તપસ્વી નાન્દી
અનર્ઘરાઘવ (નવમી સદી)
અનર્ઘરાઘવ (નવમી સદી) : લગભગ નવમી સદીના અંતે થયેલ મુરારિરચિત સાત અંકનું સંસ્કૃત નાટક. તેનું વિષયવસ્તુ રામાયણકથા પર આધારિત છે. મૂળ કથામાં બહુ ઓછા ફેરફાર સાથે રચાયેલ આ નાટકમાં મુખ્યત્વે શ્ર્લોકો દ્વારા રજૂઆત થઈ છે. ગદ્યાંશ કેવળ માહિતીના પૂરક રૂપે અથવા તો વર્ણનાત્મક એકોક્તિઓની રજૂઆત માટે જ પ્રયોજાયેલ છે. તેથી…
વધુ વાંચો >અભાવવાદ
અભાવવાદ : ધ્વનિ તો પ્રવાદમાત્ર છે એમ માનતો મત. આ અભાવવાદના ત્રણ વિકલ્પો વિચારાયા છે. તદનુસાર, શબ્દ તથા અર્થના ગુણ અને અલંકારો જ શોભાકારક હોવાથી, લોક અને શાસ્ત્રથી ભિન્ન એવા સુંદર શબ્દાર્થના સાહિત્યરૂપ કાવ્યનો બીજો કોઈ શોભાહેતુ નથી, જે કહેવાયો ન હોય, તે થયો એક પ્રકાર. જે કહેવાયો નથી તે…
વધુ વાંચો >અલંકારમહોદધિ
અલંકારમહોદધિ (1225-26) : વસ્તુપાલના સમકાલીન, હર્ષપુરીય ગચ્છના નરચન્દ્રસૂરિના શિષ્ય નરેન્દ્રપ્રભસૂરિકૃત અલંકારશાસ્ત્રનો મહત્વનો ગ્રંથ. રચના-સ્થળ પાટણ અથવા ધોળકા. વસ્તુપાળની વિનંતીને માન આપીને પુરોગામી અલંકારગ્રંથોને આધારે તેની રચના થઈ છે. આઠ ‘તરંગો’માં અલંકારશાસ્ત્રના વિષયો અનુક્રમે કાવ્યનું પ્રયોજન, કારણ અને સ્વરૂપનિર્ણય, કવિશિક્ષા અને (1) શબ્દવૈચિત્ર્ય, (2) ધ્વનિનિર્ણય, (3) ગુણીભૂત વ્યંગ્ય, (4) દોષનિરૂપણ, (5)…
વધુ વાંચો >અલંકારમંજૂષા
અલંકારમંજૂષા (અઢારમી સદીનો ઉત્તરાર્ધ) : દેવશંકર પુરોહિતકૃત, પુણેના પેશ્વાઓની પ્રશસ્તિનાં ઉદાહરણોને વણી લેતી અલંકારો પરની નાનકડી કૃતિ. શ્રીગણેશ, શ્રીરામ અને સીતાની પ્રશસ્તિ-વંદનાથી કૃતિનો આરંભ કરવામાં આવ્યો છે. 115 અલંકારોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તે પૈકી 103માં પરમાલંકાર, 107થી 113માં ધ્વન્યાલંકારો અને 114 અને 115માં મિશ્રાલંકારોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. કારિકામાં…
વધુ વાંચો >અલંકારવિમર્શિની
અલંકારવિમર્શિની (તેરમી સદી) : રુય્યકના ‘અલંકારસર્વસ્વ’ પર જયરથે રચેલી ટીકા. તેને ટીકા કરતાં ભાષ્ય કહેવું વધારે યોગ્ય છે. અત્યંત ગંભીર શૈલીમાં રચાયેલી આ ટીકા પંડિતરાજના ‘રસગંગાધર’ની જેમ અનેક સંદર્ભોથી યુક્ત છે. ‘વિમર્શિની’નું સ્થાન અભિનવગુપ્તના ‘લોચન’ની સમકક્ષ ગણાય છે. અલંકારોના ખંડનમંડનમાંની પ્રૌઢિ, ચિંતનનું ગાંભીર્ય, વિદ્વત્તાપૂર્ણ વિશ્લેષણ તથા મૌલિક વિચારોનું નિરૂપણ વગેરેનું…
વધુ વાંચો >ઉજ્જ્વલનીલમણિ
ઉજ્જ્વલનીલમણિ : 1490થી 1563માં થઈ ગયેલા રૂપ ગોસ્વામીએ રચેલો કાવ્યશાસ્ત્રનો ગ્રંથ. તે કાવ્યમાલા સીરિઝ, બૉમ્બેમાં પ્રકાશિત થયેલ છે. તેમાં ભક્તિરસના વિશ્લેષણની વ્યાખ્યા અપાયેલ છે. મુખ્ય રસ પાંચ છે : શાંતિ, પ્રીતિ, પ્રેયસ, વત્સલ અને ઉજ્જ્વલ (મધુર). ભક્તિરસનો ઉત્તમ પ્રકાર તે મધુરા ભક્તિ અને તે જ ઉજ્જ્વલ રસ છે. તેમાં ઉદાહરણરૂપ…
વધુ વાંચો >ઉદ્યોત (અઢારમી સદી)
ઉદ્યોત (અઢારમી સદી) : ‘કાવ્યપ્રકાશ’ની ગોવિંદ ઠક્કુરરચિત ટીકા ‘પ્રદીપ’ પર નાગેશ ભટ્ટકૃત ભાષ્ય. ‘ઉદ્યોત’ એના નામ પ્રમાણે ‘કાવ્યપ્રકાશ’ અને ‘પ્રદીપ’નાં મહત્વનાં સ્થાનો પર પ્રકાશ નાખે છે. મૂળ ગ્રંથના દુર્બોધ અંશોનું વિશદીકરણ, સિદ્ધાંતોને અસત્ય બતાવતા આક્ષેપોનું નિરાકરણ અને સત્યનો અંગીકાર – ટીકાકારનાં આ ત્રણેય કર્તવ્યોને ‘ઉદ્યોત’માં ચરિતાર્થ કરવામાં આવ્યાં છે. ખંડનમંડનની…
વધુ વાંચો >
અભિનવભારતી
અભિનવભારતી (દસમી સદી) : આચાર્ય અભિનવગુપ્તપાદે ભરતના નાટ્યશાસ્ત્ર ઉપર લખેલી ટીકા. નૃત્ય અને નાટ્યને લગતી આ વિસ્તૃત ને વિશદ વિદ્વત્તાપૂર્ણ ટીકામાં નાટ્ય તથા કાવ્યાશ્રિત રસવિષયક મહત્વપૂર્ણ સિદ્ધાંતનું પ્રતિપાદન છે. શાન્ત રસને નવમા સ્વતંત્ર રસ તરીકે (અથવા રસોના રસ – મહારસ – તરીકે) સ્થાપિત કરવામાં તેમણે ખાસ પરિશ્રમ ઉઠાવ્યો છે. નાટ્યશાસ્ત્રમાં…
વધુ વાંચો >