સોનાવણે સામેન્દુ

January, 2009

સોનાવણે, સામેન્દુ (. 1956, જળગાંવ, મહારાષ્ટ્ર, ભારત) : આધુનિક ભારતીય ચિત્રકાર. શાલેય અભ્યાસ બાદ તેમણે મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં કલા-અભ્યાસ કરીને 1978માં ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. ત્યાર બાદ તેમણે મુંબઈ, ઔરંગાબાદ અને પુણેમાં તેમનાં ચિત્રોનાં વૈયક્તિક પ્રદર્શનો યોજ્યાં છે. મુંબઈની આર્ટ સોસાયટી ઑવ્ ઇન્ડિયાએ તેમનું સન્માન કર્યું છે. તેમનાં ચિત્રોમાં પરાવાસ્તવવાદી દુ:સ્વપ્ન સમાં નિસર્ગ-ર્દશ્યો નજરે પડે છે.

અમિતાભ મડિયા