ખનિજ ઇજનેરી
એકાક્ષ ખનિજ
એકાક્ષ ખનિજ : જુઓ ઑપ્ટિક અક્ષ.
વધુ વાંચો >ઍટમિક મિનરલ્સ ડિવિઝન
ઍટમિક મિનરલ્સ ડિવિઝન (AMD) : 1949માં ભારતનું મિનિસ્ટ્રી ઑવ્ નૅચરલ રિસૉર્સિસ ઍન્ડ સાયન્ટિફિક રિસર્ચના ‘રેર મિનરલ સર્વે યૂનિટ’ નામના ઘટક તરીકે અસ્તિત્વમાં આવીને પાછળથી ડિપાર્ટમેન્ટ ઑવ્ ઍટમિક એનર્જીના ઉપક્રમમાં સમાવિષ્ટ સંસ્થાન. આ સંસ્થાની મુખ્ય ઑફિસ હૈદરાબાદમાં આવેલી છે. સંસ્થાની સાત પ્રાદેશિક ઑફિસ છે. આ સંસ્થા ડિપાર્ટમેન્ટ ઑફ એટમિક એનર્જી (ભારત)નું…
વધુ વાંચો >એનોર્થોસાઇટ
એનોર્થોસાઇટ : અગ્નિકૃત પ્રકારનો પૂર્ણ, સ્ફટિકમય કણરચનાવાળો બેઝિક અંત:કૃત ખડક. તે લગભગ સંપૂર્ણપણે એક જ ખનિજનો બનેલો હોય છે. આ ખનિજ પ્લેજિયોક્લેઝ છે. તેનું ખનિજબંધારણ લેબ્રેડોરાઇટ અથવા એન્ડેસીન લેબ્રેડોરાઇટ ગાળાનું હોય છે. ખડકનો રંગ સફેદ કે રાખોડી હોય છે. તે થોડા સેન્ટિમિટરની જાડાઈવાળા પડથી માંડીને ખૂબ જ મોટા જથ્થાઓમાં મળી…
વધુ વાંચો >ઍન્ટિમની
ઍન્ટિમની (Sb) : આવર્ત કોષ્ટકના 15માં અગાઉના VB સમૂહનું ધાતુતત્વ. ખાલ્ડિયન સંસ્કૃતિના ઈ. પૂ. 4000ના અરસાના પુરાવશેષોમાં ઍન્ટિમની ધાતુનું વાવકૂવામાંથી પાણી કાઢવાનું વાસણ મળી આવ્યું છે, સુરમો (ઍન્ટિમની સલ્ફાઇડ) પ્રાચીન સમયમાં આંખના અંજન તરીકે વપરાશમાં હતો. 13મા સૈકામાં ‘ઍન્ટિમોનિયમ’ શબ્દનો ઉપયોગ સૌપ્રથમ જીબરે (Geber) કર્યાનો ઉલ્લેખ છે. ઍન્ટિમની સલ્ફાઇડ સ્ટિબ્નાઇટના…
વધુ વાંચો >ગૉલશ્મિટ, વિક્ટર મોર્ડેશાઈ
ગૉલશ્મિટ, વિક્ટર મોર્ડેશાઈ (જ. 10 ફેબ્રુઆરી 1853, માઇન્ત્સ, હેસ; અ. 8 મે 1933, સૉલ્ઝબર્ગ) : જર્મન ખનિજશાસ્ત્રી. સ્ફટિકશાસ્ત્રના પ્રખર અભ્યાસી. ‘ઇન્ડેક્સ ઑવ્ ક્રિસ્ટલ ફૉર્મ્સ વિશે ત્રણ ગ્રંથ 1886–91માં અને ‘ક્રિસ્ટલોગ્રાફિક ટેબલ ઑવ્ અગલ્સ’ 1897માં પ્રકાશિત કર્યા. 1912–23 દરમિયાન ‘ઍટલસ ઑવ્ ક્રિસ્ટલ ફૉર્મ્સ’ના ગ્રંથોનું સંકલન કર્યું. સ્ફટિક સંજ્ઞાઓમાં જોવા મળતી અંકશ્રેણી…
વધુ વાંચો >ગ્રૅનાઇટીકરણ
ગ્રૅનાઇટીકરણ : ગ્રૅનાઇટ નામથી ઓળખાતા અંત:કૃત ઉત્પત્તિવાળા ઍસિડિક અગ્નિકૃત ખડકની ઉત્પત્તિની એક વિવાદાસ્પદ સમસ્યા. ગ્રૅનાઇટ ખડક સંપૂર્ણ સ્ફટિકમય કણરચનાવાળો હોય છે અને ખનિજ ઘટકો અપૂર્ણ પાસાદાર હોય છે. તેના બંધારણમાં રહેલાં ખનીજોમાં ક્વાર્ટ્ઝ (10 % કે તેથી વધુ), આલ્કલી ફેલ્સ્પાર (ઑર્થોક્લેઝ, માઇક્રોક્લિન), આલ્બાઇટ પ્લેજિયૉક્લેઝ, બાયૉટાઇટ, મસ્કોવાઇટ તેમજ અન્ય અનુષંગી ખનીજો…
વધુ વાંચો >ગ્રૅન્યુલાઇટ
ગ્રૅન્યુલાઇટ : ક્વાર્ટ્ઝ ફેલ્સ્પાર ખનીજોની વિપુલતાવાળા ખડકોની સમદાબ-ઉષ્ણતા વિકૃતિને કારણે અસ્તિત્વમાં આવતો પુન:સ્ફટિકીકરણ (metamorphic) કણરચનાવાળો વિશિષ્ટ પ્રકારનો વિકૃત ખડક. આ ખડક મુખ્યત્વે બિનપાસાદાર ક્વાર્ટ્ઝ અને ફેલ્સ્પારના ખનીજકણોથી બનેલો હોય છે. કેટલીક વખતે તેના બંધારણમાં પાયરૉક્સિન ખનીજની વિપુલતા હોય છે. ઉપરાંત તેમાં રહેલાં ખનીજોમાં ગાર્નેટ, સિલિમેનાઇટ, કાયનાઇટ અને લીલા રંગનાં સ્પાઇનેલ…
વધુ વાંચો >ચંદ્રકાન્ત મણિ (moonstone)
ચંદ્રકાન્ત મણિ (moonstone) : ફેલ્સ્પાર વર્ગના ખનિજનો એક અર્ધકીમતી રત્નપ્રકાર. સામાન્ય રીતે પારદર્શક, ક્વચિત્ પારભાસક. ઑર્થોક્લેઝ, આલ્બાઇટ કે લેબ્રેડોરાઇટ જેવાં ફેલ્સ્પાર વર્ગનાં ખનિજ જ્યારે સુંદર, મૌક્તિક ચમકવાળાં હોય અને અનેકરંગિતાનો ગુણધર્મ ધરાવતાં હોય ત્યારે રત્ન તરીકે ઉપયોગમાં લેવાય છે. ચંદ્રકાન્ત મણિમાં જોવા મળતું વિશિષ્ટ સૌંદર્ય તેની આંતરિક સંરચનાને કારણે ઉત્પન્ન…
વધુ વાંચો >ચાંદી (ખનિજ)
ચાંદી (ખનિજ) : એક રાસાયણિક તત્ત્વ. ચાંદીના તત્ત્વને Ag તરીકે ઓળખવામાં આવે છે. ચાંદી ધાતુ સ્વરૂપમાં હોય છે. તેની ઇલેક્ટ્રિક અને ઉષ્ણતા વાહકતા અન્ય ધાતુઓમાં સૌથી વધુ જોવા મળે છે.પ્રાચીન સમયમાં ચલણી સિક્કા બનાવવામાં ચાંદીનો ઉપયોગ થતો હતો. ચાંદી હાલના સંજોગોમાં કિંમતી ધાતુની કક્ષામાં આવે છે. અને તેનો એક કિલોનો…
વધુ વાંચો >