કેયૂર કોટક

મંધાના, સ્મૃતિ

મંધાના, સ્મૃતિ (જ. 18 જુલાઈ, 1996, મુંબઈ, મહારાષ્ટ્ર) : અર્જુન ઍવૉર્ડ વિજેતા, ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટે ‘રન-મશીન’, વન-ડે ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો વિક્રમ રચનાર ડાબોડી ભારતીય મહિલા- ક્રિકેટર. જે રીતે ભારતમાં મહિલા ટેનિસમાં સાનિયા મિર્ઝા, મહિલા બૅડમિન્ટનમાં સાનિયા નેહવાલ પર્યાય બની ગઈ છે એ જ રીતે સ્મૃતિ મંધાના…

વધુ વાંચો >

મિત્તલ, સુનિલ ભારતી

મિત્તલ, સુનિલ ભારતી (જ. 23 ઓક્ટોબર, 1957, લુધિયાણા, પંજાબ) : ભારતના અબજોપતિ ઉદ્યોગપતિ,  ભારતી એન્ટરપ્રાઇજિસના સ્થાપક અને ચૅરમૅન. ટેલિકોમ, વીમો, રિયલ એસ્ટેટ, મોલ્સ, હૉસ્પિટાલિટી, કૃષિ અને ફૂડ, શિક્ષણ જેવાં ક્ષેત્રોમાં સક્રિય. તેમની મુખ્ય કંપની ભારતી એરટેલ વિશ્વની અને ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપનીઓમાં ગણના થાય છે, જે એશિયા અને આફ્રિકાના 18…

વધુ વાંચો >

મિસ્ત્રી, સાયરસ

મિસ્ત્રી, સાયરસ  (જ.4 જુલાઈ, 1968 ; અ. 4 સપ્ટેમ્બર, 2022) : ભારતીય મૂળના, આયરિશ નાગરિકત્વ ધરાવતા, પોતાને વૈશ્વિક નાગરિક માનતાં સાયરસ મિસ્ત્રી ટાટા ગ્રૂપના વર્ષ 2012થી વર્ષ 2016 સુધી ભૂતપૂર્વ ચૅરમૅન હતા. તેઓ ભારતીય મૂળના વિદેશી નાગરિક તરીકે ભારતમાં કાયમી રહેવાસીનો દરજ્જો ધરાવતા હતા. સાયરસ ટાટા ગ્રૂપના છઠ્ઠાં ચૅરમૅન અને…

વધુ વાંચો >

મોદી, સુશીલકુમાર

મોદી, સુશીલકુમાર (જ. 5 જાન્યુઆરી 1952, ચેન્નાઈ; અ. 13 મે 2024) : બિહારમાં સૌથી લાંબો સમય એટલે કે 10 વર્ષ અને 316 દિવસ સુધી ઉપમુખ્યમંત્રી રહેનાર બીજા નેતા. રાજ્યમાં સૌથી લાંબો સમય એટલે 11 વર્ષ અને 94 દિવસ નાયબ મુખ્યમંત્રી રહેવાનો રેકૉર્ડ કૉંગ્રેસના અનુરાગ નારાયણ સિંહાના નામે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક…

વધુ વાંચો >

રુઇયા શશી

રુઇયા શશી (જ. 23 ડિસેમ્બર, 1943, મુંબઈ; અ. 25 નવેમ્બર, 2024, મુંબઈ) :  વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રોમાં ભારતની સાથે વિદેશોમાં કાર્યરત બહુરાષ્ટ્રીય ઔદ્યોગિક જૂથ એસ્સાર ગ્રૂપના સ્થાપક. રુઇયા પરિવારના વડા હતા. નાની કન્સ્ટ્રક્શન કંપનીથી શરૂ કરીને સ્ટીલ, ટેલિકૉમ, ઑઇલ, ગૅસ, પાવર, શિપિંગ વગેરે ઔદ્યોગિક ક્ષેત્રોમાં વિશાળ સામ્રાજ્યમાં વિસ્તરણ કરીને પ્રથમ પેઢીના…

વધુ વાંચો >

રેપિડ એક્શન ફોર્સ

રેપિડ એક્શન ફોર્સ (RAF) :રેપિડ એક્શન ફોર્સ(RAF)નું કાર્ય નામ અનુસાર ત્વરિત કામગીરી કરવાનું છે. આ વિશિષ્ટ દળ છે, જેની સ્થાપના 11 ડિસેમ્બર, 1991ના રોજ થઈ હતી, જે 7 ઓક્ટોબર, 1992ના રોજ સંપૂર્ણપણે કાર્યરત થયું હતું. આ દળનું નેતૃત્વ ઇન્સ્પેક્ટર-જનરલ ઓફ પોલીસ (IGP) કરે છે. હાલ એના આઇજીપી એન્ની અબ્રાહમ છે,…

વધુ વાંચો >

લોહની, વિનાયક

લોહની, વિનાયક (જ. 12 એપ્રિલ 1978, ભોપાલ) :  માનવજાતની સેવાના ઉદ્દેશ સાથે સ્થાપિત સામાજિક સેવાભાવી સંસ્થા પરિવાર (Parivaar.org)ના સ્થાપક. સંસ્થાની કામગીરી મુખ્યત્વે પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઝારખંડમાં કેન્દ્રિત. મુખ્ય ઉદ્દેશ વંચિત સમુદાય, ગરીબ અને આદિવાસી સમુદાયોનાં બાળકોને પોષણયુક્ત આહારની સાથે ઉચ્ચ-ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવાનો. ‘માનવસેવા એ જ પ્રભુસેવા’ના સ્વામી…

વધુ વાંચો >

વિશ્વ ઉમિયાધામ, જાસપુર, અમદાવાદ

વિશ્વ ઉમિયાધામ, જાસપુર, અમદાવાદ : આસ્થા, એકતા અને ઊર્જાનું ધામ – મંદિરની સાથે અનેકવિધ સેવાકીય અને લોકકલ્યાણની પ્રવૃત્તિઓ કરતું સેવાભાવી કેન્દ્ર. આ કેન્દ્રનું હાર્દ છે – ઉમિયામાતાનું મંદિર. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા સ્થાપિત આ કેન્દ્ર અમદાવાદના જાસપુરમાં આકાર લઈ રહ્યું છે. અહીં કુલ 100 વીઘા જમીનમાં રૂ. 2000 કરોડના ખર્ચે…

વધુ વાંચો >

વૈદ્યનાથન, સી એસ

વૈદ્યનાથન, સી એસ (જ. 8 ઑગસ્ટ 1949, કોઇમ્બતૂર) :  1998થી 1999 સુધી ભારતના પ્રથમ એડિશનલ સૉલિસિટર જનરલ તથા સુપ્રીમ કોર્ટમાં સિનિયર ઍડ્વોકેટ (વરિષ્ઠ વકીલ). સર્વોચ્ચ અદાલતમાં અયોધ્યામાં ભગવાન રામ તરફથી કે સીમાચિહ્નરૂપ રામ જન્મભૂમિ કેસમાં અરજદાર તરફથી રામલલ્લા માટે દલીલો કર્યા પછી દેશભરમાં પ્રસિદ્ધિ મેળવી. 50 વર્ષથી વધારે સમયથી ભારતની…

વધુ વાંચો >

શેખ કનકસી ખીમજી

શેખ કનકસી ખીમજી (જ. 1936; અ. 18 ફેબ્રુઆરી, 2021, મસ્કત) :  દુનિયામાં ‘શેખ’ની ઉપાધિ ધરાવતા એકમાત્ર ‘હિંદુ.’ ‘હિંદુ શેખ’ તરીકે ભારતની સાથે દેશવિદેશમાં પ્રસિદ્ધ. ઓમાનના પ્રસિદ્ધ કૉર્પોરેટ ગ્રૂપ ખીમજી રામદાસ ગ્રૂપ ઑફ કંપનીઝના ભૂતપૂર્વ ચૅરમૅન. ઓમાન ક્રિકેટના ગોડફાધર. ઓમાનના આર્થિક અને સામાજિક વિકાસમાં મહત્ત્વપૂર્ણ પ્રદાન કરનાર ભારતીય મૂળના દૂરંદેશી વ્યાવસાયિક.…

વધુ વાંચો >