલ પરિવારમાં થયો હતો. તેનો ઉછેર હૈદરાબાદ, તેલંગાણામાં થયો હતો, જ્યાં તેને ખૂબ જ નાની ઉંમરે ક્રિકેટમાં રસ પડ્યો. તેના પિતા દોરાઈ રાજ  ભારતીય વાયુસેનામાં સેવા આપતા હતા અને તેની માતા  લીલા રાજ, તેની રમતગમતની મહત્ત્વાકાંક્ષાઓને પોષતાં હતાં. શરૂઆતમાં,…

વધુ વાંચો >

મિશ્રા છન્નુલાલ

મિશ્રા છન્નુલાલ (જ. 3 ઑગસ્ટ 1936, હરિહરપુર, જિ. આઝમગઢ, ઉત્તરપ્રદેશ; અ. 2  ઓક્ટોબર 2025) : પ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયક અને  કિરાણા ઘરાના તથા બનારસ ઘરાના ગાયન શૈલીના પ્રતિનિધિ કલાકાર. તેમના દાદા, ગુડાઈ મહારાજ શાંતા પ્રસાદ, એક પ્રખ્યાત તબલાવાદક હતા. તેમનું જન્મનું નામ મોહનલાલ મિશ્રા હતું. તે વખતે એવી માન્યતા હતી કે…

વધુ વાંચો >

રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક, નવી દિલ્હી  (National War Memorial)

રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક, નવી દિલ્હી  (National War Memorial) (અનાવરણ : ફેબ્રુઆરી 2019) : ઇન્ડિયા ગેટ સર્કલ પર ભારતના સશસ્ત્ર સંઘર્ષોમાં લડનારા ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોના સન્માન માટે બનાવવામાં અવેલું સ્મારક. પાકિસ્તાન અને ચીન સાથેના સશસ્ત્ર સંઘર્ષો તેમજ 1961ના ગોવાના યુદ્ધ, ઑપરેશન પવન અને ઑપરેશન રક્ષક જેવાં અન્ય ઑપરેશનો દરમિયાન માર્યા…

વધુ વાંચો >

વાણિયા, રામજીભાઈ દેશાભાઈ

વાણિયા, રામજીભાઈ દેશાભાઈ (જ. 1925, ખરેડા, તા. મોરબી, સૌરાષ્ટ્ર) : તખ્તાનાયક, ગુજરાતી નાટકોના લેખક, દિગ્દર્શક અને અભિનેતા. વણકર જ્ઞાતિમાં જન્મ. બાળપણથી નાટ્યક્ષેત્ર પ્રત્યે અભિરુચિ. આસપાસનાં અભાવગ્રસ્ત પીડિત જીવંત પાત્રોનું અધ્યયન કરતા રહ્યા. પછી ભવાઈ, લોકમેળા અને ભજનમંડળીઓ વગેરે જેવાં લોકશિક્ષણનાં માધ્યમો દ્વારા અભિનય તરફ પ્રથમ પગરણ માંડ્યાં. ત્યારબાદ નાટ્યલેખનની શરૂઆત…

વધુ વાંચો >

વિશ્વનાથ કાર્તિકેય

વિશ્વનાથ કાર્તિકેય ( જ. 2008 હૈદરાબાદ) : રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતા. ક્રિકેટ એ આપણા દેશમાં એક રમતમાત્ર નથી, પણ એક ધર્મ છે અને અહીં ક્રિકેટરની નાનીમોટી દરેક સિદ્ધિનાં ગુણગાન ગાવામાં આવે છે ત્યાં બીજી કોઈ રમતમાં બહુ જ નાની ઉંમરે મેળવેલ સિદ્ધિ વિશે પણ બહુ ઓછી ચર્ચા થાય એ સ્વાભાવિક…

વધુ વાંચો >

વ્યાસ, ગિજુભાઈ

વ્યાસ, ગિજુભાઈ (જ. 23 એપ્રિલ 1922, દીવ; અ. 6 માર્ચ 2002) : ઉચ્ચરિત શબ્દોના બેતાજ બાદશાહ. ગુજરાતના પણ એ સમયે પૉર્ટુગીઝ શાસનના દીવ બંદરે તેમનો જન્મ. એમનું કુટુંબ મુંબઈ આવ્યું. તેમણે પ્રાથમિક શિક્ષણ મુંબઈની વિવિધ શાળાઓમાં લીધું. 1944માં ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે મુંબઈ યુનિવર્સિટીના સ્નાતક થયા. આગળ ભણવાની હોંશ…

વધુ વાંચો >

શિવ નાદર

શિવ નાદર ( જ. 14 જુલાઈ 1945, મૂલાઈપોઝી, મદ્રાસ પ્રેસિડેન્સી, હાલનું તમિળનાડુ) : ભારતીય ઉદ્યોગપતિ, ઉદ્યોગસાહસિક, સેવાભાવી અને પરોપકારી. ભારતની અગ્રણી આઇટી સેવા કંપનીઓમાંની એક, એચસીએલ ટૅક્નૉલૉજીસના સ્થાપક તરીકે જાણીતા છે. તમિળ હિન્દુ પરિવારમાં જન્મ થયો હતો. તેમનાં માતાપિતા શિવસુબ્રમણ્ય નાદર અને વામસુંદરી દેવી હતાં. નાદરે 1967માં અમેરિકન કૉલેજ, મદુરાઈમાંથી પ્રી-યુનિવર્સિટી…

વધુ વાંચો >

શ્રીવાસ્તવ ડૉ. રીતુ કરીધલ

શ્રીવાસ્તવ ડૉ. રીતુ કરીધલ (જન્મ 13 એપ્રિલ 1975 , લખનઉ) : રૉકેટ વુમન તરીકે પ્રસિદ્ધ અવકાશ વિજ્ઞાની. તેઓ ભારતનાં સૌથી પ્રખ્યાત અવકાશ વૈજ્ઞાનિકોમાંનાં એક છે તે ભારતીય અવકાશ સંશોધન સંગઠન(ISRO)માં એક વરિષ્ઠ વૈજ્ઞાનિક અને ઍરોસ્પેસ એન્જિનિયર છે. મંગળ ભ્રમણકક્ષા મિશન, ચંદ્રયાન-2 અને ચંદ્રયાન-3 જેવા ભારતના અવકાશ મિશનમાં તેમનું નોંધપાત્ર યોગદાન રહ્યું…

વધુ વાંચો >