કેયૂર કોટક

નરસિમ્હારાવ  પી. વી.

નરસિમ્હારાવ  પી. વી. (જ. 28 જૂન, 1921, લાકનેપલ્લી, વારંગલ, તેલંગાણા; અ. 23 ડિસેમ્બર, 2024, નવી દિલ્હી) :  દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘ભારતરત્ન’થી સન્માનિત ભારતના નવમા પ્રધાનમંત્રી. દક્ષિણ ભારતમાંથી પ્રધાનમંત્રી બનેલા પ્રથમ અને બિનહિંદીભાષી રાજ્યોમાંથી પ્રધાનમંત્રી બનેલા બીજા પીઢ રાજકીય નેતા. વળી, નહેરુ-ગાંધી પરિવારની બહારની પ્રથમ વ્યક્તિ રાવ, જેમણે પ્રધાનમંત્રી તરીકે…

વધુ વાંચો >

નારાયણન વી. (ડૉ.)

નારાયણન વી. (ડૉ.)  (જ. 14 મે, 1964, મેલાકટ્ટુવેલાઈ, કન્યાકુમારી, તમિળનાડુ): રૉકેટ વૈજ્ઞાનિક અને ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા(ISRO)ના નવા અધ્યક્ષ. 14 જાન્યુઆરી, 2024ના રોજ એસ. સોમનાથને સ્થાને ISROના અધ્યક્ષ તરીકે પદભાર સંભાળ્યો અને સાથે સાથે ભારત સરકારના અંતરિક્ષ વિભાગના સચિવ પણ બન્યા. તેમનો કાર્યકાળ બે વર્ષ રહેશે. અગાઉ તેઓ વલિયામાલા સ્થિત…

વધુ વાંચો >

નીટ

નીટ : નીટ એટલે National Eligibility cum Entrance Test (Undergraduate). ગુજરાતી ભાષામાં તેને રાષ્ટ્રીય લાયકાત સાથેની પ્રવેશપરીક્ષા (સ્નાતક) કહેવામાં આવે છે. ભારતમાં આ મેડિકલ-ગ્રૅજ્યુએટ અભ્યાસક્રમો (એમબીબીએસ, બીડીએસ વગેરે)માં પ્રવેશ મેળવવા માટેની એક લાયકાત સાથેની પ્રવેશ પરીક્ષા છે. મેડિકલ કાઉન્સિલ ઑફ ઇન્ડિયા(MCA – ભારતીય ચિકિત્સા પરિષદ) અને ડેન્ટલ કાઉન્સિલ ઑફ ઇન્ડિયા(DCI)ની…

વધુ વાંચો >

પટનાયક, નવીન

પટનાયક, નવીન  ( જ. 16 ઑક્ટોબર, 1946 -) : ભારતના પીઢ રાજકારણી અને ઓડિશાના 1998થી અત્યાર સુધી મુખ્યમંત્રી. તેઓ ઓડિશાની સાથે ભારતનાં કોઈ પણ રાજ્યમાં સૌથી લાંબો સમય મુખ્યમંત્રી તરીકે શાસન કરનારાઓ રાજકારણીઓ પૈકીનાં એક. એટલું જ નહીં બે દાયકાથી વધારે સમય સુધી સતત પાંચ વાર ચૂંટણીમાં વિજય મેળવનાર પવન…

વધુ વાંચો >

પટનાયક, બીજુ

પટનાયક, બીજુ (જ. 5 માર્ચ, 1916; અ. 17 એપ્રિલ, 1997) :  સ્વતંત્રતાસેનાની, પાયલોટ, ઉદ્યોગપતિ, રાજકારણી. બીજુ પટનાયક રાષ્ટ્રીય એકતા, લોકશાહી, પંથનિરપેક્ષતા અને સામ્રાજ્યવાદના અંત એમ ચાર સિદ્ધાંતોના હિમાયતી હતા. 1961થી 63 અને 1990થી 95 એમ બે વાર ઓડિશાના મુખ્યમંત્રી. પિતા લક્ષ્મીનારાયણ પટનાયક અને માતા આશાલતા દેવી. પ્રાથમિક શિક્ષણ કટકમાં મિશન…

વધુ વાંચો >

પટેલ, અહમદ

પટેલ, અહમદ (જ. 21 ઑગસ્ટ, 1949, પિરામણ, અંકલેશ્વર, ગુજરાત; અ. 25 નવેમ્બર, 2020, નવી દિલ્હી) :  આઠ વાર લોકસભાના સાંસદ, પીઢ રાજકારણી. ‘સોનિયા ગાંધીની જમણી અને ડાબી આંખ’ ગણાતા અહમદ પટેલનું પૂરું નામ અહમદભાઈ મુહમ્મદભાઈ પટેલ હતું. ગાંધી પરિવારના વફાદાર ગણાતા અહમદ પટેલ ઉર્ફે ‘એપી’ કૉંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ સોનિયા ગાંધીના…

વધુ વાંચો >

પટેલ, ડૉ. તેજસ

પટેલ, ડૉ. તેજસ (જ. 17 એપ્રિલ, 1963, અમદાવાદ) :  ભારત સહિત આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલૉજિસ્ટ તથા અમદાવાદની પ્રસિદ્ધ એપેક્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના ચૅરમૅન અને ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલૉજિસ્ટ. ભારતમાં ટ્રાન્સરેડિયલ એન્જિયોપ્લાસ્ટીના પથપ્રદર્શક. તબીબીક્ષેત્રમાં અભૂતપૂર્વ પ્રદાન બદલ 2024માં ભારત સરકારનાં સર્વોચ્ચ નાગરિક પુરસ્કારો પૈકીના એક પહ્મભૂષણથી સન્માનિત. વર્ષ 2015માં પદ્મશ્રી પુરસ્કારવિજેતા. મધુસૂદન રામભાઈ…

વધુ વાંચો >

પાટીલ, શિવરાજ

પાટીલ, શિવરાજ (જ. 12 ઑક્ટોબર, 1935, ચાકુર ગામ, લાતુર જિલ્લો, મહારાષ્ટ્ર; અ. 12 ડિસેમ્બર, 2025, લાતુર, મહારાષ્ટ્ર) : ભૂતપૂર્વ ભારતીય ગૃહ મંત્રી, લોકસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ અને 1980ના દાયકામાં કેન્દ્રીય સંરક્ષણમંત્રી. કૉંગ્રેસના પીઢ રાજકારણી હોવાની સાથે પાંચ દાયકાથી વધારે સમય રાજકારણમાં સક્રિય રહ્યા હતા. 1980થી 2004 સુધી લાતુર સંસદીય બેઠક પરથી…

વધુ વાંચો >

પુતિન, વ્લાદિમીર

પુતિન, વ્લાદિમીર (જઃ 7 ઑક્ટોબર, 1952, સેન્ટ પીટર્સબર્ગ, રશિયા): કેજીબી જાસૂસમાંથી વર્ષ 2000માં રશિયાના રાષ્ટ્રપતિ બનીને રશિયન બંધારણમાં ધરખમ ફેરફારો કરીને સત્તાનાં તમામ સૂત્રો હસ્તગત કરનાર રશિયન શાસક, આંતરરાષ્ટ્રીય સ્તરે રશિયાનું પ્રભુત્વ પુનઃસ્થાપિત કરીને વિઘટિત યુએસએસઆરની પુનઃરચના કરવાનું સ્વપ્ન સેવતા રાજકારણી, ક્રીમિયાનું વિવાદાસ્પદ રીતે અધિકરણ અને યુક્રેન પર હુમલો કરીને…

વધુ વાંચો >

પ્રોજેક્ટ ટાઇગર

પ્રોજેક્ટ ટાઇગર : ભારતમાં વાઘનું સંરક્ષણ કરવા માટેનો પ્રોજેક્ટ. આઝાદી વખતે દેશમાં 40000 વાઘ હતા પરંતુ તેમના વ્યાપક શિકારને કારણે 1970 સુધીમાં આ સંખ્યા ઘટીને 2000થી નીચે થઈ ગઈ. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઑફ નેચરે વાઘને લુપ્તપ્રાય પ્રજાતિ જાહેર કર્યો. બે વર્ષ પછી ભારત સરકારે વાઘની વસ્તી ગણતરી હાથ ધરતાં…

વધુ વાંચો >