જયન્તિલાલ પો. જાની
શાહુકાર
શાહુકાર : ખેડૂત તથા અન્ય વર્ગને ટૂંકા, મધ્યમ અને લાંબા ગાળાનું ધિરાણ આપનાર વ્યક્તિ. સામાન્ય રીતે ભારતના ખેડૂતોને (ક) બિયારણ, ખાતર અને ઘાસચારાની ખરીદ જેવા ખેતીખર્ચ અને અનાવૃષ્ટિના વર્ષમાં ઘરખર્ચ માટે એકથી સવા વર્ષના ટૂંકા ગાળાનાં ધિરાણ, (ખ) જમીનમાં સુધારા-વધારા કરવાનો ખર્ચ, અને ખેતીવાડીનાં સાધનો તથા ઢોરઢાંખર ખરીદવા માટે એકથી…
વધુ વાંચો >સૂચનાપત્ર (notice) (વાણિજ્ય)
સૂચનાપત્ર (notice) (વાણિજ્ય) : તથ્ય/હકીકતની જાણ ધરાવતી વ્યક્તિ દ્વારા તે અંગેનો સંદેશો વૈધિક રીતે અન્ય સંબંધિત વ્યક્તિને જણાવવા માટે લખવામાં આવતો પત્ર. કોઈ પણ સંબંધિત વ્યક્તિ જેને તથ્ય/હકીકત અંગેનો સંદેશો મોકલવાનો હોય તે વ્યક્તિ ત્રણ પ્રકારના સંજોગોમાં આ પ્રકારના તથ્ય/હકીકત અંગે માહિતગાર છે જ, – તેમ કાનૂન દ્વારા માનવામાં આવે…
વધુ વાંચો >સેન્ટ્રલ બોર્ડ ઑવ્ ડાઇરેક્ટ ટેક્સીઝ (કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડ)
સેન્ટ્રલ બોર્ડ ઑવ્ ડાઇરેક્ટ ટેક્સીઝ (કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડ) : ભારત સરકારે પ્રત્યક્ષ કરવેરાના અધિનિયમો હેઠળ વૈધિક અધિકારો સાથે રચેલું બોર્ડ. આયકર અધિનિયમ અને સંપત્તિકર અધિનિયમ જેવા વિવિધ અધિનિયમો મહેસૂલી આવક મેળવવા માટે કેન્દ્ર સરકારે ઘડેલા છે. આ પ્રકારના અધિનિયમો બનાવવા માટે પ્રત્યેક દેશની વિધાનસભા, પૂરતા સમયના અભાવે અને સૂચિત…
વધુ વાંચો >સ્થાયી મૂડી (fixed capital)
સ્થાયી મૂડી (fixed capital) : જમીન, મકાનો, યંત્રો અને યંત્રસામગ્રી વસાવવા માટે તથા જાળવવા માટે ધંધાકીય એકમની લાંબા ગાળાની મૂડી. ઉદ્યોગપતિ નવી કંપની શરૂ કરતાં અગાઉ ઇજનેરો, સ્થપતિઓ અને તજ્જ્ઞોની મદદ વડે ધંધા અંગેની નાણાકીય જરૂરિયાતોનો અડસટ્ટો કઢાવે છે; કારણ કે જમીન, મકાનો, યંત્રો અને યંત્રસામગ્રીમાં રોકાણ કરવા માટે સ્થાયી…
વધુ વાંચો >