તત્ત્વજ્ઞાન

આનંદવાદ

આનંદવાદ : આનંદ પરબ્રહ્મનો જ વાચક છે. रसो वै सः । એ રસ જ છે જેને પામીને વ્યક્તિ આનંદિત થાય છે. બૃહદારણ્યક ઉપનિષદમાં કહ્યું છે કે આનંદના એક અંશ માત્રના આશ્રયથી સહુ પ્રાણી જીવિત રહે છે. તૈત્તિરીય ઉપનિષદમાં પણ આનંદને જગતના સઘળા પદાર્થોનું કારણ, આધાર અને લય બતાવેલ છે. આનંદ…

વધુ વાંચો >

આભાસવાદ

આભાસવાદ : કાશ્મીરના અદ્વૈતવાદી શૈવ દર્શનનો મુખ્ય સિદ્ધાન્ત. પૂર્ણપણે અદ્વૈતવાદી શૈવ દર્શન કાશ્મીરમાં નવમા સૈકાના પૂર્વાર્ધમાં ઉદભવ્યું. તે આભાસવાદ, સ્વાતંત્ર્યવાદ, ત્રિક દર્શન, કાશ્મીર શૈવ દર્શન એમ અલગ અલગ નામે ઓળખાય છે. શિવસૂત્રના કર્તા વસુગુપ્ત (ઈ. સ. 825) તેના પ્રથમ પુરસ્કર્તા કહી શકાય. ‘શિવદૃષ્ટિ’ના કર્તા સોમાનંદે (9મી સદી) મુક્તિના અપૂર્વ ઉપાય…

વધુ વાંચો >

આમિયેલ, હેન્રી ફ્રેડરિક

આમિયેલ, હેન્રી ફ્રેડરિક (જ. 1821  જિનીવા, અ. 1881 ) : ફ્રેન્ચભાષી તત્વચિંતક અને ડાયરીલેખક. તેમના મૃત્યુ બાદ જિનીવામાં 1883માં ઈ. શેરેરની પ્રસ્તાવના સાથે તેમની ડાયરી ‘જર્નલ ઇન ટાઇમ’ બે ગ્રંથમાં પ્રગટ થતાં તેમને ખ્યાતિ મળી. એ ડાયરીની આઠમી આવૃત્તિ 1901માં પ્રગટ થઈ હતી. સંવેદનશીલ આત્માની આ રસપ્રદ રીતે લખાયેલી ડાયરીની…

વધુ વાંચો >

આરેન્ટ, હન્નાહ

આરેન્ટ, હન્નાહ (જ.14 ઑક્ટોબર 1906, હૅનોવર, જર્મની; અ. 4 ડિસેમ્બર 1975, ન્યૂયૉર્ક) : જર્મન અને અમેરિકન રાજ્યશાસ્ત્રી અને તત્વજ્ઞાનનાં પ્રાધ્યાપિકા. સર્વસત્તાવાદના તેમના અભ્યાસ અને યહૂદીઓ અંગેનાં તેમનાં લખાણો માટે તે વિશેષ જાણીતાં થયાં. તેમણે મારબર્ગ, ફ્રેઇબર્ગ અને હાઇડલબર્ગ યુનિવર્સિટીઓમાં અધ્યયન કર્યું. 1928માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. 1933માં જર્મનીમાં નાઝીઓ…

વધુ વાંચો >

આર્થી ભાવના

આર્થી ભાવના : પૂર્વમીમાંસાનો મૂળભૂત અને મહત્વનો સિદ્ધાંત. ભાવના એટલે જે અસ્તિત્વમાં આવવાનું હોય (ભવિતૃ) તે(કાર્ય)ના અસ્તિત્વમાં આવવા (ભવન) માટે અનુકૂળ એવો ઉત્પન્ન કરનાર(ભાવયિતૃ)નો વિશિષ્ટ વ્યાપાર (પ્રવૃત્તિ). અર્થાત્ વસ્તુ કે ઘટનાના અસ્તિત્વ માટે કર્તાનો અનુકૂળ વિશિષ્ટ વ્યાપાર. વિધિવાક્ય દ્વારા સૂચિત થતી અને સાધ્યને સિદ્ધ કરવાની સાધનસહિતની સમગ્ર પ્રક્રિયાનો ભાવનામાં સમાવેશ…

વધુ વાંચો >

આલ્કમિયોન

આલ્કમિયોન (આશરે ઈ. સ. પૂ. છઠ્ઠી સદી) : પ્રાચીન ગ્રીસનો તત્વજ્ઞાની અને ક્રોટોનની એકૅડેમીનો શરીરક્રિયાવિજ્ઞાની. સંશોધનના હેતુ માટે માનવશરીર ઉપર વાઢકાપ કરનાર તે પ્રથમ હતો. જીવતાં પ્રાણીઓનાં અંગ તપાસવા માટે વાઢકાપ કરનાર પણ તે પ્રથમ હતો. તે એવા નિષ્કર્ષ પર આવ્યો હતો કે માનવીનું મગજ તેની બુદ્ધિનું કેન્દ્ર છે. ઈ.…

વધુ વાંચો >

આસ્તિક-નાસ્તિક દર્શન

આસ્તિક-નાસ્તિક દર્શન : ઈશ્વર, પરલોક અને વેદનું પ્રામાણ્ય સ્વીકારતાં અને નહિ સ્વીકારતાં ભારતીય દર્શનો. પ્રચલિત માન્યતા અને પરંપરા અનુસાર ચાર્વાક, જૈન અને બૌદ્ધ એ ત્રણ દર્શનો નાસ્તિક છે, જ્યારે સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, પૂર્વમીમાંસા અને વેદાન્ત (ઉત્તર મીમાંસા) આ છ દર્શનો આસ્તિક છે. સામાન્ય રીતે જગત્કર્તા નિત્યમુક્ત ઈશ્વરને માનનારને આસ્તિક…

વધુ વાંચો >

ઇબ્ન રુશ્દ

ઇબ્ન રુશ્દ (જ. 1126,  કુર્તબા; અ. 1198) : મહાન આરબ ચિંતક. નામ મુહમ્મદ, પિતાનું નામ અહમદ. ઇબ્ન રુશ્દ કુન્યહ. તે પ્રથમ સ્પેનમાં સેવિલ પ્રાંતના ન્યાયાધીશ અને પછી મોરોક્કોના રાજા યૂસુફના રાજવૈદ્ય તરીકે નિમાયેલો. તેણે યુરોપની વિચારધારા ઉપર ઊંડી છાપ પાડી છે. તેણે પોતાની ખ્યાતનામ કૃતિ ‘તહાફુતુત્તહાફુત’ની રચના ઇમામ ગઝાલીના ગ્રંથ…

વધુ વાંચો >

ઇબ્ન સીના

ઇબ્ન સીના (જ. 980, બુખારા, ઉઝબેકિસ્તાન; અ. 1037, હમદાન, ઈરાન) : ‘જ્ઞાનીઓના શિરોમણિ’ અને ‘ઍરિસ્ટોટલ પછીના બીજા મહાન તત્વજ્ઞ’ જેવાં સર્વોચ્ચ બિરુદો પામેલા અને પશ્ચિમ જગતમાં અવિસેન્ના(Avicenna)ના નામે જાણીતા મશહૂર અરબ તત્વજ્ઞ, વૈદકશાસ્ત્રી, ખગોળવિદ અને ગણિતવિજ્ઞાની. મૂળ નામ અબૂ અલી હુસૈન. પિતાનું નામ અબ્દુલ્લાહ. 10 વર્ષની વયે શાળાનું બધું શિક્ષણ…

વધુ વાંચો >

ઇબ્ન હઝમ

ઇબ્ન હઝમ (જ. 7 નવેમ્બર 994, કોર્ડોવા; અ. 15 ઑગસ્ટ 1064, મન્તા લિશામ) : મુસ્લિમ સાહિત્યકાર, ઇતિહાસકાર, કાયદાનો તજજ્ઞ, તત્વચિંતક અને ધર્મશાસ્ત્રી. મૂળ નામ અબૂ મુહમ્મદ અલી. પિતાનું નામ અહમદ બિન સઈદ. ઇબ્ન હઝમના કુન્યહથી પ્રસિદ્ધ છે. તે આરબ-મુસ્લિમ સંસ્કૃતિનો એક મહાન વિચારક હતો. સ્પેનના મુસલમાનોમાં સૌથી મૌલિક અને મહાન…

વધુ વાંચો >