જ. પો. ત્રિવેદી
રૉય, પ્રફુલ્લચંદ્ર
રૉય, પ્રફુલ્લચંદ્ર (જ. 2 ઑગસ્ટ 1886, રારૂલી–કતીપરા, જિ. ખુલના, બાંગ્લાદેશ; અ. 16 જૂન 1944, કૉલકાતા) : ઉચ્ચ કોટિના રસાયણવિદ અને ભારતમાં રાસાયણિક સંશોધન તેમજ રાસાયણિક ઉદ્યોગના પ્રણેતા. તેમના દાદા નાદિયા તથા જેસોરના દીવાન હતા. પિતા હરિશ્ચંદ્ર રૉય ઉર્દૂ, અરબી, સંસ્કૃત અને અંગ્રેજીના સારા જાણકાર હતા. હરિશ્ચંદ્ર રૉયે પોતાના જિલ્લામાં સૌપ્રથમ…
વધુ વાંચો >રહેનિયમ
રહેનિયમ : આવર્તક કોષ્ટકના 7મા (અગાઉના VII B) સમૂહનું રાસાયણિક ધાત્વિક તત્વ. સંજ્ઞા Re. પરમાણુક્રમાંક (Z), 75. મેન્દેલિયેવે તેના આવર્તક કોષ્ટકમાં એકા-મૅન્ગેનીઝ (Z = 43) અને દ્વિ-મૅન્ગેનીઝ (Z = 75) એમ બે તત્વો માટે જગ્યા ખાલી રાખેલી. 1925માં ડબ્લ્યૂ. નોડાક, આઈ. ટાકે (પાછળથી ફ્રાઉ નોડાક) અને ઓ. બર્ગે ગેડોલિનાઇટ(એક સિલિકેટ)ના…
વધુ વાંચો >લલવાર, લૂઇ ફેડરિકો
લલવાર, લૂઇ ફેડરિકો (જ. 6 સપ્ટેમ્બર 19૦6, પૅરિસ; અ. 2 ડિસેમ્બર 1987, બૂએનૉસ આઇરિસ) : 197૦ના વર્ષનો રસાયણશાસ્ત્ર માટેનો નોબેલ પુરસ્કાર મેળવનાર. આર્જેન્ટીનાના જૈવરસાયણવિદ. યુનિવર્સિટી ઑવ્ બૂએનૉસ આઇરિસ(આર્જેન્ટીના)માંથી 1932માં તેઓ ઔષધશાસ્ત્રમાં ગ્રૅજ્યુએટ થયા. 1934–35માં તે જ યુનિવર્સિટીના ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફિઝિયૉલૉજીમાં ઉત્સેચકવિજ્ઞાનમાં કામ કરતા હતા ત્યારે સંશોધન માટે મેરિટ સ્કૉલરશિપ મળતાં,…
વધુ વાંચો >લિટમસ
લિટમસ : દ્રાવણ ઍસિડિક છે કે બેઝિક તે પારખવા માટે રસાયણશાસ્ત્રમાં વપરાતો જલદ્રાવ્ય રંગક. તે ઍસિડિક દ્રાવણોમાં રાતો અને બેઝિક દ્રાવણોમાં વાદળી રંગ ધારણ કરે છે. રંગનો આ ફેરફાર pH મૂલ્ય 4.5થી 8.3 (25° સે.)ની પરાસમાં થાય છે. આથી તે અનુમાપનોમાં સૂચક તરીકે યોગ્ય નથી. પણ દ્રાવણ ઍસિડિક છે કે…
વધુ વાંચો >લિપિડ (lipid – lipide અથવા lipin)
લિપિડ (lipid, lipide અથવા lipin) : જીવો(organisms)માંથી ઍસિટોન, ઈથર, ક્લૉરોફૉર્મ, કે બેન્ઝીન જેવાં અધ્રુવીય (nonpolar) દ્રાવકો દ્વારા નિષ્કર્ષણ કરી મેળવાતાં ચરબી અને ચરબી-નિગમિત (ચરબીજન્ય, fat-derived) દ્રવ્યો માટે વપરાતી વ્યાપક (inclusive) સંજ્ઞા (term). આ સંજ્ઞામાં બંધારણની ર્દષ્ટિએ તથા કાર્યપદ્ધતિ(function)ની રીતે ભિન્ન ભિન્ન પદાર્થો આવી જાય, કારણ કે આવાં દ્રાવકોમાં દ્રાવ્ય કે…
વધુ વાંચો >લિપ્સકોમ્બ, વિલિયમ નન
લિપ્સકોમ્બ, વિલિયમ નન (જ. 9 ડિસેમ્બર 1919, ક્લીવલૅન્ડ, ઓહાયો) : અમેરિકન અકાર્બનિક રસાયણવિદ્ અને 1976ના નોબેલ પુરસ્કારવિજેતા. તેઓ 1941માં યુનિવર્સિટી ઑવ્ કેન્ટકીમાંથી ગ્રૅજ્યુએટ થયા અને 1946માં કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. 1942થી 1946 દરમિયાન તેમણે ઑફિસ ઑવ્ સાયન્સ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટમાં ભૌતિકરસાયણવિદ્ તરીકે કામ કર્યું અને તે…
વધુ વાંચો >લિબ્બી, વિલાર્ડ ફ્રૅન્ક
લિબ્બી, વિલાર્ડ ફ્રૅન્ક (જ. 17 ડિસેમ્બર 1908, ગ્રાન્ડ વૅલી, કૉલોરાડો, યુ.એસ.; અ. 8 સપ્ટેમ્બર 1980, લૉસ એન્જેલસ, યુ.એસ.) : રેડિયો કાર્બન કાળગણના ટૅકનિક વિકસાવવા બદલ 1960ના વર્ષના રસાયણશાસ્ત્ર વિષય માટેના નોબેલ પુરસ્કાર વિજેતા. અમેરિકન રસાયણવિદ્. લિબ્બીએ યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા, બર્કલીમાંથી પીએચ.ડી. પદવી મેળવી અને 1933થી 1945 સુધી ત્યાંની વિદ્યાશાખામાં કામ…
વધુ વાંચો >લીબિગ, યસ્ટસ, બૅરન ઑવ્
લીબિગ, યસ્ટસ, બૅરન ઑવ્ (જ. 12 મે 1803, ડર્મસ્ટેટ, જર્મની; અ. 18 એપ્રિલ 1873, મ્યૂનિક) : જર્મન કાર્બનિક-રસાયણવિદ અને રસાયણશાસ્ત્રના સમર્થ શિક્ષણકાર. દવાવાળાના પુત્ર હોવાને નાતે તેમને રસાયણશાસ્ત્રમાં પહેલેથી જ રસ હતો. થોડો સમય ઔષધશાસ્ત્રનો અભ્યાસ કર્યા બાદ તેમણે યુનિવર્સિટી ઑવ્ બૉનમાં તે સમયના ખ્યાતનામ રસાયણવિદ કાર્લ વિલ્હેલ્મ ગોટ્ટલોબ કાસ્ટનરના…
વધુ વાંચો >લી, યુઆન ત્સે (Lee, Yuan Tseh)
લી, યુઆન ત્સે (Lee, Yuan Tseh) [જ. 29 નવેમ્બર 1936, સીન-ચુ, તાઇવાન (પીપલ્સ રિપબ્લિક ઑવ્ ચાઇના)] : રસાયણશાસ્ત્રમાં પ્રક્રિયા-ગતિકી (reaction dynamics) નામના નવા ક્ષેત્રમાં સંશોધન બદલ 1986ના વર્ષના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. તાઇવાનીઝ–અમેરિકન રસાયણવિદ. શરૂઆતમાં તાઇવાનમાં શિક્ષણ લીધા બાદ તેમણે યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા, બર્કલીમાંથી 1965માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી.…
વધુ વાંચો >લૅક્ટિક ઍસિડ
લૅક્ટિક ઍસિડ : કાર્બોક્સિલિક ઍસિડ તરીકે ઓળખાતા વર્ગનું એક કાર્બનિક સંયોજન. તે α-હાઇડ્રૉક્સિપ્રૉપિયોનિક ઍસિડ અથવા 2-હાઇડ્રૉક્સિપ્રૉપેનૉઇક ઍસિડ તરીકે પણ ઓળખાય છે. સૂત્ર : CH3CHOHCOOH. તે કેટલાક છોડવાઓના રસમાં, પ્રાણીઓના લોહી તથા સ્નાયુઓમાં જોવા મળે છે. દહીં, ચીઝ, છાશ (butter milk) જેવી આથવણ દ્વારા બનતી ખાદ્ય ચીજોમાં તે મુખ્ય એસિડિક ઘટક…
વધુ વાંચો >