ખનિજ ઇજનેરી
પ્લવન (flotation)
પ્લવન (flotation) : વિભિન્ન પ્રકારના ઘન પદાર્થોને એકબીજાથી છૂટા પાડવાની અથવા કાચી ધાતુવાળી માટી(gangue)માંથી ખનિજને અલગ કરવાની ઔદ્યોગિક પદ્ધતિ. આ માટે ખનિજના ગાંગડાને દળી; પાણી, તેલ તથા આ તેલ વડે ખનિજના ઘન કણોને ચયનાત્મક (preferential) રીતે ભીંજવતાં ખાસ રસાયણો તેમાં ઉમેરી હવા ફૂંકી ખૂબ હલાવવામાં આવે છે. તેમાં ફીણ ઉત્પન્ન…
વધુ વાંચો >પ્લાઝ્મા (ખનિજ)
પ્લાઝ્મા (ખનિજ) : ક્વાર્ટ્ઝની સૂક્ષ્મ દાણાદાર અથવા સૂક્ષ્મ રેસાદાર જાત. તે લીલા રંગની વિવિધ ઝાંયમાં મળે છે. પ્લાઝ્મા કે કૅલ્સિડોનીની લોહ ઑક્સાઇડનાં લાલ ટપકાં ધરાવતી લીલી જાત હેલિયોટ્રૉપ અથવા બ્લડસ્ટોન તરીકે ઓળખાય છે. ગિરીશભાઈ પંડ્યા
વધુ વાંચો >ફેલ્સાઇટ (felsite)
ફેલ્સાઇટ (felsite) : અગ્નિકૃત ખડકનો એક પ્રકાર. તે સૂક્ષ્મ-સમદાણાદાર દ્રવ્યથી બનેલો ઍસિડિક કે વચગાળાના ખનિજબંધારણવાળો હોય છે. ખનિજબંધારણ મુખ્યત્વે ફેલ્સિક ખનિજોથી બનેલું હોય છે. તે ઉપરાંત ક્વાર્ટ્ઝ અને પૉટાશ ફેલ્સ્પારનાં જૂથ પણ હોય છે. તેમાં મહાસ્ફટિકો હોય કે ન પણ હોય; જો હોય તો સૂક્ષ્મ સ્ફટિકમય દ્રવ્યથી જડાયેલા હોય છે,…
વધુ વાંચો >ફેલ્સ્પાર (ફેલ્ડસ્પાર)
ફેલ્સ્પાર (ફેલ્ડસ્પાર) : પૃથ્વીના પોપડાના ખડકોમાં વિપુલ પ્રમાણમાં મળતું ખડકનિર્માણ ખનિજ. સોડિયમ, પોટૅશિયમ, કૅલ્શિયમ અને બેરિયમના ઍલ્યૂમિનોસિલિકેટ ખનિજો માટે ઉપયોગમાં લેવાતું સામૂહિક નામ. સમરૂપ શ્રેણી રચતો અમુક સમલક્ષણી ખનિજોનો સામૂહિક પ્રકાર. પૃથ્વીના પોપડાના ઉપર તરફના 15 કિમી.નો 60% જેટલો ભાગ આ સમૂહનાં ખનિજોથી બનેલો છે. કુદરતમાં મળતાં બધાં જ ખનિજો…
વધુ વાંચો >ફેલ્સ્પેથૉઇડ ખનિજવર્ગ
ફેલ્સ્પેથૉઇડ ખનિજવર્ગ : ફેલ્સ્પાર સમકક્ષ, પરંતુ સિલિકાથી અસંતૃપ્ત ખનિજોનો સમૂહ. ફેલ્ડસ્પેથોઈડ – આલ્કલી – એલ્યુમીનો સિલિકેટ સમૂહના ખનિજો ફેલ્સ્પારના બંધારણને મળતા આવે છે. તેમાં સિલિકા-આલ્કલીનું પ્રમાણ ફેલ્સ્પાર કરતાં ઓછું હોય છે. આ ખનિજોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો ફેલ્સ્પાર અને ઝીઓલાઇડના ગુણધર્મોની વચ્ચેની કક્ષામાં આવેલા હોય છે. નેફેલીન અને લ્યુસાઇટનું પ્રમાણ…
વધુ વાંચો >ફૉર્સ્ટીરાઇટ (forsterite)
ફૉર્સ્ટીરાઇટ (forsterite) : ઑલિવીન વર્ગનું મૅગ્નેશિયમ ઘટકયુક્ત ખનિજ. રાસા. બં.: 2MgO.SiO2. સ્ફ. વ. : ઑર્થોર્હૉમ્બિક. સ્ફ. સ્વ : સ્ફટિકો જાડા મેજઆકાર, છેડાઓ ક્યારેક ફાચર જેવા અણીવાળા, ઊભાં રેખાંકનોવાળા, સામાન્ય રીતે દળદાર, ઘનિષ્ઠ અથવા દાણાદાર; દાણા અનિયમિત આકારવાળા કે ગોળાકાર. યુગ્મતા – જો મળે તો, (100) ફલક પર, પણ અસામાન્ય. સ્ફટિકો…
વધુ વાંચો >ફ્રૅન્ક્લિનાઇટ
ફ્રૅન્ક્લિનાઇટ : મૅગ્નેટાઇટ શ્રેણી અને સ્પાઇનેલ સમૂહનું ખનિજ. રાસા. બં.: (Zn, Mn, Fe2+) (Fe3+, Mn3+)2 O4. સ્ફ. વ. : ક્યૂબિક. સ્ફ. સ્વ.: સ્ફટિકો ઑક્ટોહેડ્રલ, ક્યારેક ફેરફારવાળા અને ક્યારેક ગોળાઈવાળા; દળદાર, ઘનિષ્ઠ, સ્થૂળ દાણાદારથી સૂક્ષ્મ દાણાદાર પણ મળે. મોટેભાગે અપારદર્શક. સંભેદ : (111) પર વિભાજકતા દર્શાવે – પ્રમાણમાં ઠીક ઠીક. ભંગસપાટી…
વધુ વાંચો >ફ્લિંટ (ચકમક)
ફ્લિંટ (ચકમક) : સિલિકા બંધારણ ધરાવતું સખત ખનિજ. વાસ્તવમાં તે કૅલ્સિડોનીનો જ એક પ્રકાર છે. તેનો રંગ કથ્થાઈ, ઘેરો રાખોડી કે કાળો હોય છે. અતિસૂક્ષ્મ છિદ્રો સહિત તે ક્વાર્ટ્ઝના ઝીણા સ્ફટિકોનું બનેલું હોય છે. કુદરતમાં તે મોટે ભાગે ચૉક (ખડી) કે ચૂનાખડકોમાં નાના કદના અનિયમિત ગોળાકાર, અંડાકાર ગઠ્ઠાઓ રૂપે જડાયેલું…
વધુ વાંચો >ફ્લોગોપાઇટ
ફ્લોગોપાઇટ : અબરખ વર્ગનું ખનિજ. રાસા. બં. : KMg3AlSi3O10(OH)2. સ્ફ. વ. : મૉનૉક્લિનિક, હેક્ઝાગોનલ. સ્ફ. સ્વ. : સ્ફટિકો પ્રિઝમૅટિક, છેડાઓ પાતળા થતા જાય; સ્ફટિકો મોટા અને સ્થૂળ; તકતીઓ અને ભીંગડાં સ્વરૂપે પણ મળે. યુગ્મતા (001) ફલક પર, યુગ્મ-અક્ષ (310); પારદર્શકથી પારભાસક. સંભેદ : (001) પૂર્ણ. ભંગસપાટી : સપાટ, સુંવાળી. ચમક…
વધુ વાંચો >ફ્લોરાઇટ (ફ્લોરસ્પાર)
ફ્લોરાઇટ (ફ્લોરસ્પાર) : કૅલ્શિયમ ફ્લોરાઇડ બંધારણ ધરાવતું ખનિજ. રાસા. સૂત્ર : CaF2. સ્ફ. વર્ગ : ક્યૂબિક. સ્ફ. સ્વ. : સ્ફટિકો સામાન્યપણે ક્યૂબ કે ઑક્ટાહેડ્રન સ્વરૂપોમાં; ભાગ્યે જ ર્હોમ્બ્ડોડેકાહેડ્રન સ્વરૂપમાં હોય; દળદાર, સ્થૂળ કે સૂક્ષ્મ દાણાદાર કે દ્રાક્ષનાં ઝૂમખાં જેવા પણ મળે, ભાગ્યે જ રેસાદાર કે સ્તંભાકાર હોય. યુગ્મતા (111) ફલક…
વધુ વાંચો >