ગુજરાતી સાહિત્ય

આનંદઘન

આનંદઘન : (ઈ. સ. 17મી સદી) જૈન સાધુ. મૂળ નામ લાભાનંદ. તપગચ્છમાં દીક્ષા લીધી હોવાનો સંભવ. અવસાન મેડતામાં. આનંદઘને રાજાના મેળાપ સમયે તાવને કપડાંમાં ઉતારી, કપડાં બાજુએ મૂક્યાં તેમજ શેઠનાં વચનો સાંભળી, વેશ છોડી એ જંગલમાં ચાલ્યા ગયા – જેવી પ્રચલિત દંતકથાઓ માટે કોઈ આધાર નથી. આનંદઘનનો મેળાપ ઉપાધ્યાય યશોવિજયજી…

વધુ વાંચો >

આપણો ધર્મ

આપણો ધર્મ (1916, 1920 અને 1943) : ‘સુદર્શન’ અને ‘વસંત’ માસિકોમાં (1898-1942) આચાર્ય આનંદશંકર ધ્રુવે (1869-1942) લખેલા ધર્મ અને તત્વજ્ઞાન વિશેના લેખોનો સંગ્રહ. ત્રીજી આવૃત્તિ(1942)ના સંપાદક રામનારાયણ વિશ્વનાથ પાઠક. 855 જેટલાં પૃષ્ઠોના આ ગ્રંથમાં લેખોનું વર્ગીકરણ નીચે પ્રમાણે કરેલું છે : (1) સિદ્ધાંતનિરૂપણ : નિબંધો, (2) સિદ્ધાંતનિરૂપણ : વાર્તિકો, (3)…

વધુ વાંચો >

આબુરાસ

આબુરાસ : ઐતિહાસિક સામગ્રી ધરાવતી જૂની ગુજરાતી રાસકૃતિ. આ રાસનું એના કર્તાએ સૂચવેલું નામ તો ‘નેમિજિણંદ રાસો’ (નેમિજિનેંદ્ર રાસ) છે અને તે માત્ર 55 કડીઓની કૃતિ છે. કાવ્યના કર્તાનું નામ ‘પાલ્હણ’ કે ‘પાલ્હણ-પુન’ સમજાય છે અને ઈ. સ. 1233 લગભગની રચના છે. ચરણાકુલ-ચોપાઈની 6 ઠવણિઓ (કડી 1-9, 14-19, 24-27, 29-31,…

વધુ વાંચો >

આબુવાલા, શેખાદમ

આબુવાલા, શેખાદમ (જ. 15 ઑક્ટોબર 1929, અમદાવાદ; અ. 20 મે 1985, અમદાવાદ) : ગુજરાતી કવિ, નવલકથાકાર, પત્રકાર. આખું નામ શેખ આદમ મુલ્લાં શુજાઉદ્દીન આબુવાલા. દાઉદી વહોરા પરિવારમાં જન્મ. અમદાવાદની સેંટ ઝેવિયર્સ તેમજ ટ્યૂટોરિયલ હાઈસ્કૂલમાં મૅટ્રિક સુધી અભ્યાસ કર્યા બાદ ગુજરાત કૉલેજમાંથી ગુજરાતી સાથે બી. એ. (ઑનર્સ) થઈ ગુજરાત યુનિવર્સિટીમાંથી ગુજરાતી-હિન્દી…

વધુ વાંચો >

આંગળિયાત

આંગળિયાત : 1988ની સાલનું કેન્દ્રીય સાહિત્ય અકાદમીનું પારિતોષિક મેળવનારી જૉસેફ મૅકવાનકૃત નવલકથા. ગાંધીયુગની આસપાસના ગાળામાં કેટલાક લેખકોએ ગ્રામજીવનને તથા ગ્રામસમાજને કેન્દ્રમાં રાખીને જાનપદી નવલકથાઓ આપેલી. એમાં બહુધા સવર્ણ લેખકોને હાથે ગ્રામપ્રજાના વિવિધ જ્ઞાતિસમૂહોનું કે વૈયક્તિક જીવનનું બહુસ્તરીય આલેખન થયેલું. પન્નાલાલ પટેલ, ચુનીલાલ મડિયા, ઝવેરચંદ મેઘાણી તથા ઈશ્વર પેટલીકરની નવલકથાઓ ઉક્ત…

વધુ વાંચો >

ઇન્દુકુમાર

ઇન્દુકુમાર : ગુજરાતી કવિ ન્હાનાલાલનું પ્રથમ નાટક. 1898માં લખાવું શરૂ થયેલું આ નાટક લાંબે ગાળે ત્રણ અંકોમાં પુસ્તકો રૂપે પ્રકાશિત (અનુક્રમે 1909, 1925, 1932) થયેલું. કવિએ તેને ભાવપ્રધાન (lyrical) શ્રાવ્યનાટક તરીકે ઓળખાવેલું. તેમાં ડોલનશૈલીનો વિનિયોગ થયેલો છે. ત્રણ અંકના ‘લગ્ન’, ‘રાસ’ અને ‘સમર્પણ’ એવાં ઉપશીર્ષકો ધરાવતા આ નાટકનો મુખ્ય વિષય…

વધુ વાંચો >

ઈસરદાસ

ઈસરદાસ (ઈ. 16મી સદી પૂર્વાર્ધ; અ. ઈ. 1566/સં. 1622, ચૈત્ર સુદ 9) : ચારણી કવિ. રોહડિયા શાખાના બારોટ. જન્મ મારવાડમાં જોધપુર તાબે ભાદ્રેસ/ભાદ્રેજ/ભાદ્રેચીમાં. તેમનું વતન લીંબડી હોવાનું પણ નોંધાયું છે; પરંતુ ચારણી પરંપરા એ હકીકતનો સ્વીકાર કરતી જણાતી નથી. એક પરંપરા એમનો જન્મ ઈ. 1459 (સં. 1515, શ્રાવણ સુદ 2,…

વધુ વાંચો >

ઉખાણું

ઉખાણું : લોકાનુભવમાંથી ચળાઈને આવેલી, વ્યાપક સમાજજીવનમાં રૂઢ થયેલી અને ચલણી સિક્કાની જેમ પ્રજામુખે વપરાતી ઉક્તિ. ‘ઉખાણું’ શબ્દ સં. उपाख्यानकम् ઉપરથી ગુજરાતીમાં ઊતર્યો છે. ઉખાણાંની ઉક્તિઓમાં પ્રજાકીય જીવનનું એટલે લોકોનાં સંસ્કૃતિ, સ્વભાવ, રહેણીકરણી આદિનું પ્રતિબિંબ પડતું હોય છે. આ ઉક્તિઓ લાઘવયુક્ત અને ચોટવાળી હોય છે. તે લાંબા સમય સુધી ‘કહેતી’…

વધુ વાંચો >

ઉદેશી, ચાંપશી વિઠ્ઠલદાસ

ઉદેશી, ચાંપશી વિઠ્ઠલદાસ (જ. 24 એપ્રિલ 1892, ટંકારા, મોરબી તાલુકો; અ. 26 ફેબ્રુઆરી 1974, અમદાવાદ) : ગુજરાતી પત્રકાર અને લેખક. માતા ડાહીબહેન અને પિતા વિઠ્ઠલદાસ. કોલકાતાથી એપ્રિલ 1922માં ‘નવચેતન’ માસિક પ્રગટ કર્યું. એ માસિક દ્વારા તેમણે ઘણા નવા લેખકોને પ્રોત્સાહન આપ્યું હતું. કોલકાતામાં ગુજરાત ઍમેચ્યોર્સ ક્લબની સ્થાપના કરીને અનેક ગુજરાતી…

વધુ વાંચો >

ઉપરવાસ (કથાત્રયી)

ઉપરવાસ (કથાત્રયી) (1975) : સાહિત્ય અકાદમી, દિલ્હીના પારિતોષિકની વિજેતા કૃતિ. ગુજરાતી નવલકથાકાર રઘુવીર ચૌધરી(જન્મ 1938)ની આ નવલત્રયીના ત્રણ ભાગનાં નામ છે ‘ઉપરવાસ’, ‘સહવાસ’ અને ‘અંતરવાસ’. આ બૃહત્ નવલ છે. તેમાં ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના ગ્રામજીવનની અઢી-ત્રણ દાયકાની વિકાસગાથાનું આલેખન છે. સાબરમતીના ઉપરવાસથી નજીકના પોતાના વતનપ્રદેશને લેખકે આ કથાત્રયીની જીવંત પશ્ચાદભૂ…

વધુ વાંચો >