ચિત્રકલા
સૂતીન કાઇમ (Soutine Chaim)
સૂતીન, કાઇમ (Soutine, Chaim) (જ. 1893, સ્મિલૉવિચ, બેલારુસ; અ. 9 ઑગસ્ટ 1943, પૅરિસ, ફ્રાન્સ) : રશિયન અભિવ્યક્તિવાદી ચિત્રકાર. વિલ્નિયુસમાં કલાનો અભ્યાસ કર્યા પછી સૂતીન 1911માં પૅરિસ આવ્યા. અહીં ચિત્રકારો માર્ક શાગાલ અને મોદિલ્યાનીના સંપર્કને પ્રતાપે તેઓ અભિવ્યક્તિવાદી કલા તરફ આકર્ષાયા. કતલખાના અને પશુઓનાં મડદાં એ બે વિષયોને તેમણે વારંવાર આલેખ્યા.…
વધુ વાંચો >સેઉરા જૉર્જ (Seurat Georges)
સેઉરા, જૉર્જ (Seurat, Georges) (જ. 2 ડિસેમ્બર 1859, ફ્રાંસ; અ. 29 માર્ચ 1891) : નવપ્રભાવવાદ(Neo-Impressionism)ના સ્થાપક અને પ્રમુખ નવપ્રભાવવાદી આધુનિક ફ્રેંચ ચિત્રકાર. પૅરિસની પ્રતિષ્ઠિત કળાશાળા ઇકોલે દ બ્યુ આર્તે(Ecole des Beaux Arte)માં તેમણે 1875થી 1879 સુધી ચિત્રકાર હેન્રી લેહમાન પાસે ચિત્રકળાનો અભ્યાસ કર્યો. રંગદર્શી ચિત્રકાર દેલાક્રવા (Delacroix), બાર્બિઝોં (Barbizon) શૈલીનાં…
વધુ વાંચો >સેજ કે (Sage Kay)
સેજ, કે (Sage, Kay) (જ. 25 જૂન 1898, એલ્બેની, ન્યૂયૉર્ક, અમેરિકા; અ. 26 જૂન 1963, અમેરિકા) : પરાવાસ્તવવાદી શૈલીમાં ચિત્રસર્જન કરનાર આધુનિક અમેરિકન મહિલા-ચિત્રકાર. કે સેજે દોરેલું ચિત્ર ‘માર્જિન ઑવ્ સાઇલન્સ’ (1942) 1900થી 1914 સુધીનાં પંદર વરસ સુધી તેમનો ઉછેર ઇટાલીમાં થયો અને પછી 1919થી 1957 સુધીના 38 વરસ પણ…
વધુ વાંચો >સેઝાં પૉલ
સેઝાં, પૉલ – [જ. 19 જાન્યુઆરી 1839, આઇ–એં–પ્રોવાન્સ (Aix-en-Provence), ફ્રાન્સ; અ. 22 ઑક્ટોબર 1906, આઇ–એં–પ્રોવાન્સ, ફ્રાન્સ] : સમગ્ર આધુનિક ચિત્રકલા અને શિલ્પકલાને દિશાસૂચન કરનાર પ્રભાવવાદી-ઘનવાદી ફ્રેન્ચ ચિત્રકાર. વીસમી સદીની કલાના તેઓ પિતામહ ગણાય છે. એમણે મુખ્યત્વે ચાર પ્રકારે ચિત્રસર્જન કર્યું છે : 1. નિસર્ગચિત્રો (landscapes); 2. નિસર્ગમાં વિહરતાં નગ્ન સ્ત્રી-પુરુષોનાં…
વધુ વાંચો >સેઠ દેવેન
સેઠ, દેવેન (જ. 1944, બરૈલી, ઉત્તરપ્રદેશ, ભારત) : આધુનિક ભારતીય ચિત્રકાર. શાલેય અભ્યાસ પછી દિલ્હીની દિલ્હી પોલિટેક્નિકની સ્કૂલ ઑવ્ આર્ટમાંથી તેમણે કલા-અભ્યાસ કરી 1976માં ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. તેમણે લખનૌ, મસૂરી, કોલકાતા, મુંબઈ, દિલ્હી, ચંડીગઢ અને પટણામાં પોતાનાં ચિત્રોનાં વૈયક્તિક પ્રદર્શનો કર્યાં છે. તેમનાં ચિત્રોમાં આહલાદક, મધુર અને શાંત સ્વપ્નિલ વાતાવરણ…
વધુ વાંચો >સૅન્ડ્રાર્ટ જોઆકિમ (Sandrart Joachim)
સૅન્ડ્રાર્ટ, જોઆકિમ (Sandrart, Joachim) (જ. 1601, ફ્રેન્કફર્ટ, જર્મની; અ. 1688) : જર્મન બરોક ચિત્રકાર અને કલાવિષયક લેખક. ઉટ્રેખ્ટ (Utrecht) નગરમાં ચિત્રકાર ગેરિટ વાન હૉન્થોર્સ્ટ (Gerrit – Van Honthorst) પાસે તેમજ બીજા પણ કેટલાક ચિત્રકારો પાસે તેમણે ચિત્રકલાનો અભ્યાસ કર્યો. 1627માં પ્રસિદ્ધ બરોક ચિત્રકાર રુબેન્સ સાથે તેમની મુલાકાત થઈ, જે ઘણી…
વધુ વાંચો >સેન્યા બોનાવેન્ચુરા (Segna Bonaventura)
સેન્યા, બોનાવેન્ચુરા (Segna, Bonaventura) (જ. આશરે 1280ની આસપાસ, ઇટાલી; અ. 1326થી 1331, ઇટાલી) : રેનેસાંના આરંભિક તબક્કાનો ઇટાલિયન ચિત્રકાર. રેનેસાંના આરંભિક તબક્કાના ચિત્રકાર દુચિયો(Duccio)ના તે અનુયાયી હતા. બોનાવેન્ચુરા સેન્યાએ દોરેલું ચિત્ર સિયેના નગરમાં તેમણે ચિત્રકાર તરીકેની કારકિર્દી શરૂ કરેલી. 1317માં તેમણે લેન્ચેટો કૉન્વેટ મઠમાં ભીંતચિત્રો સર્જેલાં. તેમાંથી આજે એક ચિત્ર…
વધુ વાંચો >સેબાસ્તિનો પિયોમ્બો (Sebastino Piombo)
સેબાસ્તિનો, પિયોમ્બો (Sebastino, Piombo) (જ. આશરે 1485, વેનિસ, ઇટાલી; અ. 21 જુલાઈ 1547, રોમ, ઇટાલી) : પ્રસિદ્ધ ઇટાલિયન રેનેસાં-ચિત્રકાર. તેમણે વેનિસમાં ચિત્રકાર જોર્જોને (Giorgione) પાસે ચિત્રકલાની તાલીમ લીધી. વેનિસ નિવાસ દરમિયાનનાં તેમનાં ચિત્રોમાંથી શ્રેષ્ઠ ગણાયું છે : ‘સાલોમે’ (Salome). 1511માં રોમમાં એગૉસ્તિનો ચીગી નામના શરાફે તેમને આશ્રય આપ્યો. રોમમાં જ…
વધુ વાંચો >સેરાચેની કાર્લો (Seraceni Carlo)
સેરાચેની, કાર્લો (Seraceni, Carlo) (જ. 1579, વેનિસ, ઇટાલી; અ. 1620, વેનિસ, ઇટાલી) : ઇટાલિયન બરોક ચિત્રકાર. ખ્રિસ્તી ધાર્મિક કથાઓ અને ગ્રેકોરોમન પુરાકથાઓમાંથી પ્રસંગો-વિષયોને એમણે આલેખિત કર્યાં છે. કાર્લો સેરાચેનીએ દોરેલું ચિત્ર : ‘સેંટ સેબાસ્ટિયન’ સેરાચેની કોની પાસેથી ચિત્રકલા શીખ્યા એ જાણવા મળતું નથી. પણ તેમનાં આરંભનાં ચિત્રોમાં ચિત્રકારો બાસાનો (Bassano),…
વધુ વાંચો >સેર્વાયસ આલ્બર્ટ (Servaes Albert)
સેર્વાયસ, આલ્બર્ટ (Servaes, Albert) [જ. 4 એપ્રિલ 1883, ગૅન્ટ (Ghent), બેલ્જિયમ; અ. 19 એપ્રિલ 1966] : આધુનિક બેલ્જિયન અભિવ્યક્તિવાદી ચિત્રકાર. ગૅન્ટ અકાદમી ખાતેના સાંજના વર્ગોમાં તેમણે ચિત્રકલાનો અભ્યાસ કર્યો. 1905માં તેમણે લાયથમ સેન્ટ માર્ટિન(Laethem St. Martin)માં નિવાસ કર્યો અને શિલ્પી જોર્જ મિને (Georg Minne) તથા ચિત્રકાર વાલેરિયસ દે સાયડિલર (Valerius…
વધુ વાંચો >