ગુજરાતી સાહિત્ય

અસ્તી

અસ્તી (1966) : આધુનિક ગુજરાતી પ્રયોગશીલ લઘુનવલ. લેખક શ્રીકાન્ત શાહ. ઘટનાવિહીન અને અસંબદ્ધ વસ્તુગૂંથણીવાળી લાગતી એંશી પાનાંની આ રચનામાં શેરીને નાકે ઊભેલો વાર્તાનો નાયક ‘તે’, પાસેથી પસાર થતી સૃષ્ટિને જોઈને અંધકાર, એકલતા અને શૂન્યતાની સંવેદના સાથે મૃત્યુ ભણી પોતે ગતિ કરી રહ્યાનો અનુભવ કરે છે. આ નિર્ભ્રાન્ત જીવનદૃષ્ટિમાં અસ્તિત્વવાદનો પડઘો…

વધુ વાંચો >

અંગત

અંગત (પ્ર. આ. 1971; દ્વિ. આ. 1982  સંવર્ધિત) : ગુજરાતી કવિ રાવજી પટેલનો કાવ્યસંચય. સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતામાં જે કેટલાક અવાજો સવિશેષ પ્રભાવક થયા તેમાંનો એક રાવજી પટેલ(1939-1968)નો. ‘અંગત’ તેમનાં ઉપલબ્ધ સર્વ કાવ્યોનો એકમાત્ર સંચય છે, જેનું પ્રકાશન તેમના અવસાન બાદ થયેલું. ‘અંગત’ ઊર્મિકવિતાનો સંચય છે. તેમાં કુલ 124 રચનાઓ છે,…

વધુ વાંચો >

અંજલિકાવ્ય

અંજલિકાવ્ય : સ્વજન કે અન્ય પ્રેમાદરપાત્ર જીવિત કે મૃત વ્યક્તિનું તેનાં સદગુણો-સત્કાર્યો અને મહિમાની ભાવપૂર્વક પ્રશસ્તિ ગાતું વ્યક્તિછબીવાળું કાવ્ય. સ્થળ કે પ્રદેશવિશેષની ગુણપ્રશસ્તિવાળું કાવ્ય (ઉદાહરણાર્થ- ખબરદારનું ‘ગુણવંતી ગુજરાત’) પણ તેમાં આવે. કરુણપ્રશસ્તિ કાવ્યો (એલિજી) કેટલીક રીતે અંજલિકાવ્યો નાં લક્ષણો પણ દાખવે છે. એ સિવાયનાં પણ અંજલિકાવ્યો હોય છે; જેમ કે…

વધુ વાંચો >

અંજારિયા, જશવંતરાય જયંતિલાલ

અંજારિયા, જશવંતરાય જયંતિલાલ (જ. 15 જુલાઈ 1908, કચ્છ-ભુજ; અ. 10 એપ્રિલ 197૦, દિલ્હી) : વિખ્યાત અર્થશાસ્ત્રી અને ઉચ્ચ કક્ષાના વહીવટકર્તા. મૂળ અંજાર(કચ્છ)ના. અર્થશાસ્ત્રના વિષય સાથે મુંબઈની વિલ્સન કૉલેજમાંથી બી.એ.ની પદવી પ્રાપ્ત કર્યા પછી મુંબઈ યુનિવર્સિટી તથા લંડન સ્કૂલ ઑવ્ ઇકોનૉમિક્સમાંથી અનુસ્નાતક પદવીઓ પ્રાપ્ત કરી. લંડન સ્કૂલના અભ્યાસ દરમિયાન વિખ્યાત અર્થશાસ્ત્રી…

વધુ વાંચો >

અંજારિયા, ભૃગુરાય દુર્લભજી

અંજારિયા, ભૃગુરાય દુર્લભજી (જ. 6 ઑક્ટોબર 1913, રાજકોટ; અ. 7 જુલાઈ 198૦, મુંબઈ) : સાહિત્યસંશોધક, વિવેચક. જ્ઞાતિએ નાગર. માતા ચંચળબહેન. પિતા જામનગરમાં શિક્ષક. પ્રાથમિક શિક્ષણ જામનગરમાં. માતાપિતાના અવસાનને કારણે પછીનું મૅટ્રિક સુધીનું શિક્ષણ રાજકોટમાં. બી.એ. 1935માં ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી, અંગ્રેજી અને ગુજરાતી વિષયો સાથે. એ જ વિષયો સાથે એમ.એ.નો અભ્યાસ…

વધુ વાંચો >

અંજારિયા, હિંમતલાલ ગણેશજી

અંજારિયા, હિંમતલાલ ગણેશજી (જ. 2 ઑક્ટોબર 1877, રાજકોટ; અ. 26 જૂન 1972) : સાહિત્યશિક્ષણ માટેનાં કેટલાંક પુસ્તકોના સંપાદક. વડોદરાથી બી.એ. થઈ 1899માં ગોંડલ રાજ્યના કેળવણીખાતામાં જોડાયા. 1905માં એમ.એ. થયા પછી 1932 સુધી મુંબઈ નગરપાલિકાની શાળા સમિતિમાં મદદનીશ અને મુખ્ય અધીક્ષક તરીકે કામગીરી બજાવી. નિવૃત્તિ પૂર્વેના એક દાયકા દરમિયાન પાછળથી કર્વે…

વધુ વાંચો >

અંડેરી ગંડેરી ટીપરી ટેન

અંડેરી ગંડેરી ટીપરી ટેન (1966) : ગુજરાતી બાળનાટક. લેખિકા : ધીરુબહેન પટેલ. બહુ ઓછાં લાંબાં ગુજરાતી બાળનાટકોમાંનું એક. એના બાળપાત્ર નન્નુભાઈને એકથી નવ સુધીનાં દરેક અંક પોતપોતાના દેશમાં લઈ જાય છે અને એક સૂરજ, એક ચંદ્રથી માંડી નવ રત્નો અને નવ તારા સુધીના ઝૂમખાનો પરિચય કરાવી, એકથી નવ સુધીનું શિક્ષણ…

વધુ વાંચો >

અંતાણી, વીનેશ

અંતાણી, વીનેશ (જ. 27 જૂન 1946, નવાવાસ (દુર્ગાપુર), તા. માંડવી, જિ. કચ્છ) : નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર, સંપાદક તથા અનુવાદક. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ નખત્રાણા (કચ્છ) તથા કૉલેજશિક્ષણ ભુજમાં. 1967માં ગુજરાતી-હિન્દી વિષયો સાથે બી.એ., 1969માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે એમ.એ.. કચ્છની ભૂમિના સંસ્કાર અને સંસ્કૃતિ બાળપણથી ચિત્તમાં રોપાયેલાં. કારકિર્દીની શરૂઆત અધ્યાપનથી. 1970થી…

વધુ વાંચો >

અંધારી ગલીમાં સફેદ ટપકાં

અંધારી ગલીમાં સફેદ ટપકાં (1992) : હિમાંશી શેલતના પ્રથમ વાર્તાસંગ્રહ ‘અન્તરાલ’ પછીનો બીજો, હરિ: ૐ આશ્રમપ્રેરિત નર્મદ ગ્રંથમાળામાં પ્રકાશિત, કેન્દ્રીય સાહિત્ય અકાદમી દિલ્હીનો 1996નો પુરસ્કાર મેળવનાર વાર્તાસંગ્રહ. તેમાં 23 વાર્તાઓ છે. એ પૈકી ‘સુવર્ણફળ’, ‘ઠેકાણું’, ‘અજાણ્યો’, ‘એક માણસનું મૃત્યુ’, ‘સ્થિત્યંતર’, ‘કાલ સુધી તો’, ‘બળતરાંના બીજ’, ‘છત્રીસમે વર્ષે ઘટનાની પ્રતીક્ષા’ અને…

વધુ વાંચો >

અંધેરી નગરી

અંધેરી નગરી : અંધેર શાસનના ઉદાહરણાર્થે રજૂ થતું સ્થળવિશેષને અનુલક્ષતું એક લોકપ્રસિદ્ધ કથાકલ્પન. જ્યાં અવિવેક, અરાજકતા અને અનવસ્થાની કરુણ અને હાસ્યાસ્પદ સ્થિતિ હોય ત્યાં તેને ઓળખાવવા વ્યંગ્યમાં આ અંધેરી નગરીનો અને તેના અભણ મૂર્ખ શાસકનું રાજાનું દૃષ્ટાંત પ્રયોજાય છે. અંધેરીનગરીની કથા આવી છે : એક વણિકને ઘેર ખાતર પાડવા ગયેલા…

વધુ વાંચો >