તેલુગુ સાહિત્ય
કાલીપટનમ્ રામારાવ
કાલીપટનમ્ રામારાવ (જ. 9 નવેમ્બર 1924, શ્રીકાકુલમ, આંધ્ર પ્રદેશ; અ. 4 જૂન 2021, શ્રીકાકુલમ) : તેલુગુ સાહિત્યના જાણીતા વાર્તાકાર અને નવલકથાકાર. તેમને તેમના ઉત્તમ વાર્તાસંગ્રહ ‘યજ્ઞમ્ તો તોમ્મિદી’ માટે 1995ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેઓ વિશાખાપટ્ટનમ્ની એક શાળામાં 30 કરતાં વધુ વર્ષોથી અધ્યાપનકાર્ય કરાવ્યું હતું.. તેમની…
વધુ વાંચો >કુંદુર્તી ક્રુતુલુ
કુંદુર્તી ક્રુતુલુ (1975) : તેલુગુ કાવ્યસંગ્રહ. ‘વાચનકવિતા’ તરીકે ઓળખાતી કુંદુર્તી આંજનેયુલુએ રચેલી અત્યાધુનિક કવિતાનો આ છઠ્ઠો સંગ્રહ છે. તેને માટે એમને 1977નો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. વાચનકવિતાનું આંદોલન એમણે જ શરૂ કરેલું. એ આંદોલનનો ઉદ્દેશ પ્રણાલિકાભંગ હતો. આ કાવ્યસંગ્રહનું નામકરણ એમના ગામના નામ પરથી થયેલું છે. એમાંનાં…
વધુ વાંચો >કૃષ્ણમાચારી ધર્માવવિરમ્
કૃષ્ણમાચારી ધર્માવવિરમ્ (જ. 22 નવેમ્બર 1852, ધર્માવરમ્; અ. 30 નવેમ્બર 1913, આલુર) : ઓગણીસમી સદીના ઉત્તરાર્ધના તેલુગુ ભાષાના ખ્યાતનામ નાટકકાર. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ વેલ્લરીમાં, ઉચ્ચશિક્ષણ હૈદરાબાદમાં. એમણે તેલુગુ નાટ્યસાહિત્યને એક નવો જ વળાંક આપ્યો. એમણે એમનાં નાટકોમાં યક્ષગાન શૈલીનો પ્રયોગ કર્યો અને નાટકમાં પ્રસંગાનુરૂપ ગીતોનો પણ સમાવેશ કર્યો. એમણે…
વધુ વાંચો >કૃષ્ણમાચાર્યુલુ
કૃષ્ણમાચાર્યુલુ (ચૌદમી સદી) : તેલુગુ લેખક, પ્રસિદ્ધ યાત્રાધામ સિંહાચલના નિવાસી. તે તેલુગુમાં ‘વચન સાહિત્ય’ના પ્રવર્તક ગણાય છે. ‘વચન વાઙ્મય’ કન્નડમાં જાણીતું છે, પરંતુ તેલુગુમાં તેનો ખાસ પ્રચાર ન હતો. આ સાહિત્યપ્રકારથી આંધ્રભારતી-તેલુગુ સાહિત્યને અલંકૃત કરવાનું શ્રેય આ કવિને છે. કાકતીય સમ્રાટ દ્વિતીય પ્રતાપરુદ્ર- (1295-1326)ના તે સમકાલીન ગણાય છે. સિંહાચલના સ્વામી…
વધુ વાંચો >કૃષ્ણશતકમ
કૃષ્ણશતકમ (ચૌદમું શતક) : તેલુગુ વૈષ્ણવ કવિતામાં મહત્વનું સ્થાન ધરાવતું કાવ્ય. રચયિતા કવનલૈ ગોપન્ના. કાવ્ય સો શ્લોકોમાં રચાયેલું છે. એમાં બાળપણથી માંડીને વૈકુંઠ પ્રયાણ સુધીના શ્રીકૃષ્ણના જીવનના મહત્વના પ્રસંગો સંક્ષેપમાં નિરૂપાયા છે. અનેકાનેક પ્રસંગોમાંથી વિવેકપૂર્ણ ચયન કરીને, કાવ્યમાં સાતત્ય જળવાઈ રહે એ રીતે નિરૂપણ કરવું એ કઠિન કાવ્ય કવિ સફળતાથી…
વધુ વાંચો >કૃષ્ણશાસ્ત્રી ડી. વી.
કૃષ્ણશાસ્ત્રી ડી. વી. (જ. 1 નવેમ્બર 1897, પિથાપુરમ્, જિ. પૂર્વ ગોદાવરી, આંધ્ર; અ. 24 ફેબ્રુઆરી 1980, ચેન્નાઈ) : તેલુગુ લેખક અને કવિ. ઉચ્ચ શિક્ષણ ચેન્નાઇમાં લીધું. ત્યાંથી 1918માં બી.એ.ની ડિગ્રી પ્રથમ વર્ગમાં મેળવી. તે પછી ઉચ્ચ માધ્યમિક શાળામાં શિક્ષકની નોકરી કરી અને 1925માં કાકીનાડા કૉલેજમાં તેલુગુના પ્રાધ્યાપક તરીકે નિયુક્ત થયા.…
વધુ વાંચો >