તત્ત્વજ્ઞાન

ઉપાધિ (ન્યાયદર્શન)

ઉપાધિ (ન્યાયદર્શન) : સમીપવર્તી વસ્તુને પોતાનો ગુણધર્મ આપે તે. જેમ કે સામે મૂકેલા લાલ ફૂલથી શ્વેત સ્ફટિક પણ લાલ લાગે છે. ત્યાં લાલ ફૂલ ઉપાધિ કહેવાય. ન્યાયદર્શનોમાં ઉપાધિનો સંદર્ભ અનુમાનપ્રમાણ સાથે છે. અનુમાનનો આધાર વ્યાપ્તિ છે. વ્યાપ્તિ એટલે હેતુ અને સાધ્ય વચ્ચેનો નિયત સ્વાભાવિક સંબંધ. ‘જ્યાં ધૂમ ત્યાં અગ્નિ’ એ…

વધુ વાંચો >

ઉપાધ્યાય બલદેવ

ઉપાધ્યાય બલદેવ (જ. 10 ઑક્ટોબર 1899, સોનબરસા, જિ. બલિયા, ઉત્તરપ્રદેશ; અ. 10 ઑગસ્ટ 1999, વારાણસી) : ભારતીય દર્શન અને સાહિત્યના પ્રકાંડ પંડિત. કાશી વિશ્વવિદ્યાલયમાંથી એમ.એ. થયા પછી ત્યાં સંસ્કૃતના અધ્યાપક થયા. પોતે દર્શન અને સૈદ્ધાંતિક સાહિત્ય સમીક્ષાના ક્ષેત્રમાં સંસ્કૃત વાંઙમયના ઉપલબ્ધ આકર ગ્રંથોનો ઉપયોગ કરીને હિંદીને સમૃદ્ધ કરવાની દિશામાં મહત્વનાં…

વધુ વાંચો >

ઉમર ખય્યામ

ઉમર ખય્યામ (જ. 18 મે 1048, નીશાપુર (ઈરાન); અ. 4 ડિસેમ્બર 1122, નીશાપુર) : અરબી ભાષાના વિશ્વવિખ્યાત કવિ તેમજ પ્રખર ફિલસૂફ, તર્કશાસ્ત્રી, ખગોળવિજ્ઞાની અને ગણિતશાસ્ત્રી. આખું નામ અબુ અલ-ફતહ બિન ઇબ્રાહીમ અલ ખય્યામ. કૌટુંબિક વ્યવસાયને લઈને જ ખય્યામ એટલે કે તંબૂ બનાવનાર કહેવાયા. ખગોળ અને અંકશાસ્ત્રના વિશારદ અબૂલ હસન અલ…

વધુ વાંચો >

ઊનામૂનો (ય જુગો)

ઊનામૂનો (ય જુગો) મિગ્વેલ દ (જ. 21 સપ્ટેમ્બર 1864, બિલ્બાઓ, સ્પેન; અ. 31 ડિસેમ્બર 1936, સૅલમૅન્ક) : સ્પૅનિશ તત્ત્વચિંતક, સાહિત્યકાર અને કેળવણીકાર. તેઓ કવિ, નવલકથાકાર, નાટ્યકાર તથા વિવેચક હતા. સ્પેનના તેમના સમયના સૌથી મહાન લેખક તરીકે તેમની ગણના થતી હતી. બિલ્બાઓમાં શાળાકીય શિક્ષણ પૂરું કરીને તેઓ 1880માં મૅડ્રિડ યુનિવર્સિટીમાં જોડાયા…

વધુ વાંચો >

એકેશ્વરવાદ

એકેશ્વરવાદ (monotheism) : ‘ઈશ્વર એક અને અદ્વિતીય છે’ એવી માન્યતાનું સમર્થન કરતી વિચારસરણી. ધર્મોના ઇતિહાસની ર્દષ્ટિએ એકેશ્વરવાદ એ અનેકદેવવાદ(polytheism)નો વિરોધી વાદ છે. યહૂદી અને ઇસ્લામ ધર્મમાં એકેશ્વરવાદનું પ્રતિપાદન અનેકદેવવાદના સ્પષ્ટ ખંડન સાથે થયેલું છે. વૈદિક ધર્મમાં અનેક દેવોના અસ્તિત્વનો સ્વીકાર થયેલો છે એ હકીકતની સાથે એ પણ નોંધપાત્ર છે કે…

વધુ વાંચો >

ઍક્વાયનસ, ટૉમસ

ઍક્વાયનસ, ટૉમસ (જ. 1225, રોકેસેકા, નેપલ્સ પાસે; અ. 7 માર્ચ 1274, ફોસાનૌઆ, ઇટાલી) : યુરોપના મધ્યયુગના મહાન ચિંતક. 1244માં ખ્રિસ્તી ધર્મના ડૉમિનિકન ઑર્ડરના સભ્ય થયા પછી તેમણે પૅરિસ યુનિવર્સિટીમાં અધ્યાપનકાર્ય કર્યું હતું. તેઓ ‘ઍન્જેલિક ડૉક્ટર’ તરીકે જાણીતા હતા. તેરમી સદી યુરોપનો સંક્રાંતિકાળ હતો, તેમાં ગ્રીક ફિલસૂફીનો અનુવાદ સુલભ બન્યો તેનો…

વધુ વાંચો >

ઐતરેય ઉપનિષદ

ઐતરેય ઉપનિષદ : જુઓ ઉપનિષદ.

વધુ વાંચો >

ઑગસ્ટાઇન, સેન્ટ

ઑગસ્ટાઇન, સેન્ટ [જ. 13 નવેમ્બર 354, સોખારસ, અલ્જિરિયા (ન્યૂમીડિયા પ્રાચીન); અ. 28 ઑગસ્ટ 430, હીપો, અલ્જિરિયા] : ખ્રિસ્તી ધર્મપરંપરા અને ઈશ્વરમીમાંસામાં મોટો ફાળો આપનાર મધ્યયુગના અગ્રણી તત્વજ્ઞ. પ્રાચીન ગ્રીક સંસ્કૃતિના મધ્યયુગ તરફના સંક્રાન્તિકાળના તેઓ એક પ્રભાવશાળી પ્રતિનિધિ હતા. ગ્રીસના પ્રશિષ્ટ સાંસ્કૃતિક વારસાથી તેઓ સુપરિચિત હતા. પરંતુ તેનાથી વંચિત રહેલા મધ્યયુગમાં…

વધુ વાંચો >

ઓમ્ (ૐ)

ઓમ્ (ૐ) : ભારતીય પરંપરા અનુસાર પરમાત્માનો વાચક શબ્દ. સંસ્કૃતકોશ અનુસાર ‘ઓમ્’ શબ્દના, આરંભ, મંગલ, અનુમતિ, સ્વીકાર, અપાકૃતિ (નિરસન), શુભ અને જ્ઞેય બ્રહ્મ એટલા અર્થો છે. ઉપનિષદોમાં ઓમ્ શબ્દ મુખ્યત્વે જ્ઞેય બ્રહ્મ, પરમ બ્રહ્મ એવા અર્થોમાં પ્રયુક્ત થયો છે. કોશ અનુસારના અર્થો આ મુખ્ય અર્થના ફલિતાર્થો છે. ઓમ્ (ૐ) એ…

વધુ વાંચો >

ઓરેલિયસ, ઍન્ટોનિનસ માર્ક્સ

ઓરેલિયસ, ઍન્ટોનિનસ માર્ક્સ (જ. 26 એપ્રિલ 121, ઇટાલી; અ. 17 માર્ચ 180, વિયેના, ઑસ્ટ્રિયા) : નિગ્રહી (stoic) તત્ત્વચિંતક, રોમન બાદશાહ. તે ધનવાન કુટુંબમાં જન્મ્યો હતો અને બાદશાહ હેડ્રિયને તેને ભાવિ રોમન શાસક તરીકે પસંદ કર્યો હતો. વિવિધ વિષયના નિષ્ણાતો દ્વારા તેને વ્યવસ્થિત શિક્ષણ આપવામાં આવ્યું હતું. એપિક્ટેટસે ઉદબોધેલ નિગ્રહવાદ અને…

વધુ વાંચો >