જયકુમાર ર. શુક્લ

મુહિ અલ-દીન અબ્દુલકાદિર ઐદ્રુસ

મુહિ અલ-દીન અબ્દુલકાદિર ઐદ્રુસ (16મી-17મી સદી) :  અલ્-નૂર અલ્-સફિર અન-અખબાર અલ-કરન અલ્-આશીરનો લેખક. તે અમદાવાદમાં સોળમી અને સત્તરમી સદીનાં શરૂઆતનાં વરસોમાં થઈ ગયો. તેણે ઉપર્યુક્ત ગ્રંથમાં સાદી, રસપ્રદ અને સમજી શકાય એવી શૈલીમાં હિજરી સનની દસમી સદીના બનાવોની સાલવારી તેમજ સમકાલીન સંતો તથા ઉલેમાઓની વિગતો આપી છે, જે તત્કાલીન સમાજજીવન…

વધુ વાંચો >

મૂલકદેશ

મૂલકદેશ : ઈસવી સનની બીજી સદીમાં આંધ્રના સાતવાહન વંશના રાજા અને મહાન વિજેતા ગૌતમીપુત્ર શાતકર્ણીની સત્તા હેઠળનો પ્રદેશ. આ પ્રદેશનું પાટનગર ગોદાવરી નદીના કાંઠે આવેલ પ્રતિષ્ઠાન અથવા હાલનું પૈઠણ હતું. ગૌતમીપુત્ર શાતકર્ણીએ મૂલકદેશ સહિત બીજો ઘણો પ્રદેશ ક્ષહરાત વંશના રાજા નહપાન પાસેથી જીતી લીધો હતો. જૂનાગઢમાં આવેલા ઈ. સ. 150ના…

વધુ વાંચો >

મૂસા સુહાગ (સોહાગ)

મૂસા સુહાગ (સોહાગ) (ઈ. સ.ની 15મી–16મી સદી) : અમદાવાદમાં સુલતાન મહમૂદશાહ બેગડા(1459–1511)ના સમયમાં થયેલા પીર. જેમ સ્ત્રી પોતાના સ્વામીની સેવા કરે છે, તે રીતે મનુષ્યે અલ્લાહ પર દિલોજાનથી ફિદા રહેવું જોઈએ એમ તેઓ માનતા. તેથી તેઓ હંમેશાં સૌભાગ્યવતી સ્ત્રી પહેરે એવાં કપડાં પહેરતા હતા. અમદાવાદમાં થોડાં વરસ દુકાળ પડ્યો ત્યારે…

વધુ વાંચો >

મૅકડૉનલ, એ.

મૅકડૉનલ, એ. (જ. 7 માર્ચ 1844; અ. 9  જૂન 1925, લંડન) : દુષ્કાળ પડે ત્યારે કરવા જેવાં કાર્યો સૂચવવા માટે ઈ. સ. 1900માં ગવર્નર જનરલ લૉર્ડ કર્ઝને નીમેલા કમિશનના પ્રમુખ. ઈ. સ. 1898–99માં પડેલા ભયંકર દુષ્કાળ દરમિયાન તેમણે ઉત્તર પ્રદેશ(સંયુક્ત પ્રાંતો)માં સફળ કામગીરી કરી હતી. તેમના પ્રમુખપદ હેઠળ આ કમિશને…

વધુ વાંચો >

મૅકમેહૉન રેખા

મૅકમેહૉન રેખા : ભારતની ઉત્તર-પૂર્વ(ઈશાન)માં આશરે 1,500 કિમી.ની સરહદ દર્શાવતી રેખા. ઈ. સ. 1914માં ભરવામાં આવેલી સિમલા પરિષદમાં બ્રિટન, ચીન અને તિબેટના પ્રતિનિધિઓએ ભારતની ઈશાન દિશામાં આવેલ સીમાની રેખા નક્કી કરી હતી. 1640માં મૉંગોલોએ દલાઈ લામાને તિબેટનો હક્ક આપ્યો હતો. ત્યારબાદ મંચુઓએ ચીન અને તિબેટ પર પ્રભુત્વ સ્થાપ્યું. તિબેટ ભારતની…

વધુ વાંચો >

મેક્સિકો

મેક્સિકો યુ.એસ. દેશની દક્ષિણે આવેલો દેશ. તેનાં સંશોધનો કરવામાં તથા તેના પર સૌપ્રથમ આધિપત્ય સ્થાપવામાં સ્પૅનિશોએ સફળતા મેળવી હતી. આમ આ પ્રદેશ સ્પૅનિશ રહેણીકરણી કે લૅટિન સંસ્કૃતિની અસરથી રંગાયેલો હોવાથી, સાંસ્કૃતિક વિભાજનની ર્દષ્ટિએ જોતાં તેને લૅટિન અમેરિકાના દેશોના જૂથમાં સમાવવામાં આવે છે. આ દેશ ઉત્તરમાં પહોળા અને દક્ષિણ તરફ જતાં…

વધુ વાંચો >

મેદિનીપુર (મિદનાપુર)

મેદિનીપુર (મિદનાપુર) : પશ્ચિમ બંગાળના નૈર્ઋત્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. જૂનું નામ મિદનાપુર. ભૌગોલિક સ્થાન : તે 22° 16´ ઉ. અ. અને 87° 20´ પૂ. રે.ની આજુબાજુનો 14,081 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની વાયવ્ય, ઉત્તર અને ઈશાનમાં અનુક્રમે પુરુલિયા, બાંકુરા અને હુગલી જિલ્લાઓ,…

વધુ વાંચો >

મેદિનીરાય

મેદિનીરાય (સોળમી સદીનો પૂર્વાર્ધ) : ચૌહાણ જાતિનો પુરબિયો રજપૂત સરદાર, ચંદેરીનો જાગીરદાર અને માળવાના સુલતાન અલાઉદ્દીન મહમૂદ બીજા(1511–1531)નો વજીર. તેની મદદ લઈને સુલતાન અલાઉદ્દીન મહમૂદ બીજાએ પોતાના રાજ્યમાંના બળવાખોર અમીરોને અંકુશમાં લીધા હતા. ત્યારબાદ મેદિનીરાય માળવામાં સૌથી વધારે વર્ચસ્ ધરાવનાર સરદાર ગણાતો હતો. તેણે કેટલાય અમીરોને સજા કરાવી હતી. તેને…

વધુ વાંચો >

મેનિલેયસ

મેનિલેયસ : સ્પાર્ટાનો રાજા અને હેલન ઑવ્ ટ્રૉયનો પતિ. ટ્રૉયનો રાજા પૅરિસ હેલનને મનાવીને, તેની સાથે લગ્ન કરવા માટે તેને લઈને ટ્રૉય નાસી ગયો. મેનિલેયસ અને તેના ભાઈ ઍગેમેમ્નોને લશ્કરની ભરતી કરીને ટ્રૉય પર હુમલો કર્યો. દસ વર્ષની લડાઈને અંતે તેમણે ટ્રૉય કબજે કર્યું અને મેનિલેયસે હેલનને મેળવી. તેઓ આઠ…

વધુ વાંચો >

મેન્ડેલ્સ્લો, જૉન આલ્બર્ટ દ

મેન્ડેલ્સ્લો, જૉન આલ્બર્ટ દ (જ. આશરે 1615; હોલ્સ્ટીન, ઉત્તર જર્મની; અ. આશરે 1645) : ગુજરાતમાં સત્તરમી સદીમાં આવેલ જર્મન પ્રવાસી. તેના પ્રવાસવર્ણનના ગ્રંથમાંથી ગુજરાતને લગતી તત્કાલીન માહિતી પ્રાપ્ત થાય છે. ઉત્તર જર્મનીના હોલ્સ્ટીન રાજ્યના ડ્યૂકે 1635માં રશિયાના મસ્કોબી તથા ઈરાન-વેપારના હેતુથી મોકલેલા પ્રતિનિધિમંડળમાં વીસ વર્ષની વયે તે જોડાયો હતો. ત્રણ…

વધુ વાંચો >