ચન્દ્રકાન્ત મહેતા
દ્વિજ માધવ
દ્વિજ માધવ (સોળમી સદી) : બંગાળી લેખક. એણે ‘ચંડીમંગલ’ કાવ્યની રચના કરી છે. કાવ્યમાં પોતાની માહિતી આપતાં કહ્યું છે કે એ હુગલી નદીને કિનારે આવેલા સતગાંવનો રહેવાસી હતો. પણ એનું કુટુંબ પછી પૂર્વ બંગાળમાં જઈને વસ્યું હતું અને કાવ્યની રચના પણ ત્યાં જ કરી હતી. એ કાવ્યમાં સામાન્ય રીતે ‘ચંડીમંગલ’માં…
વધુ વાંચો >ધાઈનામ
ધાઈનામ : અસમિયા ગીતપ્રકાર. બાળકોને જુદાં જુદાં પ્રલોભનો આપીને, સુંદર શબ્દચિત્રો રજૂ કરીને સુવડાવી દેવા માટેનાં હાલરડાં. એ ગીતોમાં બાળકની પ્રશંસા હોય છે. ચાંદામામાની, પરીઓની વાતો હોય છે અને એ ચિત્રો દ્વારા બાળકને સ્વપ્નદેશમાં લઈ જવાની તરકીબ હોય છે. આ ગીતપ્રકાર પ્રાચીન સમયથી પ્રચલિત છે. આધુનિક કાળમાં પણ ગામડાંઓમાં ધાઈનામ…
વધુ વાંચો >નન્નેચોડ
નન્નેચોડ (સમય : 1080થી 1125) : તેલુગુના વીરશૈવ સંપ્રદાયના પ્રથમ કવિ. એ ઓસ્યુરુના સૂર્યવંશી ક્ષત્રિય રાજા હતા. એમને એમની કવિપ્રતિભાને લીધે ‘કવિરાજશિખામણિ’ તથા વીરતાને લીધે ‘ટેંકણાદિત્યુડુ’ની ઉપાધિ મળી હતી. એ સંસ્કૃતના પંડિત હતા. તેઓ એવા કવિ હતા કે તેમની કવિતામાં તેમણે કન્નડ અને તમિળ ભાષાના શબ્દો પ્રયોજ્યા હતા. એમણે શૈવમતના…
વધુ વાંચો >નરસિંહાચાર, ડી. એલ.
નરસિંહાચાર, ડી. એલ. (જ. જૂન 1906, હુળિળુ, કર્ણાટક; અ. 1971) : કન્નડ લેખક. શરૂઆતનું શિક્ષણ ટુંકુર અને ઉચ્ચશિક્ષણ બૅંગાલુરુ અને મૈસૂરમાં. એમ.એ. અને પીએચ.ડી. ઉપાધિઓ મૈસૂર યુનિવર્સિટીમાંથી મેળવી તે જ યુનિવર્સિટીમાં કન્નડ-વિભાગમાં પંડિત તરીકે નિયુક્ત થયા. જુદા જુદા હોદ્દા પર મૈસૂર અને ઓસમાનિયા યુનિવર્સિટીઓમાં અને રાજ્યના શિક્ષણવિભાગમાં કાર્ય કર્યું. 1969માં…
વધુ વાંચો >નરિણૈ
નરિણૈ (રચનાકાળ : ઈ. સ. પૂ. બીજી સદીથી ઈ. સ. બીજી સદી સુધી) : આ તમિળ સંઘકાલીન અષ્ટપદ્યસંગ્રહો(એટ્ટુતોગૈ)માં બધા કરતાં પ્રાચીન તથા મુખ્ય ગ્રંથ છે. એમાં નવ પંક્તિઓથી માંડીને બાર પંક્તિઓનાં પદો છે. એમાં 187 કવિઓની રચનાઓ સંગૃહીત છે. એમાં આંતરિક જીવનનું વર્ણન હોવાથી એની ગણના ‘અહમ્’ કાવ્યોમાં કરવામાં આવી…
વધુ વાંચો >નરૂલા, સુરિન્દરસિંહ (Narula Surinder Singh)
નરૂલા, સુરિન્દરસિંહ (Narula Surinder Singh) (જ. 8 નવેમ્બર 1917, અમૃતસર; અ. 16 જૂન 2007) : પંજાબી નવલકથાકાર. પંજાબ યુનિવર્સિટીમાંથી અમૃતસરની ખાલસા કૉલેજમાંથી બી. એ. થયા. ત્રણ સુવર્ણચંદ્રકો પ્રાપ્ત કર્યા. 1938 માં રાજ્ય સચિવાલયમાં જોડાયા. 1942 માં સાહિત્ય સાથે એમ. એ.ની ડિગ્રી મેળવી. લુધિયાણાની સરકારી કૉલેજમાં અંગ્રેજી તથા અમેરિકન સાહિત્યના અનુસ્નાતક…
વધુ વાંચો >નવરોઈન રાધા
નવરોઈન રાધા (જ. સત્તરમી સદી) : મધ્યકાલીન કાશ્મીરી સંત કવિ. એમના જીવન અને કાવ્ય વિશે ‘ઋષિનામા’ પ્રમાણભૂત ગ્રંથ મનાય છે. તેમાં જણાવ્યા મુજબ નાનપણમાં જ એમનાં લગ્ન થયાં હતાં. ગૃહસ્થજીવનમાં નિરાશા સાંપડતાં એમણે એકાંત ગુફામાં જઈને યોગસાધના કરી અને કાશ્મીરનાં સાધ્વી કવયિત્રી લલ્લેશ્વરીના એ શિષ્ય બન્યા. એમનાં કાવ્યો ‘નુંદદ્રેશિ’ નામે…
વધુ વાંચો >નવસોરી, હબીબુલ્લાહ
નવસોરી, હબીબુલ્લાહ (જ. 1555; અ. 1617) : કાશ્મીરી કવિ. મધ્યકાલીન યુગના આ અગ્રગણ્ય સૂફી કવિની કવિતા પર સૂફી સંત-કવિઓના પ્રભાવની સાથોસાથ કાશ્મીરનાં ભક્તકવયિત્રી લલ્લેશ્વરીનો પ્રભાવ હતો. આથી એમની કવિતામાં હિંદુ અને મુસ્લિમ બંનેના અધ્યાત્મવાદનો સમન્વય જોવા મળે છે. એમાં પ્રેમભક્તિનાં અને ઇશ્કે મિજાજીનાં કાવ્યો છે. એમાં પ્રભુ પોતાના પ્રેમની આરજૂનો…
વધુ વાંચો >ન હન્યતે
ન હન્યતે (1974) : પ્રસિદ્ધ બંગાળી લેખિકા મૈત્રેયીદેવીની અમર કૃતિ. 1976ના શ્રેષ્ઠ બંગાળી ગ્રંથ તરીકે કેન્દ્રીય સાહિત્ય અકાદમી દ્વારા તે પુરસ્કૃત થયેલી. પ્રગટ થયેલી તેની અનેક આવૃત્તિઓ એની લોકપ્રિયતા દર્શાવે છે. ભારતની બધી ભાષાઓમાં તેના અનુવાદ થયેલા છે. એનો અંગ્રેજી અનુવાદ લેખિકાએ પોતે કર્યો છે. તેનો ગુજરાતી અનુવાદ ‘ન હન્યતે’…
વધુ વાંચો >નંદરાય
નંદરાય (જ. 1791 સોર, કાશ્મીર; અ. 1876) : કાશ્મીરી કવિ. એમણે નાનપણથી જ ગીતા, શૈવ સાહિત્ય તથા પુરાણોનું અધ્યયન કર્યું હતું. એમણે રહસ્યવાદી તેમજ શિવભક્તિનાં કાવ્યો રચ્યાં છે. એ પરમાનંદ તખલ્લુસથી ભારતવર્ષમાં જાણીતા હતા. જીવનનાં અંતિમ વર્ષોમાં એ પરમાનંદ સ્વામી તરીકે પ્રસિદ્ધ હતા. એમનાં કાવ્યોમાં એમણે આત્મજ્ઞાનનું મહત્વ દર્શાવ્યું છે.…
વધુ વાંચો >