ગુજરાતી સાહિત્ય

વીરજી

વીરજી (ઈ. સ. 1664માં હયાત) : મધ્યકાલીન ગુજરાતી કવિ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ઉપર્યુક્ત કવિ વીરજી ઉપરાંત એક વીરજી (મુનિ) નામના કવિ મળે છે, જે સત્તરમી સદીમાં થઈ ગયેલ પાર્શ્ર્વચંદ્રગચ્છના જૈન સાધુ છે. બીજા એક કવિ સંભવત: લૉંકાગચ્છીય જૈન કવિ છે. ઉપર્યુક્ત કવિ પ્રેમાનંદના સમકાલીન આખ્યાનકવિ હતા. તેઓ મોઢ ચતુર્વેદી બ્રાહ્મણ…

વધુ વાંચો >

વીર નર્મદ

વીર નર્મદ : ઈ. સ. 1933માં રચાયેલું નર્મદવિષયક જીવનચરિત્ર. એના લેખક છે વિશ્વનાથ મ. ભટ્ટ. નર્મદ જે જાતનું જીવન જીવી ગયા અને એમણે ગુજરાતની જે અનન્યભાવે સામાજિક, સાંસ્કૃતિક, સાહિત્યિક સેવા કરી એનું ટૂંકમાં પણ યથાર્થ દર્શન કરાવવાના હેતુથી ગુજરાત સાહિત્ય સભાએ નર્મદની પ્રથમ જન્મ શતાબ્દી પ્રસંગે વિશ્વનાથ મ. ભટ્ટ પાસે…

વધુ વાંચો >

વીરસિંહ

વીરસિંહ : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો નરસિંહનો ઉત્તર-સમકાલીન કવિ. એની પાસેથી એકમાત્ર કૃતિ પ્રાપ્ત થાય છે તે ‘ઉષાહરણ’. આ કૃતિમાં પાંચેક સ્થળે ‘વરસંગ’ એવો ઉલ્લેખ આવે છે. આ સિવાય કૃતિમાં કે અન્યત્ર એના વિશે કોઈ માહિતી પ્રાપ્ત થતી નથી. ‘ઉષાહરણ’ની જૂનામાં જૂની હસ્તપ્રત ઈ. 1513ની પ્રાપ્ત થાય છે. એનો અર્થ એવો…

વધુ વાંચો >

વીસમી સદી

વીસમી સદી : ગુજરાતી ભાષાનું સૌપ્રથમ ચિત્રાત્મક અને લોકપ્રિય સાહિત્ય સામયિક. હાજી મહંમદ અલારખિયા શિવજી (1878-1921) દ્વારા 1916ની 1લી એપ્રિલે એ શરૂ કરવામાં આવ્યું. આ સામયિકે સાહિત્ય અને કળાનો યોગ સાધ્યો. સાહિત્યિક પત્રકારત્વની એક વિશિષ્ટ દિશા આ સામયિકના પ્રકાશનથી ગુજરાતમાં ઊઘડી હતી, કેમ કે, સાહિત્યિક ધોરણો સાથે બાંધછોડ કર્યા વિના…

વધુ વાંચો >

વેગડ, અમૃતલાલ ગોવામલ

વેગડ, અમૃતલાલ ગોવામલ (જ. 3  ઑક્ટોબર 1928, જબલપુર, મધ્યપ્રદેશ) : હિંદી તથા ગુજરાતી લેખક. તેમણે કલાભવન, શાંતિનિકેતનમાંથી લલિત કલામાં ડિપ્લોમા (1952) મેળવેલો. 1955માં તેમણે બી.એ.ની ડિગ્રી મેળવી. 1953થી જબલપુરમાં શાસકીય કલાનિકેતનમાં ચિત્રકલાના શિક્ષક તરીકે કામગીરી કરી. તેમણે હિંદી તેમજ ગુજરાતીમાં ગ્રંથો આપ્યા છે. તેમના હિંદી ગ્રંથોમાં ‘બાપુ સૂરજ કે દોસ્ત’…

વધુ વાંચો >

વૈદ્ય બાબુભાઈ પ્રાણજીવન

વૈદ્ય બાબુભાઈ પ્રાણજીવન (જ. 23 જુલાઈ 1909, દ્વારકા; અ. ?) : ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રલેખક, સામાજિક અને રાજકીય કાર્યકર. તખલ્લુસ : ‘બિપિન વૈદ્ય’, ઈ. ન., બા. પિતા દ્વારકામાં સરકારી ડૉક્ટર. પ્રાથમિક શિક્ષણ જેતપુર અને પાદરાની શાળામાં. માધ્યમિક શિક્ષણ જેતપુરમાં. 19271930 દરમિયાન જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાં અભ્યાસ કરેલો. પણ વચ્ચે એક વર્ષ…

વધુ વાંચો >

વૈદ્ય વિજયરાય કલ્યાણરાય

વૈદ્ય વિજયરાય કલ્યાણરાય (જ. 7 એપ્રિલ 1897, ભાવનગર; અ. 17 એપ્રિલ 1974, ભાવનગર) : ગુજરાતી સાહિત્યિક પત્રકાર, વિવેચક, નિબંધકાર, જીવનચરિત્રકાર, આત્મકથાકાર. વડનગરા નાગર ગૃહસ્થ. પ્રાથમિક શિક્ષણ ભાવનગરમાં. માધ્યમિક શિક્ષણ મુંબઈમાં ગોકળદાસ તેજપાળ હાઈસ્કૂલમાં. 1914માં મૅટ્રિક, પછી વિલ્સન કૉલેજમાંથી 1920માં અંગ્રેજી અને સંસ્કૃત સાથે બી.એ.. વચ્ચે 1916-1917 દરમિયાન અનારોગ્યને કારણે મુંબઈ…

વધુ વાંચો >

વૈદ્ય, વિશ્વનાથ પ્રભુરામ

વૈદ્ય, વિશ્વનાથ પ્રભુરામ (જ. 26 ફેબ્રુઆરી 1863, પોરબંદર; અ. 11 ડિસેમ્બર 1940, મુંબઈ) : ગુજરાતી વિવેચક, તત્ત્વચિંતક, ધારાશાસ્ત્રી, ચરિત્રલેખક. પ્રશ્ર્નોરા નાગર બ્રાહ્મણ. એમના પૂર્વજોની અટક વ્યાસ. પરંપરાગત વૈદ્યવિદ્યાનો વારસો ઊતરી આવેલો. પિતા પ્રભુરામ પ્રતિષ્ઠિત વૈદ્ય. વિશ્વનાથની પ્રાથમિક કેળવણી પોરબંદરમાં. 1870માં પિતાએ મુંબઈમાં સ્થાયી થઈ વૈદું આરંભ્યું; તેથી વિશ્વનાથની માધ્યમિક અને…

વધુ વાંચો >

વ્યાજનો વારસ (નવલકથા)

વ્યાજનો વારસ (નવલકથા) : ચુનીલાલ મડિયા લિખિત નવલકથા. 1946માં તેનું પ્રકાશન થયેલું. મડિયાની અન્ય નવલકથાઓથી વિપરીત આ નવલકથા છાપામાં કદી હપતાવાર પ્રગટ થઈ નહોતી. પોતાનાં માતા કસુંબાને એમણે આ નવલકથા અર્પણ કરી છે. કથાની ભૂમિકા તરીકે મડિયાએ ઓગણીસમી સદીના અંતનું સૌરાષ્ટ્ર કલ્પ્યું છે. નવલકથાના શીર્ષક અનુસાર નાણું આ કથામાં કેન્દ્રસ્થાને…

વધુ વાંચો >

વ્યાસ, કાન્તિલાલ બ.

વ્યાસ, કાન્તિલાલ બ. (જ. 21 નવેમ્બર 1910, હાજીપુર; અ. 23 જુલાઈ 1991, વીરમગામ) : ગુજરાતના અગ્રણી ભાષાશાસ્ત્રી અને સંશોધક. વતન વીરમગામ. અમદાવાદની ગુજરાત કૉલેજમાંથી ઈ.સ. 1930માં બી. એ. થયા અને સૂરતની એમ. ટી. બી. કૉલેજમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે અને સમાજવિદ્યા વિષયમાં એમ બે વાર એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. સાક્ષર શ્રી…

વધુ વાંચો >