ચન્દ્રકાન્ત મહેતા
તેનાલિરામન
તેનાલિરામન : ઉત્તરના બીરબલના જેવું જ દક્ષિણ ભારતનું વિજયનગરના રાજા કૃષ્ણદેવના દરબારનું, પોતાના બુદ્ધિચાતુર્યથી તથા હાસ્યનિષ્પત્તિથી લોકોમાં વિખ્યાત બનેલું પાત્ર. એનું નામ રામન હતું, પણ દક્ષિણમાં નામની પૂર્વે ગામનું નામ જોડવામાં આવે છે. તેમ એ ‘તેનાલિ’ ગામનો હોવાથી ‘તેનાલિરામન’ નામે ઓળખાયો. એ નાનપણથી જ બહુ ઊંચા બૌદ્ધિક સ્તરનો હતો. શબ્દોના…
વધુ વાંચો >તેલુગુ મહાભારતમુ
તેલુગુ મહાભારતમુ (અગિયારથી બારમી સદી) : તેલુગુ મહાકાવ્ય. ‘તેલુગુમહાભારતમુ’ અથવા ‘આંધ્ર મહાભારતમુ’ તેલુગુની પ્રથમ કૃતિ છે. એની પૂર્વે કોઈ તેલુગુ રચના લિખિત રૂપમાં મળતી નથી. એની એક વિશેષતા એ છે કે એ ત્રણ જુદે જુદે સમયે થઈ ગયેલા કવિની સહિયારી રચના છે. વ્યાસકૃત સંસ્કૃત મહાભારતને આધારે અગિયારમી સદીમાં નન્નય ભટે…
વધુ વાંચો >તેંડુલકર, વિજય
તેંડુલકર, વિજય (જ. 9 જાન્યુઆરી 1928, પુણે; અ. 19 મે 2008, મુંબઈ) : ભારતપ્રસિદ્ધ પ્રયોગલક્ષી નાટકકાર, પત્રકાર અને નિબંધકાર. સોળ વર્ષની વયે અસાધારણ સંજોગોમાં શિક્ષણ છોડવું પડ્યું. શાળામાં એમના એક શિક્ષક અનંત કાણેકર જે મરાઠીના અગ્રગણ્ય સાહિત્યકાર હતા તેમણે બાળ વિજયમાં જે શક્તિસ્રોત જોયો, તેથી એમને થયું, કે એ બાળકને…
વધુ વાંચો >તોળકાપ્પિયમ્
તોળકાપ્પિયમ્ (ઈ. સ. પૂ. બીજી સદી) : તમિળનો પ્રાચીનતમ પ્રથમ ઉપલબ્ધ ગ્રંથ. એના રચયિતા તોળકાપ્પિવર હતા. કેટલાક વિદ્વાનોના મતાનુસાર એ પ્રસિદ્ધ વ્યાકરણાચાર્ય અગસ્ત્યના શિષ્ય હતા. એ ગ્રંથ મુખ્ય તો વ્યાકરણગ્રંથ છે. એમાં તમિળ ભાષાનું સ્વરૂપ, વ્યાકરણ, નિયમો, અર્થાલંકારો, વિવિધ છંદો, જનપદો અને નગરોનાં વર્ણનો, જીવનપ્રણાલી, સાંસ્કૃતિક વિકાસ, પ્રેમ, સંયોગ, વિયોગ,…
વધુ વાંચો >ત્યાગરાજ, સંત
ત્યાગરાજ, સંત (જ. 4 મે 1767, તિરુવારૂર; અ. 6 જાન્યુઆરી 1847) : દક્ષિણ ભારતના વિખ્યાત તેલુગુ સંત, કર્ણાટક સંગીતના શ્રેષ્ઠ રચનાકાર અને કવિ. પિતાનું નામ રામબ્રહ્મન અને માતાનું નામ સીતામ્મા. પિતા કીર્તનકાર અને રામભક્ત હતા. માતા ભક્ત રામદાસનાં ગીતો સુરીલા કંઠમાં ગાતાં. તેને લીધે ત્યાગરાજ પર ભક્તિ અને સંગીતના સંસ્કારો…
વધુ વાંચો >થાપ્પી, ધર્મરાવ
થાપ્પી, ધર્મરાવ (જ. 19 સપ્ટેમ્બર 1887, બહેરાનપુર, ગોદાવરી જિલ્લો; અ. 1971) : તેલુગુ લેખક. બી.એ. સુધીનું શિક્ષણ ચેન્નાઈમાં. 1936થી 1939 ચેન્નાઈના ‘જનવાણી’માં તંત્રીપદે હતા અને ‘જનવાણી’ને એમની બાહોશ કામગીરીથી પ્રતિષ્ઠા અપાવી. તે પછી ફિલ્મ માટે સંવાદ તથા ગીતરચનાનું કામ લીધું અને એમાં પણ અનેક પારિતોષિકો મેળવ્યાં. એ આંધ્રપ્રદેશ રાજ્ય અકાદમીના…
વધુ વાંચો >દત્ત, સત્યેન્દ્રનાથ
દત્ત, સત્યેન્દ્રનાથ (જ. 12 ફેબ્રુઆરી 1882; અ. 25 જૂન 1922) : બંગાળી લેખક. ઓગણીસમી સદીના પ્રસિદ્ધ ગદ્યલેખક અક્ષયકુમાર દત્તના પૌત્ર. એમને એમના દાદા તરફથી દેશપ્રેમની ભાવના મળી હતી. કૉલેજમાં ભણતા હતા ત્યારથી જ કવિતાલેખનનો આરંભ કર્યો હતો. એમણે સાહિત્યનાં વિવિધ ક્ષેત્રોમાં મહત્વનું પ્રદાન કર્યું હતું. રવીન્દ્રનાથની જેમ એમની કવિતાનો પ્રભાવ…
વધુ વાંચો >દત્ત, સુધીન્દ્રનાથ
દત્ત, સુધીન્દ્રનાથ (જ. 30 ઑક્ટોબર 1901, વારાણસી; અ. 25 જૂન 1960, કૉલકાતા) : બંગાળી લેખક. બંગાળી કવિતામાં આધુનિક યુગના પ્રવર્તક. કૉલકાતામાં જન્મ્યા હતા અને ત્યાં જ એમણે ઉચ્ચશિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. એમણે પશ્ચિમના સાહિત્યનું ઊંડું અધ્યયન કર્યું હતું. એમણે 1931માં ‘પરિચય’ નામની માસિક પત્રિકા શરૂ કરી, જેનો હેતુ સમકાલીન સાહિત્યિક…
વધુ વાંચો >દર્દી (જ્ઞાની) હીરાસિંહ
દર્દી (જ્ઞાની) હીરાસિંહ (જ. 30 સપ્ટેમ્બર 1889, રાવળપિંડી, પાકિસ્તાન; અ. 1962) : પંજાબી લેખક. બાળપણથી જ કવિતાલેખનનો શોખ. પહેલાં ‘દુ:ખિયા’ તખલ્લુસથી કાવ્યો રચતા, પછી ‘દર્દી’ તખલ્લુસથી. એમને ઉર્દૂ, ફારસી, હિંદી તથા અંગ્રેજી ભાષાઓનું સારું જ્ઞાન હતું. 1920માં એમણે ‘અકાલી’ નામનું દૈનિક સમાચારપત્ર શરૂ કર્યું અને સાથે સાથે 1924–1956 સુધી ‘ફૂલવાડી’…
વધુ વાંચો >દાતું
દાતું (1973) : કન્નડ નવલકથા. કન્નડ સાહિત્યમાં સાંપ્રતકાલીન શ્રેષ્ઠ નવલકથાકાર ભૈરપ્પાની આ નવલકથાને સાહિત્ય એકૅડેમી તરફથી કન્નડ સાહિત્યની 1975ના વર્ષની શ્રેષ્ઠકૃતિ તરીકે ઍવૉર્ડ માટે પસંદ કરાઈ હતી. વ્યક્તિના વિકાસને અવરોધતાં ન્યાતજાતનાં બંધનો તોડવા કટિબદ્ધ પિતા–પુત્રીને તેમના અવિરત પ્રયાસો છતાં અંતમાં મળતી સરિયામ નિષ્ફળતાની આ કથા છે. એ નિષ્ફળતા એમનાં પોતાનાં…
વધુ વાંચો >