કાનજીભાઈ પટેલ

લીલાવઇ (લીલાવતી)

લીલાવઇ (લીલાવતી) : પ્રાકૃત કથાકાવ્ય. ‘લીલાવઇ’ના અજ્ઞાત ટીકાકાર પ્રમાણે ભૂષણભટ્ટના સુપુત્ર કોઉહલ નામના બ્રાહ્મણે પોતાની પત્નીના આગ્રહ પર ‘मरहट्ठ देसीभासा’માં એની રચના કરી હતી. કવિએ પોતાના વંશનો પરિચય આપવા છતાં પોતાનું નામ આપ્યું નથી. તેમના પિતામહનું નામ બહુલાદિત્ય હતું. તે બહુ વિદ્વાન અને યજ્ઞયાગાદિક અનુષ્ઠાનોના વિશેષજ્ઞ હતા. આની રચના ઈ.…

વધુ વાંચો >

વર્ધમાનચરિત (वड्ढमाण-चरिउ)

વર્ધમાનચરિત (वड्ढमाण-चरिउ) : જૈન ધર્મનું મહાવીર વિશેનું એક પુરાણ. વર્ધમાનચરિત (वड्ढमाण-चरिउ) એક પૌરાણિક મહાકાવ્ય છે. તેમાં પુરાણ-પુરુષ મહાવીરના ચરિતનું આલેખન થયું છે. મહત્વનાં જૈન પુરાણોમાં તેની ગણના થાય છે. આ પુરાણો-મહાકાવ્યોમાં અનેક ચમત્કારો અને અલૌકિક તેમજ અતિપ્રાકૃતિક ઘટનાઓની સાથે સાથે ધાર્મિક, દાર્શનિક, સૈદ્ધાન્તિક તેમજ આચારવિષયક માન્યતાઓ તથા ધર્મોપદેશ આદિનો સમાવેશ…

વધુ વાંચો >

વસુદેવ-હિંડી

વસુદેવ-હિંડી : જૈન કથાસાહિત્યની પ્રથમ કક્ષાની કૃતિઓમાંની એક. આગમબાહ્ય ગ્રંથોમાં પ્રાચીનતમ ગણાતા આ ગ્રંથમાં જૈન પરંપરા પ્રમાણે કૃષ્ણના પિતા વસુદેવના ભ્રમણ(હિંડી)નો વૃત્તાન્ત છે. મૂળ સંસ્કૃતના અને ગુજરાતી તેમજ પ્રાકૃતમાં વપરાતા ‘હિંડ’ ધાતુનો અર્થ ચાલવું-ફરવું-પરિભ્રમણ કરવું એવો થાય છે. એથી ‘વસુદેવ-હિંડી’ એટલે વસુદેવનું પરિભ્રમણ. શ્રીકૃષ્ણના પિતા વસુદેવ પોતાની યુવાવસ્થામાં ગૃહત્યાગ કરીને…

વધુ વાંચો >

સમયસાર

સમયસાર : જૈન અધ્યાત્મની એક ઉત્કૃષ્ટ રચના. બધા જૈન સંપ્રદાયો તેનો સમાન રૂપે આદર કરે છે. તેમાં આત્માના ગુણોનું નિશ્ચય અને વ્યવહારની દૃષ્ટિએ દૃષ્ટાન્તો, ઉદાહરણો અને ઉપમાઓ સાથે વિવેચન કરવામાં આવ્યું છે. તેના 10 અધિકાર છે. પહેલા અધિકારમાં સ્વસમય, પરસમય, શુદ્ધનય, આત્મભાવના અને સમ્યક્ત્વનું નિરૂપણ છે. બીજામાં જીવ-અજીવ, ત્રીજામાં કર્મ-કર્તા,…

વધુ વાંચો >

સમરાઇચ્ચકહા

સમરાઇચ્ચકહા : ઈ. સ.ની આઠમી શતાબ્દીમાં થઈ ગયેલા યાકિની મહત્તરાના પુત્ર હરિભદ્રસૂરિ કૃત કથા. આ ‘સમરાઇચ્ચકહા’ યા ‘સમરાદિત્યકથા’માં ઉજ્જૈનના રાજા સમરાદિત્ય અને પ્રતિનાયક ગિરિસેન એ બે જીવોના પરસ્પર સંબંધોના નવ જન્માન્તરોની કથા વર્ણવવામાં આવી છે. ગ્રંથની ઉત્થાનિકામાં મંગલાચરણ પછી લેખકે ત્રણ પ્રકારની કથાવસ્તુને ચાર પ્રકારની કથાઓ દ્વારા પ્રસ્થાપિત કરવાની વાત…

વધુ વાંચો >

સંધિકાવ્ય

સંધિકાવ્ય : અપભ્રંશ ભાષાનો કાવ્યપ્રકાર. આચાર્ય હેમચંદ્રના સમયથી અપભ્રંશ યુગનું સમાપન અને નવ્ય ભારતીય ભાષાઓનો ઉદય દૃષ્ટિગોચર થાય છે. અપભ્રંશ ભાષા ઉપર તત્કાલીન લોકભાષાનો પ્રભાવ વધવાને કારણે ઉત્તરકાલીન અપભ્રંશ અથવા આદ્ય ગુર્જર ભાષામાં રાસ, ફાગુ, ચર્ચરી, ચૌપઈ, સંધિ આદિનું સર્જન થયેલું જોવા મળે છે. આમાંનું સંધિકાવ્ય બાહ્ય સ્વરૂપની દૃષ્ટિએ અપભ્રંશ…

વધુ વાંચો >

સિરિચિંધકવ્વ (શ્રીચિહ્નકાવ્ય)

સિરિચિંધકવ્વ (શ્રીચિહ્નકાવ્ય) : પ્રાકૃત ભાષામાં કૃષ્ણલીલાશુકે રચેલું મહાકાવ્ય. વરરુચિના ‘પ્રાકૃતપ્રકાશ’ અને ત્રિવિક્રમના ‘પ્રાકૃત વ્યાકરણ’ના નિયમોને સમજાવવા ઈ. સ.ની 13મી શતાબ્દીમાં કેરળના કૃષ્ણલીલાશુકે આ ‘શ્રીચિહનકાવ્ય’ની રચના કરી છે. ભટ્ટિ કવિએ ‘અષ્ટાધ્યાયી’નાં સૂત્રોનાં ઉદાહરણોને ક્રમ મુજબ કાવ્યમાં મૂકીને ‘ભટ્ટિકાવ્ય’(રાવણવધ)ની રચના કરી છે અને હેમચંદ્રાચાર્યે ‘સિદ્ધહેમ વ્યાકરણ’નાં સૂત્રોનાં ઉદાહરણો અનુક્રમે ગોઠવી ‘દ્વયાશ્રય’ની રચના…

વધુ વાંચો >

સિરિવાલકહા (શ્રીપાળકથા)

સિરિવાલકહા (શ્રીપાળકથા) : નવપદનું માહાત્મ્ય બતાવતી રચના. બૃહદગચ્છના પછીના નાગોરી તપાગચ્છના હેમતિલકસૂરિના શિષ્ય રત્નશેખરસૂરિએ સં. 1428માં તે રચી હતી. સં. 1400માં આચાર્યપદે આવી સં. 1407માં તેમણે ફિરોઝશાહ તુગલુકને બોધ આપ્યો હતો. ડૉ. વી. જે. ચોકસી દ્વારા ઈસવી સન 1932માં અમદાવાદથી આ કથા પ્રકાશિત થઈ છે. તેના થોડાક ભાગની પ્રો. કે.…

વધુ વાંચો >