ફ્રૅન્ક્લિનાઇટ : મૅગ્નેટાઇટ શ્રેણી અને સ્પાઇનેલ સમૂહનું ખનિજ. રાસા. બં.: (Zn, Mn, Fe2+) (Fe3+, Mn3+)2 O4. સ્ફ. વ. : ક્યૂબિક. સ્ફ. સ્વ.: સ્ફટિકો ઑક્ટોહેડ્રલ, ક્યારેક ફેરફારવાળા અને ક્યારેક ગોળાઈવાળા; દળદાર, ઘનિષ્ઠ, સ્થૂળ દાણાદારથી સૂક્ષ્મ દાણાદાર પણ મળે. મોટેભાગે અપારદર્શક. સંભેદ : (111) પર વિભાજકતા દર્શાવે – પ્રમાણમાં ઠીક ઠીક. ભંગસપાટી : આછી વલયાકારથી ખરબચડી, બરડ.

કૅલ્સાઇટમાં જડાયેલા ફ્રૅન્કલિનાઇટ સ્ફટિકો

ચમક : ધાતુમયથી નિસ્તેજ. રંગ : લોહસમ કાળો. ચુંબકત્વ : મંદ ચુંબકીય. કઠિનતા : 5.5થી 6.5. વિ.ઘ.: 5.07થી 5.22. પ્રાપ્તિસ્થિતિ : કૅલ્સાઇટ, વિલેમાઇટ, ઝિંકાઇટ, ટ્રેફ્રૉઇટ, રહોડોનાઇટ વગેરે સાથે સંકલિત સ્થિતિમાં મળે છે. પ્રાપ્તિસ્થાન : યુ.એસ.ના ન્યૂ જર્સીના જસત-નિક્ષેપો સાથે મળે છે.

ગિરીશભાઈ પંડ્યા