જયન્ત પ્રે. ઠાકર
ધમ્મસંગહ અથવા સદ્ધમ્મસંગહ
ધમ્મસંગહ અથવા સદ્ધમ્મસંગહ : પાલિ ભાષામાં લખાયેલો શાસ્ત્ર-બાહ્ય બૌદ્ધ ગ્રંથ. રાજા પરાક્રમબાહુ(1240 થી 1275)ના સમકાલીન, શ્રીલંકાના થેર ધમ્મકિત્તિ(ધર્મકીર્તિ)એ લંકારામવિહારમાં તે રચેલો. શ્રીલંકાના નેદિમાલે સદ્ધાનંદ દ્વારા સંપાદિત રોમન લિપિમાં પાલિ ટેક્સ્ટ સોસાયટીના ત્રૈમાસિકમાં લંડનથી 1890માં પ્રકાશિત કરેલ. 1941માં ડૉ. બિમલ શરણ લૉનો અંગ્રેજી અનુવાદ કલકત્તા યુનિવર્સિટીએ પ્રકાશિત કર્યો. 11 પ્રકરણમાં વિભાજિત…
વધુ વાંચો >ધમ્મોવએસમાલાવિવરણ
ધમ્મોવએસમાલાવિવરણ : જૈન સિદ્ધાંતગ્રંથ ‘ધર્મોપદેશમાલા’ પરનું ‘વિવરણ’. તેના લેખક કૃષ્ણમુનિશિષ્ય જયસિંહસૂરિ છે. આ ગદ્યપદ્યાત્મક પ્રકરણગ્રંથ પં. લાલચન્દ્ર ભગવાનદાસ ગાંધી દ્વારા સંપાદિત, સિંઘી જૈન ગ્રંથમાળામાં અઠ્ઠાવીસમા મણકા રૂપે મુંબઈથી 1949માં પ્રકાશિત થયો હતો. ધર્મદાસગણી(ચોથાથી છઠ્ઠા શતક)ની પ્રાકૃત ‘ઉપદેશમાલા’ના અનુકરણમાં રચાયેલા પ્રકરણગ્રંથોમાં મહત્વના આ ગ્રંથમાં પ્રાથમિક કક્ષાનાં સાધુ-સાધ્વી તથા શ્રાવક-શ્રાવિકાને નિયમિત ભણવા…
વધુ વાંચો >નિદાનસૂત્ર
નિદાનસૂત્ર : સામવેદની કૌથુમશાખાનું શ્રૌતસૂત્ર. રચયિતા મહર્ષિ પતંજલિ (ઈ. સ. બીજું–ત્રીજું શતક). એની હસ્તપ્રતો અડયાર ગ્રંથાલય, વડોદરાનું પ્રાચ્યવિદ્યામંદિર, કૉલકાતાની સંસ્કૃત કૉલેજ, કાશી હિન્દુ વિશ્વવિદ્યાલય, જમ્મુનું રઘુનાથ મંદિર, તાંજાવુરનું સરસ્વતી મહાલ પુસ્તકાલય, ત્રાવણકોરનું સરકારી ગ્રંથાલય વગેરે સ્થળોએ છે. જર્મનીમાં બર્લિનની એક સંસ્થામાં પણ બે હસ્તપ્રતો છે. પ્રથમ પ્રકાશન કૉલકાતાના ‘ઉષા’માં. ત્યાંની…
વધુ વાંચો >પઉમચરિઉ (પદ્મચરિત)
પઉમચરિઉ (પદ્મચરિત) : અપભ્રંશ ભાષાનું પ્રાચીનતમ ઉપલબ્ધ પૌરાણિક મહાકાવ્ય. રચયિતા મારુતદેવપદ્મિનીપુત્ર અતિકૃશકાય વિરલદન્ત કવિરાજ સ્વંયભૂદેવ, જે વરાડમાંથી કર્ણાટકમાં જઈ વસ્યા લાગે છે. કોઈ ધનંજયની પ્રેરણાથી તેને આશ્રયે 840-920 દરમિયાન તેની રચના થઈ. હસ્તપ્રતો : (1) પુણેની ભાંડારકર ઓરિયેન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની ક્રમાંક 1120/1884-87ની, કાગળની, 1464-65માં લખાયેલી; (2) સાંગાનેર(જયપુર)ના ગોદિકામંદિરના જૈન ભંડારની,…
વધુ વાંચો >પઉમચરિય (પદ્મચરિત્ર)
પઉમચરિય (પદ્મચરિત્ર) : જૈન પુરાણસાહિત્યની પ્રાચીનતમ કૃતિ. પ્રાકૃત ભાષાનું આદિકાવ્ય. આ મહાકાવ્ય સર્વપ્રથમ યાકોબીએ 1914માં પ્રકાશિત કરેલું. તે 118 સર્ગોનું છે. તેના રચયિતા છે નાઇલકુલવંશના વિમલસૂરિ. રચના ગ્રંથપ્રશસ્તિ પ્રમાણે વીર સં. 530 = ઈ. સ. 4 કે 64માં થઈ, પરંતુ તે અંગે મતભેદ છે. યાકોબી, જિનવિજયજી, વી. એમ. કુલકર્ણી તેને…
વધુ વાંચો >પઉમસિરિચરિઉ (પદ્મશ્રીચરિત)
પઉમસિરિચરિઉ (પદ્મશ્રીચરિત) : અપભ્રંશ કાવ્ય. રચયિતા પાર્શ્વકવિસુત ધાહિલ કવિ. પાટણના જૈન ગ્રંથભંડારમાં સચવાયેલી હસ્તપ્રત 1135માં લખાયેલી છે અને ધાહિલ પોતાને મહાકવિ માઘનો વંશજ ગણાવે છે. તેથી તે આઠમી સદી પછી અને બારમી સદી પહેલાં થયો હશે. ભારતીય વિદ્યા ભવન તરફથી સિંઘી જૈન ગ્રંથમાળામાં તે 1948માં પ્રકાશિત થયેલું. તેના સંપાદકો હતા…
વધુ વાંચો >પ્રવચનસારોદ્ધાર
પ્રવચનસારોદ્ધાર : જૈન ધર્મની અનેક બાબતો ચર્ચતો જૈન ધર્મનો સર્વસંગ્રહ કે વિશ્વકોશ જેવો વિપુલ ગ્રંથ. મૂળ પ્રાકૃત નામ ‘પવયણસારુદ્ધારો’. રચયિતા નેમિચન્દ્રસૂરિ (અગિયારમું શતક), ‘ઉત્તરાધ્યયનસૂત્ર’ની સંસ્કૃત ટીકા અને ‘મહાવીરચરિય’ના લેખક. આ રચના કુલ 1,599 ગાથાઓ અને 276 દ્વારમાં વહેંચાયેલી છે. સિદ્ધસેનસૂરિ(બારમું–તેરમું શતક)એ તેના ઉપર ‘તત્વજ્ઞાનવિકાશિની’ કે ‘તત્વપ્રકાશિની’ નામની સંસ્કૃત વૃત્તિ લખી…
વધુ વાંચો >પ્રાકૃતમણિદીપ
પ્રાકૃતમણિદીપ : સંસ્કૃતમાં લખાયેલો પ્રાકૃત વ્યાકરણનો ગ્રંથ. બીજું નામ ‘પ્રાકૃતમણિદીપિકા’. લેખક સુપ્રસિદ્ધ શૈવ વેદાન્તી અપ્પય્ય દીક્ષિત (1553–1636). સંપાદક : ટી.ટી. શ્રીનિવાસ ગોપાલાચાર્ય. પ્રકાશક : મૈસૂર વિશ્વવિદ્યાલયનું ઓરિયેન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, 1953. પુષ્પવનનાથ, વરરુચિ અને અપ્પય્ય દીક્ષિતના ‘વાર્તિકાર્ણવભાષ્ય’ વગેરેમાં ઘણો વિસ્તાર થયો હોવાથી સંક્ષેપમાં રુચિ ધરાવનારા માટે આ નાનકડી ‘મણિદીપિકા’ લખી છે.…
વધુ વાંચો >પ્રાકૃતરૂપાવતાર
પ્રાકૃતરૂપાવતાર : પ્રાકૃત ભાષાનો વ્યાકરણગ્રંથ. અજૈન સમુદ્ર-બન્ધયજ્વનના પુત્ર સિંહરાજે પંદરમા સૈકાના પૂર્વાર્ધમાં રચેલું પ્રાકૃત વ્યાકરણ. ઈ. હુલ્ત્શ વડે સંપાદિત આવૃત્તિ લંડનની રૉયલ એશિયાટિક સોસાયટી દ્વારા પ્રકાશિત, 1909. વૈયાકરણ વાલ્મીકિનાં મૂળ સૂત્રો ઉપરની ત્રિવિક્રમદેવની વૃત્તિ આનો મૂળ આધાર છે. આ લેખક ‘કૌમાર’ અર્થાત્ ‘કાતન્ત્ર’ અને પાણિનીય વ્યાકરણોનો ઉલ્લેખ કરે છે, પણ…
વધુ વાંચો >પ્રાકૃતાનન્દ
પ્રાકૃતાનન્દ : વરરુચિના પ્રાકૃત વ્યાકરણગ્રંથ ‘પ્રાકૃતપ્રકાશ’ પર લખાયેલો વિવરણગ્રંથ. તે અઢારમા શતકમાં રચાયેલો. તેના રચયિતા છે જ્યોતિર્વિદ્ સરસના પુત્ર પંડિત રઘુનાથ શર્મા. મુનિશ્રી જિનવિજયજીની સિંધી જૈન ગ્રંથમાળામાં ભારતીય વિદ્યાભવન તરફથી તે 1961માં પ્રકાશિત થયો છે. આ ગ્રંથમાં કુલ 419 સૂત્રો છે. તે બે પરિચ્છેદમાં વહેંચાયેલાં છે. પ્રથમ પરિચ્છેદમાં શબ્દવિચાર છે…
વધુ વાંચો >