જયાનંદ દવે
ઇન્દ્રાગ્ની
ઇન્દ્રાગ્ની : બે યમજ ભાઈઓ, ઋગ્વેદનાં 11 સૂક્તોમાં દેવતાયુગ્મ તરીકે પ્રશસ્તિ પામેલા છે. સાથે મળીને તેમણે દાસ-નગર-ધ્વંસ, નદી-કારાગાર-મુક્તિ, દસ્યુ-વધ, રાક્ષસ-અપસારણ વગેરે અનેક પરાક્રમો કર્યાં છે. वज्रबाहु, वृत्रघ्नौ, मधोनौः, यज्ञ-ऋत्विजौ, कवी, सदस्यती વગેરે સમાન વિશેષણો ધરાવનાર ઇન્દ્ર-અગ્નિ, તેમના ઘનિષ્ઠ સંબંધને અનુલક્ષીને, એક વાર अश्विनौ તરીકે પણ સંબોધાયા છે. જયાનંદ દવે
વધુ વાંચો >ઇન્દ્રાણી
ઇન્દ્રાણી : વૈદિક દેવતા તરીકે ઇન્દ્ર મહત્તમ હોવા છતાં, પત્ની તરીકે ઇન્દ્રાણીનું સ્થાન વેદોમાં ગૌણ રહ્યું છે. એક સૂક્ત(10-86)માં ઇન્દ્રના પ્રિય પાત્ર वृषाकपि(વાનર)ની દુષ્ટતાને કારણે ઇન્દ્રાણીએ તેનો બહિષ્કાર કર્યો હતો, પરંતુ અંતે તેમની વચ્ચે સમાધાન થયું હતું. ઇન્દ્રાણીએ ઋષિકા તરીકે કેટલાંક સૂક્તોનું દર્શન કર્યું છે. જયાનંદ દવે
વધુ વાંચો >ઇન્દ્રાવરુણૌ
ઇન્દ્રાવરુણૌ : ઋગ્વેદનાં 9 સૂક્તો દ્વારા પ્રશસ્તિ પામેલું દેવતાયુગ્મ. સહાય, સંરક્ષણ, સમૃદ્ધિ, યશ વગેરેનો સ્તોતાઓને ઉદારતાપૂર્વક લાભ આપનાર ઇન્દ્ર અને વરુણ વૃત્ર-વધ, યુદ્ધોમાં વિજયપ્રાપ્તિ, દુષ્ટો પર વજ્રપ્રહાર, સોમપાનનો શોખ, યજ્ઞોમાં નિમંત્રણ આદિ પ્રવૃત્તિઓમાં પરસ્પર સંલગ્ન રહ્યા છે. જળ માટેની જગ્યાનું ખોદકામ અને આકાશમાં સૂર્યનું ગતિસાતત્ય જેવાં વિશ્વકલ્યાણનાં વિરાટ કાર્યો પણ…
વધુ વાંચો >ઇન્દ્રાસોમૌ
ઇન્દ્રાસોમૌ : ઋગ્વેદનાં બે સૂક્તોમાં પ્રશસ્તિ પામેલું દેવતાયુગ્મ. તેમણે લોકકલ્યાણાર્થે સપ્તસિંધુને મુક્ત કરીને જળને પ્રવાહિત કર્યાં, પર્વત-ખંડન કરીને ત્યાંના ખજાના સુલભ બનાવ્યા અને વસૂકી ગયેલી ગાયોના આંચળમાં દૂધ પૂર્યું; એટલું જ નહિ, પરંતુ સૂર્યની ભાળ મેળવી એને પ્રકાશિત કર્યો, અંધકારને હાંકી કાઢ્યો, આકાશને સ્થિર કરી માતા પૃથિવીનો સ્વતંત્ર પ્રસ્તાર કર્યો…
વધુ વાંચો >ઉષા
ઉષા : વૈદિક દેવતા ઋષિઓનું આરાધ્ય સુંદર પ્રકૃતિતત્વ. કાવ્યર્દષ્ટિએ સૌથી મહત્વનાં અને તેથી વૈદિક કવિતાનાં સર્વાધિક સુન્દરતમ સર્જન સમાં ઉષાદેવીના અદભુત વ્યક્તિત્વમાંના નિત્યનવીન તાજગીભર્યા સૌન્દર્યને વર્ણવતા ઋગ્વેદના ઋષિઓની પ્રતિભા પરાકાષ્ઠાએ પહોંચી છે. પ્રકાશ-વસ્ત્રોમાં સજ્જ અને અતુલનીય સૌંદર્યથી દેદીપ્યમાન ઉષાદેવી એકધારી નિયમિતતાથી ऋतावरी-સ્વરૂપે પૂર્વ દિશામાં પધારે, અંધકારગુપ્ત અઢળક સંપત્તિના ખજાનાઓ ખુલ્લા…
વધુ વાંચો >ઉષારાત્રી
ઉષારાત્રી : વૈદિક યુગ્મદેવતા. ઉષારાત્રીનું યુગ્મરૂપે (ક્યારેક नक्तोषासा તરીકે) આવાહન અનેક વાર છતાં સામાન્ય રીતે ઋગ્વેદમાં विश्वदेवा: સૂક્તોમાં અને आप्री સૂક્તોમાં જ થયું છે, એ નોંધપાત્ર છે. ‘સમૃદ્ધ દેવીઓ’, ‘દિવ્ય ક્ધયાઓ’, ‘આકાશની પુત્રીઓ’ અને ‘ઋતની માતાઓ’ સમું આ દેવીયુગ્મ પરસ્પરના રંગનું પરિવર્તન કરીને વારાફરતી પ્રગટ થાય છે, પ્રાણીઓને જાગ્રત કરે…
વધુ વાંચો >ઋભુગણ
ઋભુગણ : ત્રણ ‘મર્ત્ય’ ભાઈઓ. ‘ઋભુ’, ‘વિભ્વન્’ અને ‘વાજ’ નામ છે. ઇન્દ્ર માટે અશ્વોનું, અશ્વિનૌ માટે રથનું અને બૃહસ્પતિ માટે અમૃતપદ ગાયનું નિર્માણ; પોતાનાં વૃદ્ધ માતાપિતાને યૌવન-પ્રદાન અને એકમાંથી ચાર चमस(સોમપાનનું પાત્ર)નું સર્જન : सुहस्ता: જેવું યથાર્થ વિશેષણ પામેલ ઋભુત્રયીના અદ્ભુત હસ્તકૌશલનાં આવાં કાર્યોથી પ્રભાવિત થયેલા દેવોએ ઋભુઓને દેવત્વ આપ્યું.…
વધુ વાંચો >ગાય
ગાય શ્રેણી સમખુરી (artiodactyla) અને કુળ બોવિડેનું વાગોળનારું સસ્તન પ્રાણી. દુધાળા ઢોર તરીકે જાણીતી ગાય ભારતમાં પવિત્ર ગણાય છે. ગાયનો સમાવેશ બૉસ પ્રજાતિમાં થાય છે અને તેની બે જાતો છે : (1) ભારતીય ગાય (Bos indicus) (2) વિદેશી ગાય (Bos taurus). ભારતીય ગાય બ્રાહ્મણ અથવા zebu તરીકે ઓળખાય છે, જ્યારે…
વધુ વાંચો >દધિક્રા (વૈદિક દેવતા)
દધિક્રા (વૈદિક દેવતા) : મહદંશે દેવતાઓનાં ચરિત્રો નિરૂપતા વેદોમાં કેટલાંક પશુ-પક્ષીઓને પણ સ્થાન મળ્યું છે. ‘નિઘણ્ટુ’માં અશ્વના પર્યાય તરીકે ઉલ્લેખિત દધિક્રા એક દિવ્ય યુદ્ધાશ્વ તરીકે સમાવિષ્ટ છે. વિજેતા યોદ્ધાની જેમ, વિષમ વનમાર્ગોમાં પણ સફળતાપૂર્વક આક્રમણ કરતા દધિક્રાનાં – વાયુ સમાન વેગનાં, તાર્ક્ષ્ય અને શ્યેન જેવી પાંખો હોવાનાં, દસ્યુઓને હાંકી કાઢવાનાં…
વધુ વાંચો >દ્યાવાપૃથિવી
દ્યાવાપૃથિવી : વ્યક્તિગત દેવતાઓ ઉપરાંત, યુગલદેવતાઓ વિશેની, વૈદિક પુરાકથાશાસ્ત્રગત, વિશિષ્ટ પરંપરાના પરિણામસ્વરૂપ ડઝનેક યુગલોમાંનું મુખ્ય દેવતાયુગલ છે. આ દેવતાદ્વન્દ્વ સમાસની વિશેષતા એ છે કે એમાંના બંને શબ્દો દ્વિવચનમાં હોય છે. વળી, ‘દ્યૌ:’ (દ્યુલોક, સ્વર્ગ) અને ‘પૃથિવી’ એ બે દેવતાઓનાં યુગલસ્વરૂપવાળાં છ સૂક્તો ઋગ્વેદમાં મળે છે, જ્યારે એકલી ‘પૃથિવી’નું એક જ…
વધુ વાંચો >