ચિત્રકલા

સિગર્સ ગેરાર્ડ

સિગર્સ, ગેરાર્ડ (જ. 1591, ફ્લેન્ડર્સ; અ. 1651) : ફ્લેમિશ ચિત્રકાર. એવું અનુમાન કરવામાં આવે છે કે ઍન્ટવર્પમાં ફ્લેમિશ ચિત્રકારો એબ્રાહમ જાન્સેન્સ, કાસ્પર દે ક્રેયર તથા હૅન્ડ્રિક વાન બાલેન પાસે તેઓ ચિત્રકલાની તાલીમ પામેલા. 1608 સુધીમાં તો ઍન્ટવર્પમાં સિગર્સની એક ચિત્રકાર તરીકે મોટી નામના થયેલી. 1615માં તેઓ રોમ ગયા. ત્યાં તે…

વધુ વાંચો >

સિગર્સ ડેનિયલ

સિગર્સ, ડેનિયલ (જ. 1590, ઍન્ટવર્પ, ફ્લેન્ડર્સ; અ. 1661, ઍન્ટવર્પ, ફ્લેન્ડર્સ) : પુષ્પોને આલેખવા માટે જાણીતા ફ્લેમિશ ચિત્રકાર. એક જેસ્યુઇટ પરિવારમાં તેમનો જન્મ થયેલો. હોલૅન્ડમાં એક પ્રૉટેસ્ટન્ટ પરિવારમાં તેમનો ઉછેર થયો. 1610માં સિગર્સ ઍન્ટવર્પ પાછા ફર્યા અને ચિત્રકાર બ્રુગેલના શાગિર્દ બન્યા. એ સાથે જ તેમણે કૅથલિક સંપ્રદાય અંગીકાર કર્યો. 1614માં તેઓ…

વધુ વાંચો >

સિચિયોલાન્તે સેર્મોનેત જિરોલામો

સિચિયોલાન્તે, સેર્મોનેત જિરોલામો (Siciolante, Sermoneta Girolamo) (જ. 1521; અ. 1575) : ઇટાલિયન રેનેસાંસ-ચિત્રકાર. રોમમાં ચિત્રકાર પેરિનો દેલ વાગા હેઠળ તેમણે કલા-અભ્યાસ કરેલો; પરંતુ તેમના પુખ્તકાળના સર્જન ઉપર માઇકૅલેન્જેલો અને સેબાસ્તિનો પિયોમ્બોનો પ્રભાવ જોવા મળે છે, જેમાં માનવભાવોની અભિવ્યક્તિ સંયમપૂર્ણ છે. રોમનાં ઘણાં ચર્ચમાં તેમણે ભીંતચિત્રો ચીતર્યાં, જેમાંથી ‘વર્જિન ઍન્ડ ચાઇલ્ડ…

વધુ વાંચો >

સિદ્ધપુરા જયંત

સિદ્ધપુરા, જયંત (જ. 29 ડિસેમ્બર 1935, મુંબઈ, ભારત) : ગુજરાતના આધુનિક ચિત્રકાર. હેલિકૉપ્ટરમાંથી નીચે જોતાં દેખાતાં શ્યો જેવાં ‘ટોપ-વ્યૂ’ પરિપ્રેક્ષ્યથી ચિત્રો ચીતરવા માટે તેઓ જાણીતા છે. જયંત સિદ્ધપુરાની એક ચિત્રકૃતિ ‘મારગના સૂર’ ભાવનગર પાસેનું સિહોર તેમનું વતન. પિતા મુંબઈમાં કૉન્ટ્રેક્ટરનો વ્યવસાય કરતા. શાલેય અભ્યાસ પછી મુંબઈના નૂતન કલામંદિરમાં અભ્યાસ કરી…

વધુ વાંચો >

સિન્યૉરિની તેલેમાકો (Signorini Telemaco)

સિન્યૉરિની, તેલેમાકો (Signorini, Telemaco) (જ. 18 ઑગસ્ટ 1835, ફ્લૉરેન્સ, ઇટાલી; અ. 11 ફેબ્રુઆરી 1901, ફ્લૉરેન્સ, ઇટાલી) : ઇટાલીનાં નિસર્ગશ્યોને ચિત્રોમાં આલેખવા માટે જાણીતા ઇટાલિયન ચિત્રકાર. એમનાં ચિત્રો રંગોની ઋજુતા અને મધુરતા માટે જાણીતાં છે. પિતા જિયોવાની સિન્યૉરિની (જ. 1808, અ. 1862) હેઠળ તેમણે ચિત્રકલાનો અભ્યાસ કર્યો. તેલેમોકો સિન્યૉરિનીનું એક નિસર્ગચિત્ર…

વધુ વાંચો >

સિન્યૉરેલી લુચા (Signorelli Luca)

સિન્યૉરેલી, લુચા (Signorelli, Luca) (જ. 1445થી 1450ના અરસામાં, કૉર્તોના, ફ્લૉરેન્સ નજીક, ઇટાલી; અ. 16 ઑક્ટોબર 1523, કૉર્તોના, ઇટાલી) : નગ્ન યુવાન પુરુષોની આકૃતિઓને અવનવી યુયુત્સુ અને ગતિમાન રીતિની મુદ્રાઓમાં આલેખવાનો પ્રારંભ કરનાર ઇટાલિયન રેનેસાંસ-ચિત્રકાર. માઇકલૅન્જેલો બૂઓનારૉતી પણ તેમના પ્રભાવ હેઠળ આવેલો. સિન્યૉરેલીનું ચિત્ર ‘ધ ઍન્ડ ઓવ્ ધ વર્લ્ડ : ધ…

વધુ વાંચો >

સિબેરેખ્ટ્સ ઇયાન (Siberechts Ian)

સિબેરેખ્ટ્સ, ઇયાન (Siberechts, Ian) (જ. 1627, ઍન્ટવર્પ, ફ્લેન્ડર્સ; અ. આશરે 1705) : નિસર્ગચિત્રો આલેખવા માટે જાણીતા ફ્લેમિશ ચિત્રકાર. તેમના પિતા શિલ્પી હતા. ઍન્ટવર્પમાં રહેતા ચિત્રકાર એડ્રિયાન દે બી પાસેથી તેઓ ચિત્રકલા શીખ્યા. સિબેરેખ્ટ્સના આરંભકાલના ચિત્ર ‘ઇટાલિયન લૅન્ડસ્કેપ’(1653)માં ઇટાલિયન શૈલીને અનુસરતી ડચ ચિત્રણા જોઈ શકાય છે. 1660 સુધીમાં એક નિસર્ગચિત્રકાર તરીકે…

વધુ વાંચો >

સિસ્લે આલ્ફ્રેડ

સિસ્લે, આલ્ફ્રેડ (જ. 1839, પૅરિસ, ફ્રાંસ; અ. 1899) : બ્રિટિશ પ્રભાવવાદી ચિત્રકાર. પૅરિસ સ્થિત બ્રિટિશ યુગલનું તેઓ સંતાન. 1857માં અઢાર વરસની ઉંમરે સિસ્લે ધંધો-વેપાર શીખવા માટે લંડન ગયા, પરંતુ તેમનું ચિત્ત એ કામમાં ચોંટ્યું જ નહિ. તેઓ લંડનના મ્યુઝિયમોમાં લટાર મારતા રહ્યા અને બ્રિટિશ નિસર્ગ-ચિત્રકારો કૉન્સ્ટેબલ, ટર્નર અને બૉનિન્ગ્ટન ઉપરાંત…

વધુ વાંચો >

સિંઘ અર્પિતા

સિંઘ, અર્પિતા (જ. 1937, પશ્ચિમ બંગાળ, ભારત) : આધુનિક ભારતીય મહિલા-ચિત્રકાર. શાલેય અભ્યાસ પછી દિલ્હી પૉલિટૅક્નીકની સ્કૂલ ઑવ્ આર્ટમાંથી કલા-સ્નાતક થયાં. ત્યારબાદ તેમણે વણાટકામમાં કૌશલ્ય પ્રાપ્ત કરી પહેલાં કોલકાતાના અને પછી દિલ્હીના સરકારી વણાટકામ-કેન્દ્ર — વીવર્સ સર્વિસ સેન્ટર — માં ડિઝાઇનર તરીકે સેવાઓ આપી. ચિત્રસર્જન તેમણે છેક 1965 પછી શરૂ…

વધુ વાંચો >

સિંઘ તેજ

સિંઘ, તેજ (જ. 1939, આગ્રા, ઉત્તર પ્રદેશ, ભારત) : આધુનિક ભારતીય ચિત્રકાર. ચંદીગઢ ખાતેની ગવર્નમેન્ટ કૉલેજ ઑવ્ આર્ટમાં કલા-અભ્યાસ કરીને તેમણે 1973માં કલાની અનુસ્નાતક ઉપાધિ પ્રાપ્ત કરી. રાજસ્થાની લઘુચિત્રકલામાં નૈપુણ્ય પ્રાપ્ત કરી તેમણે એ મધ્યયુગીન કલાનું પુનરુત્થાન કર્યું. પટણા, અમૃતસર, ઉદયપુર, દિલ્હી, જયપુર, જોધપુર અને અમદાવાદમાં તેમણે તેમનાં ચિત્રોનાં વૈયક્તિક…

વધુ વાંચો >