કેયૂર કોટક
જેઠમલાની રામ
જેઠમલાની રામ (જ.14 સપ્ટેમ્બર, 1923, શિખરપુર, સિંધ ; અ. 8 સપ્ટેમ્બર, 2019, નવી દિલ્હી) : દેશનાં સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી. આઝાદી અગાઉ સંયુક્ત ભારતમાં સિંધમાં શિખરપુરમાં જન્મ થયો. પિતા બૂલચંદ ગુરમુખદાસ અને માતા પાર્વતી બૂલચંદ. બાળપણથી અભ્યાસમાં અતિ તેજસ્વી. શાળામાં ડબલ પ્રમોશન મેળવ્યું અને 13 વર્ષની નાની વયે મૅટ્રિક્યુલેશન પૂર્ણ કર્યું. એટલું…
વધુ વાંચો >જૉબ્સ, સ્ટીવ
જૉબ્સ, સ્ટીવ (જ. 24 ફેબ્રુઆરી, 1955, સાન ફ્રાન્સિસ્કો, કૅલિફૉર્નિયા; અ. 5 ઑક્ટોબર, 2011, પાલો અલ્ટો, કૅલિફૉર્નિયા) : દુનિયામાં ‘એપલ’(સફરજન)થી વધારે ‘એપલ’ (ટૅક્નૉલૉજી કંપની)ને લોકપ્રિય બનાવનાર જગપ્રસિદ્ધ ટૅક્નૉલૉજી કંપની એપલ ઇન્ક.ના સહસ્થાપક. પર્સનલ કમ્પ્યૂર ઉદ્યોગ, કન્ઝ્યુમર ઇલેક્ટ્રૉનિક્સ ઉદ્યોગ અને મોબાઇલ ઉદ્યોગમાં પથપ્રદર્શક પરિવર્તનના પ્રણેતા સ્ટીવ જૉબ્સ એટલે કે સ્ટીવન પૉલ જૉબ્સ…
વધુ વાંચો >ઝુનઝુનવાલા, રાકેશ
ઝુનઝુનવાલા, રાકેશ (જ. 5 જુલાઈ, 1960, હૈદરાબાદ; અ. 14 ઑગસ્ટ, 2022, મુંબઈ) : ‘ભારતીય વૉરેન બફેટ’ અને ‘દલાલ સ્ટ્રીટના નવા બિગબુલ’ તરીકે પ્રસિદ્ધ, અબજોપતિ રોકાણકાર, સ્ટૉક ટ્રેડર અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. 1985માં રૂ. 5,000ના રોકાણ સાથે દલાલ સ્ટ્રીટની સફર શરૂ કરનાર ઝુનઝુનવાલાનું અવસાન થયું તે સમયે તેમના પૉર્ટફોલિયોનું મૂલ્ય 5.8 અબજ…
વધુ વાંચો >ટ્રમ્પ ડોનાલ્ડ
ટ્રમ્પ ડોનાલ્ડ (14 જૂન, 1946, ન્યૂયૉર્ક સિટી) : અમેરિકાના 47માં રાષ્ટ્રપ્રમુખ. ટ્રમ્પના પિતા અમેરિકાનાં પ્રસિદ્ધ રિયલ-એસ્ટેટ ડેવલપર ફ્રેડ ટ્રમ્પ અને માતા એની મેકલીઓડનું ચોથું સંતાન છે. બાળમંદિરથી સાતમા ધોરણ સુધી કૂ-ફૉરેસ્ટ સ્કૂલમાં અભ્યાસ કર્યો. 1964માં ફોર્ડહામ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો. બે વર્ષ પછી પેન્સિલ્વેનિયાની વ્હોર્ટન સ્કૂલમાં સ્થળાંતરણ કરીને 1968માં અર્થશાસ્ત્રમાં સ્નાતકની…
વધુ વાંચો >ડિજિટલ એરેસ્ટ
ડિજિટલ એરેસ્ટ : ડિજિટલ ધરપકડનો એક પ્રકારનો. સાયબર અપરાધ. તેમાં સાયબર અપરાધીઓ કાયદાનું પાલન કરતી સંસ્થાઓ, જેમ સીબીઆઈ, નાર્કોટિક્સ વિભાગ, આવકવેરા વિભાગ, એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરોરેટ (ઇડી) કે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના અધિકારીઓ તરીકે પોતાને રજૂ કરી તેમના પીડિતને ડરાવે-ધમકાવે છે અને છેતરપિંડી કરીને લાખો-કરોડો રૂપિયા પડાવે છે. આ કૌભાંડમાં વ્યક્તિની પ્રત્યક્ષ…
વધુ વાંચો >દામોદરન, (ડૉ.) કે
દામોદરન, (ડૉ.) કે (જ. 3 સપ્ટેમ્બર 1954, ચેન્નાઈ) : પાક કળામાં વિશિષ્ટ પ્રદાન કરવા બદલ વર્ષ 2025માં ‘પદ્મશ્રી’ પારિતોષિક-વિજેતા. દેશવિદેશમાં ‘શેફ દામુ’ પ્રસિદ્ધ શેફ. ડૉ. કે દામોદરન હોટેલ મૅનેજમેન્ટ અને કેટરિંગ ટૅક્નૉલૉજીમાં ડૉક્ટરેટની ડિગ્રી – પીએચ.ડી. મેળવનાર પ્રથમ ભારતીય શેફ. તમિળ ભાષામાં અનેક કૂકિંગ શોના હોસ્ટ તથા સ્ટાર વિજય પર…
વધુ વાંચો >દીક્ષિત, હૃદયનારાયણ
દીક્ષિત, હૃદયનારાયણ (જ. 25 ડિસેમ્બર 1946, લોવા, ઉન્નાવ, ઉત્તરપ્રદેશ) : શિક્ષણ અને સાહિત્ય માટે વર્ષ 2025માં ‘પદ્મશ્રી’ પારિતોષિક-વિજેતા, પ્રસિદ્ધ વિચારક, ફિલસૂફ, રાજનીતિજ્ઞ અને સામાજિક કાર્યકર્તા. ઉત્તરપ્રદેશની વિધાનસભાના પૂર્વઅધ્યક્ષ. હાલ ઉન્નાવ જિલ્લાની ભગવંતનગર વિધાનસભા બેઠકના ધારાસભ્ય. પિતા અંબિકા પ્રસાદ દીક્ષિત. હિંદુ બ્રાહ્મણ પરિવારમાં જન્મ. માતા ગૃહિણી. પ્રાથમિક શિક્ષણથી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ઉન્નાવમાં…
વધુ વાંચો >દોમ્મરાજુ, ગુકેશ
દોમ્મરાજુ, ગુકેશ (જ. 29 મે 2006, ચેન્નાઈ) : સૌથી યુવાન વિશ્વ ચેસ ચૅમ્પિયન. પિતા રજનીકાંત ઇએનટી સર્જન અને માતા પદ્મ માઇક્રોબાયૉલૉજિસ્ટ. ગુકેશને ચેસ ચૅમ્પિયન બનાવવા પિતાએ 2018માં પોતાનું ક્લિનિક બંધ કરી ડૉક્ટરની કારકિર્દી છોડી દીધી છે. પરિવારની આજીવિકાનો એક માત્ર આધાર માતાની આવક. તેથી મિત્રોની પાસેથી પૈસા ઉધાર લેવા પડ્યા…
વધુ વાંચો >દોવાલ, અજિત
દોવાલ, અજિત (જ. 20 જાન્યુઆરી, 1945, પૌડી ગઢવાલ) : ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનડીએ). 30 મે, 2014ના રોજ ભારતના પાંચમા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિમણૂક. હાલ ઉત્તરાખંડના અને તત્કાલીન સંયુક્ત પ્રાંતના પૌડી ગઢવાલમાં જન્મ. પિતા ભારતીય સેનામાં અધિકારી મેજર ગુનાનાદ એન દોવલ. પ્રાથમિક શિક્ષણ રાજસ્થાનના અજમેરની અજમેર…
વધુ વાંચો >નથવાણી, પરિમલ
નથવાણી, પરિમલ (જ. 1 ફેબ્રુઆરી, 1956, મુંબઈ) : ગુજરાતની સાથે દેશવિદેશમાં ભારતીયો વચ્ચે રિલાયન્સનો ચહેરો, ભારતીય રાજકારણી અને ઉદ્યોગપતિ. વર્ષ 2008થી રાજ્યસભાના સાંસદ. પ્રસિદ્ધ ઉદ્યોગપતિ સ્વ. ધીરુભાઈ અંબાણી અને તેમના પુત્ર મુકેશ અંબાણીના અતિ વિશ્વાસુ સાથીદાર તેમજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કૉર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર. સૌરાષ્ટ્ર અને ખાસ કરીને દ્વારકા-બેટ દ્વારકાના વિકાસલક્ષી…
વધુ વાંચો >