તત્વજ્ઞાન

કાન્ટ, ઇમાન્યુએલ

કાન્ટ, ઇમાન્યુએલ (જ. 22 એપ્રિલ 1724, કૉનિગ્ઝસબર્ગ, પૂર્વ પ્રશિયા; અ. 12 ફેબ્રુઆરી 1804, કૉનિગ્ઝસબર્ગ, પૂર્વ પ્રશિયા) : આધુનિક પાશ્ચાત્ય તત્ત્વચિન્તનના મહાન ફિલસૂફ. કાન્ટે સોળ વર્ષની વયે કૉનિગ્ઝસબર્ગની યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવીને છ વર્ષ સુધી ત્યાં અભ્યાસ કર્યો. ત્યારપછી કેટલાંક વર્ષો કાન્ટે વિદ્યાર્થીઓને ખાનગી રાહે શિક્ષણ આપવાનું કાર્ય કર્યું. તેને એકત્રીસમા વર્ષે…

વધુ વાંચો >

કારનાપ રુડૉલ્ફ

કારનાપ રુડૉલ્ફ (જ. 18 મે 1891, રોન્સ ડૉર્ફ, પ્રુશિયા ; અ. 14 સપ્ટેમ્બર 1970, સાન્ટા મોનિકા, કૅલિફૉર્નિયા) : પ્રસિદ્ધ જર્મન તત્ત્વજ્ઞ. જર્મનીના રોન્સ ડૉર્ફમાં જન્મેલા કારનાપે 1910થી 1914 સુધી તત્ત્વજ્ઞાન, ભૌતિકશાસ્ત્ર અને ગણિતનો અભ્યાસ જર્મનીની જેના અને ફ્રાઇબર્ગ યુનિવર્સિટીઓમાં કર્યો હતો. 1910, 1913 અને 1914માં જેનામાં ફ્રેગેના તેઓ વિદ્યાર્થી હતા.…

વધુ વાંચો >

કાર્લાઇલ, ટૉમસ

  કાર્લાઇલ, ટૉમસ (જ. 4 ડિસેમ્બર 1795, ઇક્લિફેકન ડમ્ફ્રીશાયર, સ્કૉટલૅન્ડ; અ. 4 ફેબ્રુઆરી 1881, લંડન) : ઇંગ્લૅન્ડના ઓગણીસમી સદીના નામાંકિત ઇતિહાસકાર, નિબંધકાર તથા તત્વચિંતક. કડિયાકામનો વ્યવસાય કરી પ્રામાણિક અને ઉદ્યમી જીવન જીવતા પિતા જેમ્સ કાર્લાઇલ પ્રૉટેસ્ટન્ટ સુધારક કૅલ્વિનના ચુસ્ત અનુયાયી હતા. કુટુંબની આર્થિક સંકડાશને કારણે ટૉમસને પ્રારંભિક ભણતરમાં ઠીક ઠીક…

વધુ વાંચો >

કાલ

કાલ : વૈદિક સંહિતાઓમાં ‘સમય’ના અર્થમાં પ્રયુક્ત થયેલો શબ્દ. ‘અથર્વસંહિતા’(19.53 અને 54)નાં બે સૂક્તો કાલને ઉદ્દેશી રચાયેલાં છે. તેમાં કાલના મહિમાનો થોડોક ખ્યાલ અપાયેલો જોવા મળે છે. ઉપનિષત્ કાલમાં જીવ-અજીવ સૃષ્ટિ પર તેનો અનિવાર્ય પ્રભાવ જોવા મળે છે. ‘શ્વેતાશ્વતર ઉપનિષદ’માં કાલનો પ્રભાવ વર્ણવી કાલ પર પરમેશ્વરની સત્તાનું વર્ણન કરાયેલું છે.…

વધુ વાંચો >

કાલવાદ

કાલવાદ : ભારતીય દર્શનો અનુસાર કાલ વિશે પ્રવર્તતા વિભિન્ન મતો. કાલનું મહત્વ સામાન્ય માનવ સ્વીકારે છે તેમ તત્વચિંતકોએ પણ તેને વિશે ગંભીરતાપૂર્વક વિચારણા કરી છે. કુદરતમાં બધું કાલ અનુસાર જ થાય છે; માનવજીવનમાં પણ કાલ અનુસાર પરિવર્તન આવ્યા કરે છે. અથર્વવેદ(19.53, 54)માં કાલને પ્રજાપતિની જેમ પરમ સર્જક-ઉત્પાદક શક્તિ માનીને તેની…

વધુ વાંચો >

કિર્કગાર્ડ

કિર્કગાર્ડ (જ. 5 મે 1813, કૉપનહેગન; અ. 11 નવેમ્બર 1855, કૉપનહેગન) : યુરોપના 19મી સદીના મહાન ચિંતક.  પિતાએ કિર્કગાર્ડને ધર્મવિષયક/નૈતિકતાવિષયક અપરાધભાવ (guilt), પસ્તાવો, નિરાશા, વિષાદ, વ્યગ્રતા ચિન્તા વગેરે મનોભાવો તેમના પિતા માઇક્યેલ તરફથી જાણે કે વારસામાં મળ્યા હતા. જીવનના ઊંડા પ્રશ્નો પ્રત્યેના ચિન્તન સાથે સંકળાયેલા આ મનોભાવો કોઈ સાંસારિક/લૌકિક મૂંઝવણો…

વધુ વાંચો >

કુમારિલ ભટ્ટ

કુમારિલ ભટ્ટ (પૂ. મી.) (સાતમી સદી ઉત્તરાર્ધ) (Oસ્વામી, Oમિશ્ર, Oભટ્ટપાદ) : પ્રાચીન બ્રાહ્મણધર્મ અને કર્મકાંડના પ્રબળ પુરસ્કર્તા મીમાંસક. દંતકથાના આધારે તેમના જીવન અંગેની માહિતી મળે છે. ઉત્તર બિહાર(સંભવત: મિથિલા)માં બ્રાહ્મણકુળમાં જન્મ. પિતા યજ્ઞેશ્વર ભટ્ટ અને માતા ચંદ્રગુણા. જયમિશ્ર તેમનો પુત્ર હતો. બુદ્ધાચાર્ય પાસે બૌદ્ધ સિદ્ધાંતો શીખ્યા હતા. પ્રભાકરમિશ્ર, મંડનમિશ્ર અને…

વધુ વાંચો >

કૃષ્ણમૂર્તિ જે.

કૃષ્ણમૂર્તિ જે. (જ. 11 મે 1895, મદનાપલ્લી, ત્રિચુર, આંધ્રપ્રદેશ; અ. 17 ફેબ્રુઆરી 1986, ઓ’હેર, કૅલિફૉર્નિયા) : વીસમી સદીના મહાન તત્વચિંતક, ભારતમાં જન્મ લઈને તે કૅલિફૉર્નિયામાં સ્થિર થયા પણ તેમના ચિંતનનો લાભ વિશ્વભરના લોકો લેતા રહ્યા. કોઈ વાદ, વિચાર, સંઘ કે સંપ્રદાયમાં તેમનું ચિંતન કુંઠિત કરવાને બદલે તેમણે સદૈવ ચર્ચા અને…

વધુ વાંચો >

કૅલ્વિન – જ્હૉન : જુઓ કૅલ્વિનવાદ.

કૅલ્વિન, જ્હૉન : જુઓ કૅલ્વિનવાદ

વધુ વાંચો >

કૅલ્વિનવાદ

કૅલ્વિનવાદ : યુરોપમાં પ્રવર્તેલ ધર્મસુધારણાના આંદોલનનું એક સ્વરૂપ. ‘લ્યૂથરવાદ’ તથા ‘ઝ્વિંગલીવાદ’(ઝુરિકના પાદરી હુલડ્રિચ ઝ્વિંગલી; 1484-1531)ના એક વિકલ્પ તરીકે અને પ્રૉટેસ્ટન્ટ પંથના એક ફાંટારૂપે ‘કૅલ્વિનવાદ’ પણ તત્કાલીન સ્વિટ્ઝર્લૅન્ડમાં ધર્મસુધારણાનું જે આંદોલન શરૂ થયેલું તેમાં એક મહત્વનું બળ કે પાસું હતો. આ વાદના પ્રેરક હતા ફ્રાન્સના વતની જ્હૉન કૅલ્વિન (1509થી 1564). બિશપ…

વધુ વાંચો >