ગુજરાતી સાહિત્ય
લલિતાદુ:ખદર્શક નાટક
લલિતાદુ:ખદર્શક નાટક : પહેલું ગુજરાતી કરુણાન્ત નાટક. ભવાઈમાં આવતા કજોડાના વેશની બીભત્સતા જોઈ આઘાત પામેલા રણછોડભાઈ ઉદયરામ દવેએ ગુજરાતી રંગભૂમિને સંસ્કારવા આ પાંચ-અંકી નાટક ઈસવી સન 1866માં રચી પ્રસિદ્ધ કર્યું. પ્રારંભકાળની ઘડાતી, બોલાતી તળપદી ભાષાનો લેખકે ઉપયોગ કર્યો છે. એમાં ભરપૂર નાટકીપણું છે. શ્રી ગુજરાતી નાટક મંડળીએ જૂની વિક્ટોરિયા નાટકશાળામાં…
વધુ વાંચો >લાવણ્યસમય
લાવણ્યસમય (જ. 1465, અમદાવાદ; અ. ?) : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના એક ગણનાપાત્ર જૈન સાધુ કવિ. કવિના દાદા પાટણથી અમદાવાદ આવીને વસેલા. સંસારી નામ લઘુરાજ. નવમા વર્ષે 1473માં દીક્ષા લઈને તપગચ્છના આચાર્ય સોમસુંદરસૂરિની પરંપરામાં લક્ષ્મીસાગરસૂરિ – સમયરત્નના શિષ્ય બન્યા. એમનું સાધુનામ લાવણ્યસમય. 1499માં એમને પંડિતપદ પ્રાપ્ત થયું. સોળમે વર્ષે એમનામાં કવિત્વશક્તિની…
વધુ વાંચો >લુહાર ત્રિભોવનદાસ પુરુષોત્તમદાસ
લુહાર ત્રિભોવનદાસ પુરુષોત્તમદાસ : જુઓ સુન્દરમ્.
વધુ વાંચો >વડવાનલ (1963)
વડવાનલ (1963) : ગુજરાતી સાહિત્યના સ્વાતંત્ર્યોત્તર યુગનાં એક ઉત્તમ નવલકથાસર્જક ધીરુબહેન પટેલની નવલકથા. આ નવલકથા એક સ્ત્રીની નોંધપોથી રૂપે – આત્મકથનાત્મક રીતે લખાયેલી છે. તેમાં આવતું રેખાનું પાત્ર વિધિનું શાપિત પાત્ર લાગે છે. બાલ્યાવસ્થાથી જ એની અત્યંત ઉપેક્ષા થતી રહે છે. સ્ત્રી જ સ્ત્રીની સૌથી ભયંકર દુશ્મન કેવી રીતે બને…
વધુ વાંચો >વનાંચલ (1967)
વનાંચલ (1967) : કવિ જયંત પાઠકની સ્મૃતિકથા. બાર પ્રકરણોમાં વિસ્તરેલી આ સ્મૃતિકથામાં પૂર્વ પંચમહાલમાં આવેલા પોતાના વતન અને આસપાસના પ્રદેશના પ્રાકૃતિક, ભૌગોલિક તેમજ સામાજિક-સાંસ્કૃતિક પરિવેશનું આલેખન છે. આ સ્મરણકથામાં લેખક, તેમનો પરિવાર ઉપરાંત મિત્રવર્તુળ તો છે, પરંતુ કથાના કેન્દ્રમાં તેમનું ગામ ગોઠ, તેની નદી, જંગલ-વનરાજિ, ખેતરો અને આદિવાસી લોકસમૂહ અને…
વધુ વાંચો >વમળનાં વન (1976)
વમળનાં વન (1976) : જગદીશ જોષીનો કાવ્યસંગ્રહ. આ સંગ્રહમાં કુલ 114 કાવ્યો છે; જેમાં સત્તાવન ગીતો છે, આડત્રીસ અછાંદસ રચનાઓ, ચૌદ જેટલી ગઝલો અને પાંચ છંદોબદ્ધ કાવ્યો છે. તળપદ અને આધુનિક નગરજીવન એમ બંને પ્રકારનું ભાવવિશ્વ આ કાવ્યોમાં ઝિલાયું છે. જગદીશ જોષીનાં ગીતોમાં તળપદ ગ્રામપરિવેશ છે, તો આધુનિક ગીતકવિતાનું અનુસંધાન…
વધુ વાંચો >વસન્તોત્સવ
વસન્તોત્સવ (પ્ર. આ. 1905) : ગુજરાતી કવિ ન્હાનાલાલ દલપતરામ (1877-1964)નું આશરે 2000 પંક્તિઓમાં લખાયેલું કથાકાવ્ય. તેમાં વસન્તના મ્હોરતા પ્રભાતે પ્રથમ મોરલી સાથે એક યુવક નામે રમણનો પ્રવેશ થાય છે અને એ જ સમયે સખીવૃન્દ સાથે એક યુવતી નામે સુભગા પણ ત્યાં આવી પહોંચે છે. રમણ એક હીંચકા પર હીંચતો હોય…
વધુ વાંચો >વસંત
વસંત : ગુજરાતનાં સાહિત્યિક સામયિકોમાં આગવી પ્રતિષ્ઠા ધરાવનારું આનંદશંકર ધ્રુવ સંપાદિત સામયિક. વિ. સં. 1958ના મહા મહિનાના પ્રથમ અંકમાં આનંદશંકર ધ્રુવ સામયિકનો ઉદ્દેશ સ્પષ્ટ કરતાં લખે છે કે ‘આપણો છેલ્લાં પચાસ વર્ષોનો ઇતિહાસ અવલોકીશું તો જણાશે કે એ દરમિયાન આપણા આચારવિચાર અને કર્તવ્યભાવનાના સ્વરૂપમાં અનેક ફેરફારો થઈ ગયા છે. કેટલાક…
વધુ વાંચો >વસંતવિલાસ
વસંતવિલાસ : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું એક ઉત્તમ ફાગુકાવ્ય. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં મુખ્યત્વે જૈનકવિઓએ અને થોડાક જૈનેતર કવિઓએ અનેક ફાગુકાવ્યો લખ્યાં છે. વસંતવર્ણનનો વિશિષ્ટ કાવ્યપ્રકાર ફાગુ તરીકે ઓળખાય છે. વસંતવર્ણન નિમિત્તે શૃંગારરસની નિષ્પત્તિ માટે ફાગુકાવ્યો લખાયાં છે. ‘વસંતવિલાસ’ ઈ. સ. 14મી સદીના પૂર્વાર્ધમાં રચાયું હોવાનું મનાય છે. એના કર્તાનું નામ સ્પષ્ટ…
વધુ વાંચો >વસુધા (1939)
વસુધા (1939) : અર્વાચીન યુગના ઉત્તમ ગુજરાતી કાવ્યસંગ્રહોમાંનો એક. ગાંધીયુગના સુપ્રસિદ્ધ કવિ સુન્દરમ્(1908-1991)નો આ ત્રીજો કાવ્યસંગ્રહ છે. તેમાં મુખ્યત્વે 1933થી 1938 વચ્ચે રચાયેલાં કાવ્યો ઉપરાંત 1929થી 1932 સુધીમાં અને 1939 તથા 1949ની સાલમાં રચાયેલાં કાવ્યો પણ સમાવિષ્ટ છે. પ્રસ્તુત કાવ્યસંગ્રહની કુલ 91 રચનાઓમાં ઊર્મિકાવ્યનાં મુક્તક, સૉનેટ, ગીત જેવાં સ્વરૂપો ઉપરાંત…
વધુ વાંચો >