ચિત્રકલા

સોલિમેના ફ્રાન્ચેસ્કો (Solimena Francesco)

સોલિમેના, ફ્રાન્ચેસ્કો (Solimena, Francesco) (જ. 1657, ઇટાલી; અ. 1747, ઇટાલી) : ઇટાલિયન બરોક ચિત્રકાર. પિતા ઍન્જેલો સોલેમિના (1629–1716) પાસે તે ચિત્રકલાની તાલીમ પામ્યા. એ પછી ચિત્રકાર ફ્રાન્ચેસ્કો દિ મારિયા પાસે તેમણે ચિત્રકલાની તાલીમ લીધી. નેપલ્સ ખાતે સાન્તા પાઓલો મેગ્યોરી(Santa Paolo Maggiore)માં 1689–90માં તેમણે ભીંતચિત્રો ચીતર્યાં. ત્યારથી એમની પ્રતિષ્ઠા થઈ. આ…

વધુ વાંચો >

સોહેઇલ તસાડક

સોહેઇલ, તસાડક (જ. 1937 જલંધર, પંજાબ, ભારત) : આધુનિક પાકિસ્તાની ચિત્રકાર. અભિવ્યક્તિવાદી ચિત્રો માટે એ જાણીતા છે. તેમનું બાળપણ જલંધરમાં વીત્યું. 1947માં ભારતના ભાગલા દરમિયાન માણસો દ્વારા બીજા માણસો પર ગુજારવામાં આવતા અમાનવીય સિતમ જોઈને એ ડઘાઈ ગયા. 1947માં જ એમનું કુટુંબ જલંધરથી પાકિસ્તાની પંજાબ જઈને વસ્યું. સોહેઇલ કરાંચીની ઇસ્લામિયા…

વધુ વાંચો >

સ્કલી સેઆન (Scully Sean)

સ્કલી, સેઆન (Scully, Sean) (જ. 1945, ડબ્લિન, રિપબ્લિક ઑવ્ આયર્લૅન્ડ) : આધુનિક આયરિશ ચિત્રકાર. લંડન ખાતેની ક્રોઇડોન કૉલેજ ઑવ્ આર્ટમાં 1965થી 1968 સુધી કલાનો અભ્યાસ કર્યો. ત્યાર બાદ ન્યૂ કૅસલ યુનિવર્સિટીમાં 1968થી 1972 સુધી અને 1972થી 1974 સુધી અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાં વધુ કલા-અભ્યાસ કર્યો. સેઆન સ્કલી ત્યાર બાદ ન્યૂયૉર્ક નગરમાં…

વધુ વાંચો >

સ્ટબ્સ જૉર્જ (Stubbs George)

સ્ટબ્સ, જૉર્જ (Stubbs, George) (જ. 24 ઑગસ્ટ 1724, લિવરપૂલ, બ્રિટન; અ. 10 જુલાઈ 1806, લંડન, બ્રિટન) : પ્રાણીઓનાં આલેખનો માટે જાણીતા બ્રિટિશ ચિત્રકાર. પિતાનો ચામડા કમાવવાનો ધંધો હતો. માત્ર આરંભમાં કોઈ ચિત્રકાર પાસે થોડી તાલીમ લેવાના અપવાદ સિવાય જૉર્જ સ્ટબ્સે સ્વયંશિક્ષણ વડે જાતને તૈયાર કરી. પશુઓની શરીરરચનામાં તેમને પહેલેથી જ…

વધુ વાંચો >

સ્ટર્ન ઇર્મા (Stern Irma)

સ્ટર્ન, ઇર્મા (Stern, Irma) (જ. 1894, ટ્રાન્સવાલ, દક્ષિણ આફ્રિકા; અ. 1966, કેપટાઉન) : દક્ષિણ આફ્રિકન મહિલા-ચિત્રકાર. એમનું બાળપણ જર્મનીમાં વીત્યું. જર્મનીમાં બર્લિન અને વાઇમાર ખાતેની કળાશાળાઓમાં તેમણે કળાનો અભ્યાસ કર્યો. ઇર્મા સ્ટર્ન 1917માં જર્મન અભિવ્યક્તિવાદી ચિત્રકાર મૅક્સ પેખ્સ્ટીન સાથે તેમની મુલાકાત થઈ અને પરિણામે 1918થી 1920 સુધી તેમણે જર્મન અભિવ્યક્તિવાદી…

વધુ વાંચો >

સ્ટાઇન્બર્ગ સૉલ (Steinberg Saul)

સ્ટાઇન્બર્ગ, સૉલ (Steinberg, Saul) (જ. 15 જૂન 1914, રોમાનિયા) : રોમાનિયન કાર્ટૂનિસ્ટ અને વ્યંગ્યચિત્રકાર. તેમણે યુનિવર્સિટી ઑવ્ બુખારેસ્ટમાં સમાજશાસ્ત્ર તથા મનોવિજ્ઞાનનો અને પછી ઇટાલીમાં મિલાન ખાતે સ્થાપત્યનો અભ્યાસ કર્યો. સૉલ સ્ટાઇન્બર્ગ  1936થી 1939 સુધીમાં એમણે કાર્ટૂનો અને ઠઠ્ઠાચિત્રો–વ્યંગ્યચિત્રો વિવિધ ઇટાલિયન સામયિકોમાં પ્રકાશિત કરી નામના મેળવી. 1942માં તેઓ ન્યૂયૉર્ક નગરમાં સ્થિર…

વધુ વાંચો >

સ્ટૅન્ફીલ્ડ ક્લાર્કસન

સ્ટૅન્ફીલ્ડ, ક્લાર્કસન (Stanfield, Clarkson) (જ. 1793, બ્રિટન; અ. 1867, બ્રિટન) : રંગદર્શી બ્રિટિશ નિસર્ગ-ચિત્રકાર. મધદરિયે ડૂબતાં વહાણોનાં આલેખનો માટે તેઓ જાણીતા છે. યુવાનીમાં તેઓ ખલાસી હતા, તેથી સમુદ્રનો અને ડૂબતી નૌકાઓનો તેમને જાત-અનુભવ હતો; જેનો તેમણે મૌલિક ચિત્રોમાં સર્જનાત્મક ઉપયોગ કર્યો છે. સ્ટૅન્ફીલ્ડનું એક નિસર્ગચિત્ર : ‘વ્યૂ ઑન ધ શેલ્ટ’…

વધુ વાંચો >

સ્ટેફાન ગૅરી (Stefan Gary)

સ્ટેફાન, ગૅરી (Stefan, Gary) (જ. 1942, અમેરિકા) : આધુનિક અલ્પતમવાદી (minimalist) શિલ્પી અને ચિત્રકાર. ન્યૂયૉર્ક નગર ખાતેની પ્રૅટ (Pratt) ઇન્સ્ટિટ્યૂટમાં ઇન્ડસ્ટ્રિયલ ડિઝાઇનનો અભ્યાસ કર્યા પછી તેમણે ચિત્રણાનો આરંભ કર્યો અને અલ્પતમવાદી અમૂર્ત ચિત્રો અને શિલ્પોનું સર્જન શરૂ કર્યું. તેમની નેમ આ કલાસર્જન દ્વારા ભાવકના દિમાગમાં વિચારસંક્રમણનો આરંભ કરવાની છે. ભૌમિતિક…

વધુ વાંચો >

સ્પૅનિશ કળા

સ્પૅનિશ કળા : સ્પેનની ચિત્રકળા અને શિલ્પકળા. સ્પેનનો કળા-ઇતિહાસ લાંબો છે. પ્રાગૈતિહાસિક સમયની –  25,000 વરસોથી પણ વધુ પ્રાચીન ચિત્રકૃતિઓ ધરાવતી આલ્તામીરા ગુફાઓથી સ્પેનની કળાયાત્રાનો આરંભ થાય છે; પણ એ પછી સ્પેનના કળા-ઇતિહાસમાં ત્રેવીસેક હજાર વરસનો ગાળો (gap) પડે છે. ત્યાર બાદ ઈસવી સનનાં પ્રારંભિક વરસો દરમિયાન રોમન સામ્રાજ્યના પ્રતાપે…

વધુ વાંચો >

સ્માર્ત વાસુદેવ

સ્માર્ત વાસુદેવ (જ. 17 જુલાઈ 1925, સૂરત; અ. 1999, સૂરત) : ગુજરાતના અગ્રણી ચિત્રકાર અને કલાગુરુ. શાલેય અભ્યાસ પછી મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં કલાના વિદ્યાર્થી તરીકે જોડાયા. અહીં જાણીતા કલાગુરુ જગન્નાથ અહિવાસી પાસે તેમણે કલાસાધના કરી. એ બે વચ્ચે સંબંધ એટલો પ્રગાઢ થયો કે સ્માર્ત અહિવાસીના અંતેવાસી…

વધુ વાંચો >