જયકુમાર ર. શુક્લ

ફેરો

ફેરો : ઇજિપ્તના પ્રાચીન રાજા માટે વપરાતો શબ્દ. ઇજિપ્તની ભાષામાં તેનો અર્થ ‘રાજમહેલ’ થાય છે. ઇજિપ્તના અઢારમા રાજવંશથી એટલે કે ઈ. પૂ. 1554થી ત્યાંનો રાજા ‘ફેરો’ કહેવાતો અને બાવીસમા રાજવંશથી એટલે ઈ. પૂ. 954થી તે માનદર્શક ખિતાબ તરીકે વપરાવા લાગ્યો. ઓલ્ડ ટેસ્ટામેન્ટના લેખકોએ ઇજિપ્તના રાજાના ખિતાબ તરીકે ‘ફેરો’ શબ્દનો ઉપયોગ…

વધુ વાંચો >

ફ્રાયર, ડૉ. જૉન

ફ્રાયર, ડૉ. જૉન (સત્તરમી સદીનો ઉત્તરાર્ધ) : સૂરતમાં અંગ્રેજોની કોઠીનો સર્જ્યન. તે સૂરતમાં 1674થી 1691 દરમિયાન બે વાર આવીને રહ્યો હતો. એણે ‘એ ન્યૂ એકાઉન્ટ ઑવ્ ઈસ્ટ ઇન્ડિયા ઍન્ડ પર્શિયા’ નામના પોતાના ગ્રંથોમાં સૂરતની અંગ્રેજ કોઠીના વહીવટ વિશે તેમજ ત્યાંના ફુરજા તથા ટંકશાળ વિશે વિગતવાર માહિતી આપી છે. સૂરતના દુર્ગની…

વધુ વાંચો >

ફ્રાંકો, ફ્રાંસિસ્કો

ફ્રાંકો, ફ્રાંસિસ્કો (જ. 4 ડિસેમ્બર 1892, અલફેરોલ, ગેલિસિયા પ્રાંત, સ્પેન; અ. 20 નવેમ્બર 1975, માડ્રિડ) : સ્પેનનો સરમુખત્યાર અને લશ્કરનો સરસેનાપતિ. 1910માં લશ્કરી એકૅડેમીમાંથી સ્નાતક થયા બાદ તેને રક્ષણાર્થે રાખેલા દળમાં ફરજ સોંપવામાં આવી. 1911માં તેણે સ્પૅનિશ મોરૉક્કોમાં સેવા આપવાની તૈયારી દર્શાવીને ત્યાંની જવાબદારી સ્વીકારી. 1923માં વિદેશમાં સેવા આપતા લશ્કરના…

વધુ વાંચો >

ફ્રાંસ

ફ્રાંસ પશ્ચિમ યુરોપમાં આવેલો પ્રજાસત્તાક દેશ. યુરોપીય દેશો પૈકી વિસ્તારની ર્દષ્ટિએ તે રશિયા પછી બીજે ક્રમે આવે છે. ફ્રાંસ દુનિયાભરના પ્રાચીન દેશો પૈકીનો એક ગણાય છે. તેનું ‘ફ્રાંસ’ નામ લૅટિન શબ્દ ‘ફ્રાંસિયા’ (ફ્રૅંકોનો દેશ – ફ્રૅન્ક એ જર્મનો માટે વપરાતું નામ છે, જેમણે 5 મી સદી દરમિયાન રોમન સામ્રાજ્યના પતન…

વધુ વાંચો >

ફ્રેડરિક બાર્બારૉસા

ફ્રેડરિક બાર્બારૉસા (જ. આશરે 1121; અ. 1190) : જર્મનીના રાજા અને પવિત્ર રોમન સમ્રાટ. તેમના કાકા જર્મનીના રાજા કૉનરાડ ત્રીજાના અવસાન બાદ તેઓ 1152માં ગાદીએ બેઠા. તેઓ ‘ફ્રેડરિક પહેલા’ તરીકે ઓળખાય છે. 1155માં તે પવિત્ર રોમન સમ્રાટ બન્યા. જર્મન લોકો મહાન રાષ્ટ્રીય વીરપુરુષ તરીકે તેમની પ્રશંસા કરે છે અને તેમને…

વધુ વાંચો >

ફ્લૉરેન્સ

ફ્લૉરેન્સ : મધ્ય ઇટાલીમાં આવેલું ઐતિહાસિક અને જોવાલાયક શહેર. નવજાગૃતિ(renaissance)ના જન્મસ્થળ તરીકે આ શહેર પ્રસિદ્ધ છે. ફ્લૉરેન્સ પ્રાંત અને ટસ્કની પ્રદેશનું તે પાટનગર છે. તે આર્નો નદીના બંને કિનારે વિકસ્યું છે. ચિત્રો અને શિલ્પની અગણિત કૃતિઓના કોશ-સમાં ફ્લૉરિડાનાં ઈ. પૂ. પહેલી સદીમાં રોમન લશ્કરી વસાહત તરીકે ફ્લૉરેન્સની સ્થાપના કરવામાં આવી…

વધુ વાંચો >

બનવાસી

બનવાસી : હાલના કર્ણાટક રાજ્યમાં ઉત્તર કન્નડ જિલ્લામાં આવેલ પ્રાચીન નગર. તે ‘વનવાસી’ અથવા ‘વૈજયન્તીપુર’ તરીકે પણ ઓળખાતું હતું. મહાભારતમાં આ પ્રદેશનો ‘વનવાસક’ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પાંડવોએ આ પ્રદેશમાં વનવાસ કર્યો હતો. બનવાસીથી આશરે 20 કિમી. દૂર શિરસી નામનું ગામ છે. તે વિરાટ રાજાની રાજધાની હતું. પુરાણોમાં બનવાસક…

વધુ વાંચો >

બયાના

બયાના : રાજસ્થાનમાં ભરતપુરની નૈર્ઋત્યે 45 કિમી.ના અંતરે આવેલ નગર. તેનું પ્રાચીન સમયનું નામ શ્રીપથ કે શ્રીપ્રસ્થ હતું. બયાનામાં યદુ વંશના રાજાઓ રાજ્ય કરતા હતા. તેમના રાજ્યમાં જૂનું ભરતપુર રાજ્ય તથા મથુરા જિલ્લાનો સમાવેશ થતો હતો. અગિયારમી સદીના પૂર્વાર્ધમાં આ વંશનો રાજા જૈતપાલ શાસન કરતો હતો. તેનો વારસ વિજયપાલ હતો.…

વધુ વાંચો >

બરકતુલ્લા, મહંમદ

બરકતુલ્લા, મહંમદ (જ. 1864, ભોપાલ; અ. 5 જાન્યુઆરી 1928, સાન ફ્રાંસિસ્કો, યુ.એસ.) : વિદેશોમાં ભારતીય ક્રાંતિકાર. મહંમદ બરકતુલ્લાનો જન્મ ઉચ્ચ મુસ્લિમ પરિવારમાં થયો હતો. તેઓ ઉચ્ચ અભ્યાસ માટે લિવરપૂલ (ઇંગ્લૅન્ડ) ગયા. ઇંગ્લૅન્ડમાં તેઓ ભારતીય ક્રાંતિકારીઓના સંપર્કમાં આવીને રાષ્ટ્રવાદી બન્યા. તેઓ ભારત પાછા ફર્યા ત્યારે દેશમાંથી વિદેશી સત્તાને દૂર કરી સ્વાતંત્ર્ય…

વધુ વાંચો >

બરની, ઝિયાઉદ્દીન

બરની, ઝિયાઉદ્દીન (જ. 1285, બરન, ઉત્તરપ્રદેશ; અ. આશરે 1357, દિલ્હી) : ભારતના સલ્તનત યુગના ઇતિહાસકાર. તેમનો જન્મ ઉચ્ચ કુટુંબમાં થયો હતો. તેમણે મજહબી ગ્રંથોનો ઊંડો અભ્યાસ કર્યો હતો. સુલતાન મોહમ્મદ બિન તુગલુકના દરબારમાં દિલ્હીમાં તે 17 વરસ રહ્યા હતા. સુલતાન તેમને માન આપતો હતો. ત્યારબાદ સુલતાન ફીરોઝશાહે ઈર્ષાળુ દરબારીઓની ચઢવણીથી…

વધુ વાંચો >