જયકુમાર ર. શુક્લ
સિરમોર
સિરમોર : હિમાચલ પ્રદેશનો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 30° 22´ 30´´થી 31° 01´ 20´´ ઉ. અ. અને 77° 01´ 12´´થી 77° 49´ 40´´ પૂ. રે. વચ્ચેનો 2,825 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ જિલ્લાની પૂર્વ-પશ્ચિમ મહત્તમ લંબાઈ 77 કિમી. અને ઉત્તર-દક્ષિણ મહત્તમ પહોળાઈ 80 કિમી. જેટલી છે. તેની…
વધુ વાંચો >સિરાજુદ્દૌલા
સિરાજુદ્દૌલા (જ. આશરે 1729; અ. 2/3 જુલાઈ 1757) : બંગાળનો નવાબ. બંગાળના નવાબ (સૂબેદાર) અલીવર્દીખાનના મૃત્યુ બાદ તેનો દૌહિત્ર સિરાજુદ્દૌલા એપ્રિલ, 1756માં નવાબ બન્યો. તેના મુખ્ય હરીફ, તેની માસીના દીકરા શોકતજંગને હરાવીને તેણે મારી નાખ્યો. તેના સમયમાં અંગ્રેજોએ તેમના રક્ષણ માટે કાયદા વિરુદ્ધ કિલ્લેબંધી કરી અને તેની પાસે મોટી ખાઈ…
વધુ વાંચો >સિલ્વેસ્ટર-1, સંત (જ. 275, રોમ; અ. 335, રોમ)
સિલ્વેસ્ટર–1, સંત (જ. 275, રોમ; અ. 335, રોમ) : કૅથલિક સંપ્રદાયના વડા પોપ. તેઓ જન્મે રોમન હતા અને ઈ. સ. 314થી 335 સુધી પોપ હતા. પોપ થયા તેના થોડા સમય અગાઉ રોમન સમ્રાટ કૉન્સ્ટન્ટાઇને તેના સામ્રાજ્યમાં ખ્રિસ્તી ધર્મની તરફેણમાં ધાર્મિક સ્થિતિમાં ક્રાંતિકારી ફેરફારો કર્યા હતા. સિલ્વેસ્ટર વિશે આધારભૂત માહિતી ઘણી…
વધુ વાંચો >સિંધ
સિંધ : પાકિસ્તાનના દક્ષિણ ભાગમાં આવેલો પ્રાંત. ભૌગોલિક સ્થાન : તે 25° 30´ ઉ. અ. અને 69° 00´ પૂ. રે.ની આજુબાજુનો 1,40,914 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને પશ્ચિમે બલૂચિસ્તાન, પૂર્વ તરફ રાજસ્થાન તથા દક્ષિણે ગુજરાત અને અરબી સમુદ્ર આવેલાં છે. સિંધ ભૂપૃષ્ઠ : સિંધ પ્રાંતનો સમગ્ર…
વધુ વાંચો >સિંધિયા (શિન્દે)
સિંધિયા (શિન્દે) : ગ્વાલિયર રાજ્યના મરાઠા શાસકો. દક્ષિણ ભારતમાં બહ્મની રાજ્યમાં ઘણાં સિંધિયા કુટુંબો જાણીતાં થયાં હતાં. સાતારા જિલ્લામાં આવેલ કાન્હરખેડના પટેલો સિંધિયા હતા. તેમાંના એકની પુત્રી રાજા શાહૂ મુઘલો પાસે કેદ હતો ત્યારે, તેની સાથે પરણાવી હતી. મરાઠા ઇતિહાસમાં ખ્યાતિ મેળવનાર સિંધિયા કુટુંબનો સ્થાપક રાણોજી સિંધિયા હતો. સિંધિયાની ત્રણ…
વધુ વાંચો >સિંધુ (નદી)
સિંધુ (નદી) : દક્ષિણ એશિયાની વિપુલ જળસ્રોત ધરાવતી નદી. દુનિયાની સૌથી લાંબી નદીઓ પૈકીની એક નદી. તેની લંબાઈ 2,897 કિમી. જેટલી છે. તેનો કુલ સ્રાવવિસ્તાર 11,65,500 ચોકિમી. જેટલો છે. તેના કુલ સ્રાવક્ષેત્રનો 13 % ભાગ તિબેટ અને ભારતમાં તથા 33 % ભાગ હિમાલયના પહાડી વિસ્તારમાં રહેલો છે. તે ચીનના આધિપત્ય…
વધુ વાંચો >સિંધુરાજ (શાસનકાળ લગભગ ઈ. સ. 995-1000)
સિંધુરાજ (શાસનકાળ લગભગ ઈ. સ. 995-1000) : પરમાર વંશનો માળવાનો રાજા. મુંજ પછી તેનો નાનો ભાઈ સિંધુરાજ ઉર્ફે સિંધુલ માળવાની ગાદીએ બેઠો. તેણે ‘કુમારનારાયણ’ તથા ‘નવસાહસાંક’ ખિતાબો ધારણ કર્યા હતા. કલ્યાણીના ચાલુક્ય વંશના રાજા સત્યાશ્રયને તેણે પરાજય આપ્યો અને પરમારોએ ગુમાવેલાં રાજ્યો પોતાના અંકુશ હેઠળ લઈ લીધાં. સિંધુરાજે નાગવંશના રાજાને…
વધુ વાંચો >સિંહપુર
સિંહપુર : ‘પ્રબંધચિંતામણિ’માં જણાવ્યા મુજબ વાળાક દેશની વિકટ ભૂમિમાં વસાવેલ બ્રાહ્મણોનો અગ્રહાર. ઈ. સ. 4થી સદીના ‘દીપવંશ’માં તથા છઠ્ઠી સદીના ‘મહાવંશ’માં સિંહપુરનો ઉલ્લેખ થયો છે. ‘સિંહપુર’ ક્યાં એ વિષયમાં વિદ્વાનોમાં મતભેદ છે. એમાંના એક અભિપ્રાય અનુસાર એ સિંહપુર સૌરાષ્ટ્રના પૂર્વપ્રદેશમાં આવેલું ‘સિહોર’ હોવું સંભવે છે. સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાનું…
વધુ વાંચો >સિંહા અનુગ્રહ નારાયણ
સિંહા, અનુગ્રહ નારાયણ (જ. 18 જૂન 1887, પોઈઆનવર, જિલ્લો ગયા, બિહાર; અ. 5 જુલાઈ 1957, પટણા) : સ્વાતંત્ર્યસૈનિક, બિહાર રાજ્યના નાણાપ્રધાન અને સમાજસુધારક. તેમનો જન્મ રજપૂત જમીનદાર પરિવારમાં થયો હતો. તેમના પિતાશ્રી વિપુલ શારીરિક તાકાત ધરાવતા હતા અને જિલ્લાના જાણીતા કુસ્તીબાજ હતા. અનુગ્રહ નારાયણના પિતા આધુનિક શિક્ષણ આપવામાં માનતા ન…
વધુ વાંચો >સિંહા સત્યેન્દ્ર પ્રસન્ન (લૉર્ડ)
સિંહા, સત્યેન્દ્ર પ્રસન્ન (લૉર્ડ) (જ. 28 માર્ચ 1863, રાયપુર, જિ. બિરભૂમ; અ. 5 માર્ચ 1928, બરહામપોર) : કૉંગ્રેસના પ્રમુખ, બિહાર અને ઓરિસા પ્રાંતના ગવર્નર, હાઉસ ઑવ્ લૉર્ડઝના સભ્ય, અન્ડર સેક્રેટરી ઑવ્ સ્ટેટ ફૉર ઇન્ડિયા. સત્યેન્દ્ર પ્રસન્નનો જન્મ સમૃદ્ધ કાયસ્થ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ સિથિકાન્ત અને માતાનું નામ મનમોહિનીદેવી…
વધુ વાંચો >