સેઠ, દેવેન (. 1944, બરૈલી, ઉત્તરપ્રદેશ, ભારત) : આધુનિક ભારતીય ચિત્રકાર. શાલેય અભ્યાસ પછી દિલ્હીની દિલ્હી પોલિટેક્નિકની સ્કૂલ ઑવ્ આર્ટમાંથી તેમણે કલા-અભ્યાસ કરી 1976માં ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. તેમણે લખનૌ, મસૂરી, કોલકાતા, મુંબઈ, દિલ્હી, ચંડીગઢ અને પટણામાં પોતાનાં ચિત્રોનાં વૈયક્તિક પ્રદર્શનો કર્યાં છે. તેમનાં ચિત્રોમાં આહલાદક, મધુર અને શાંત સ્વપ્નિલ વાતાવરણ જોવા મળે છે. કેન્દ્રની લલિતકલા અકાદમીએ રાષ્ટ્રીય ખિતાબ વડે તેમનું સન્માન કર્યું છે.

અમિતાભ મડિયા